SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪ ]. શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રેડ અમદાવાદ - સકડાલપુત્ર પહેલાં ગોશાલકને શ્રાવક હતો. એટલા માટે તેણે ગોશાલકના સિદ્ધાન્તનું જ સમર્થન કર્યું. એક દિવસ સકડાલપુત્રે પિતાની દુકાનમાંથી માટીનાં વાસણ બહાર કાઢી તડકે સૂકવવા મૂક્યા. ત્યારે મહાવીર ભગવાને તેને કહ્યું કે, હે સકડાલ ! આ માટીનાં વાસણ કેવી રીતે બનાવવામાં આવ્યાં ? સકડાલપુત્રે માટીનાં વાસણની ઉત્પત્તિનું વર્ણન કરતાં જવાબ આપ્યો કે, જંગલમાંથી માટી લાવ્યો અને તેની સાથે બીજા પદાર્થોનું મિશ્રણ કરી માટીનું પિંડ બનાવ્યું અને તેને ચાક ઉપર ચડાવી આ વાસણે બનાવ્યાં છે. આ સાંભળી ભગવાને કહ્યું કે, આ વાસણ ઉત્થાન, બલ, વીર્ય, પુરુષાર્થ તથા પરાક્રમથી જ બન્યાં છે ને? સકડાલે કહ્યું કે, નહિ. જે થવાનું હોય છે તે થાય છે. ભગવાને ફરી તેને પૂછ્યું કે, જે આ તારાં વાસણોને કઈ લાકડી વડે ફેડી નાંખે છે ? સડાલપુત્રે ઉત્તર આપે કે, મારાં વાસણે ફેડી નાંખનારને હું માર્યા વગર રહું નહિ અને તેના હાથપગ પણ તેડી નાખું. ભગવાને પુનઃ પૂછ્યું કે, હે સકડાલ ! તું તે માણસને એટલે બધે દંડ શા માટે આપે ? તારા હિસાબે તે જે થવાનું હોય છે તે થાય છે તે પછી તેને દંડ આપવાનું શું કારણ? તારા સિદ્ધાન્ત પ્રમાણે તે તારે એમજ માનવું જોઈએ કે લાકડીના સંયોગથી માટીનાં વાસણો ફૂટવાનાં હતાં તે ફૂટી ગયાં. - ભગવાન મહાવીરનું આ કથન સાંભળી સકડાલપુત્ર વિચારમાં પડી ગયો. એટલામાં તો ભગવાને તેને બીજું ઉદાહરણ આપી કહ્યું કે, હે સકલાલપુત્ર ! માન કે, તારી પત્ની શૃંગાર સજી બહાર નીકળી હોય અને તે વખતે કોઈ દુષ્ટ મનુષ્ય તેની ઉપર બળાત્કાર કરે તે તે સમયે તું શું કરીશ ? સકડાલપુત્રે જવાબ આપ્યો કે, એવા દુષ્ટ મનુષ્યનાં નાકાન હું કાપી નાંખુ અને તેને પ્રાણદંડ આપવાનો પણ પ્રયત્ન કરું. આ સાંભળી મહાવીર ભગવાને કહ્યું કે, હે સકડાલપુત્ર ! તારા મન પ્રમાણે તે જે થવાનું હોય છે તે થાય છે એ હિસાબે તારે તે દુષ્ટ મનુષ્યને દંડ આપવો ન જોઈએ. ભગવાન મહાવીરની યુકિતસંગત વાણી સાંભળી સકડાલપુત્ર બોધ પામ્યો. તેણે ભગવાનને કહ્યું કે, ભગવન ! મારી ઈચ્છા ધમ સાંભળવાની છે. ભગવાને તેને ધર્મ સંભળાવ્યો. ભગવાનની ધર્મવાણી સાંભળી તે બારવ્રતધારી શ્રાવક બન્યો. જ્યાં સુધી સકડાલપુત્ર ધર્મતત્ત્વનું સ્વરૂપ બરાબર સમજ્યો ન હતો ત્યાંસુધી તેનામાં મતાગ્રહ હતો. પણ જ્યારે તે ધર્મતત્ત્વનું વાસ્તવિક સ્વરૂપ સમજી ગયો ત્યારે તેણે નિઃસંકોચ ભાવે નિયતિવાદને છેડી પુરુષાર્થવાદના સત્યધર્મને સ્વીકાર કર્યો. સકડાલપુત્ર કુંભાર હતો છતાં ભગવાને તેને પોતાને શ્રાવક બનાવ્યો એ શું ઠીક હતું ! ભગવાને તે કુંભારને પણ પિતાને શ્રાવક બનાવી જગતસમક્ષ આદર્શ ઉપસ્થિત કર્યો કે, “કોઈ ભલે ગમે તે જાતિ કે વર્ણન હોય, શરીરમાં ભલે નાનો હોય કે મેટ હોય પણ મને કોઈ પ્રત્યે કોઈપણ પ્રકારનો ભેદ કે પક્ષપાત નથી. હું તે બધાંયનું કલ્યાણ ચાહું છું.” ભગવાનના આ કથન ઉપર તમે પણ વિચાર કરો. ' 'ગેશલકે સાંભળ્યું કે, સકડલપુત્રે મારા મતને ત્યાગ કર્યો છે. સકડા પુત્રને પાળે પિતાનો શ્રાવક બનાવવાના વિચારથી ગોશાલક તેની પાસે આવ્યો અને તેણે તેને પોતાના મતમાં આણવા માટે પ્રયત્ન પણ કર્યો પરંતુ તેને તેમાં સફળતા ન મળી. ગોશાલકે
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy