SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] સતી અંજના ચરિત્ર-૨૩ [ ૪૧૫ વિચાર્યું કે, આ સકડાલપુત્ર તે ભગવાન મહાવીરનો દઢ શ્રાવક બની ગયા છે. ત્યારે ગશાલકે ભગવાન મહાવીરની પ્રશંસા કરવી શરૂ કરી. ગશાલકે સકડાલપુત્રને કહ્યું કે, શું અહીં મહામાહણુ, મહાયાન, મહાનિર્ધામક, મહાગેપ તથા મહાસાર્થવાહ આવ્યા હતા ? સકડાલપુત્રે ગોશાલકને આ વિશેષણનો અર્થ પૂ. ગોશાલકે વિશેષણોનો અર્થ સમજાવ્યો. ત્યારે સકડાલપુત્રે કહ્યું કે, તમે મારા ગુરુની પ્રશંસા કરી છે એટલા માટે તમે મારી દુકાનમાં ઉતરે અને તમને પાટ વગેરે જે કાંઈ જોઈએ તે લઈ જાઓ. આ બધું હું તમને ગુરુ માનીને નહિ, પરંતુ મારા ગુરુ ભગવાન મહાવીરની તમે પ્રશંસા કરી છે એટલા માટે તમને સત્કાર આપી રહ્યો છું. કહેવાનો આશય એ છે કે, ભગવાન મહાવીરને સિદ્ધાન્ત ઉત્થાન, બલ, વીર્ય, પુરુષાકાર તથા પરાક્રમનો છે. “જે થવાનું હશે તે થશે એ નિયતિવાદનો મત ગોશાલકનો છે. આપણે ભગવાન મહાવીરના ઉપાસક છીએ. એટલા માટે આપણે સિદ્ધગતિ પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ કરવો જોઈએ. ભગવાન મહાવીરને સિદ્ધાન્ત ભવિતવ્ય–નિયતિવાદનું ખંડન કરતો નથી, પરંતુ એ સિદ્ધાન્તનું એ મન્તવ્ય છે કે, ભાગ્યના ભરોસે પિતાના પુરુષાર્થને છોડી ન દે; પરંતુ પુરુષાર્થ કરતા રહે. પુરુષાર્થ કરવા છતાં જે થવાનું હશે તે તે થશે જ. પરંતુ જે થવાનું હશે તે થશે એ વિશ્વાસે જ પુરુષાર્થને ત્યાગ કરવો ન જોઈએ. પુરુષાર્થ કર્યા વિના કોઈ કાર્યની સિદ્ધિ થઈ શકતી નથી. જે પુરુષાર્થ કર્યા વિના જ સિદ્ધગતિ પ્રાપ્ત થઈ શકતી હેત તો એ દશામાં શાસ્ત્રની અથવા ધર્મોપદેશની શી આવશ્યકતા હોઈ શકે? જે કાર્ય પિતાની મેળે જ થઈ જાય તે માટે શ્રેમ કરવાને ઉપદેશ કોણ આપે ? પરંતુ વાસ્તવમાં પ્રત્યેક વાત પુરુષાર્થને આધીન છે એટલા માટે પુરુષાર્થ કરતાં જ રહેવું જોઈએ. પ્રત્યેક કાર્ય પુરુષાર્થદ્વારા સિદ્ધ થાય છે. અહિંસાદિના પાલન માટે પણ પુરુષાર્થ કરવો આવશ્યક છે. પુરુષાર્થદ્વારા કેવી કાર્યસિદ્ધિ થાય છે એ વાત હવે સતી અંજનાના ચરિત્ર ઉપરથી સમજાવું છું:સતી અંજના ચરિત્ર–૨૩ શાસ્ત્રમાં પુરુષાર્થને ઘણોજ મહિમા બતાવવામાં આવેલ છે. વીર હનુમાને ઉમરમાં નાના હોવા છતાં પુરુષાર્થ દ્વારા યુદ્ધમાં વિજય મેળવ્યો અને અમર નામના મેળવી. પવનકુમાર રાવણની સૂચનાનુસાર વરુણની સામે યુદ્ધ કરવા જઈ રહ્યા હતા. જ્યારે હનુમાનને ખબર પડી કે પિતાજી યુદ્ધ કરવા જઈ રહ્યા છે ત્યારે હનુમાન પિતાજીની પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે, “પિતાજી! આપ અત્રે રહો, આપને બદલે હું યુદ્ધમાં જઈશ અને વિજય પ્રાપ્ત કરી આપની અમર કીર્તિ ફેલાવીશ.” બાળક હનુમાનની વીરતાપૂર્ણ વાત સાંભળી પવનકુમારને હર્ષ થયો, પરંતુ બાળક હનુમાનને યુદ્ધમાં એકલા મોકલવાની તેમની હિંમત ન ચાલી. હનુમાન પિતાના જેવો બળવાન છે પરંતુ બાળક હનુમાન વીર વરુણને કેવી રીતે જીતી શકશે ? હારી જશે તો મારી પ્રતિષ્ઠાને બટ્ટો લાગશે–આદિ શંકાને કારણે પવનકુમાર હનુમાનને યુદ્ધમાં મોકલતા
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy