SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] સમ્યક્ત્વ પરાક્રમ——મેલ ૭૧-૭૨૭૩ મા [ ૪૧૩ સ્વભાવ છે. આત્મા પોતાના સ્વભાવથી જ ઊંચી ગતિ કરે છે. એટલા માટે આત્મા કરહિત હોવાથી સીધી ગતિ કેવી રીતે કરે છે એ પ્રશ્નનું નિરાકરણ બરાબર થઇ જાય છે. અદ્વૈતવાદી લાકા બધા જીવામાં એક જ આત્મા હેાવાનું માને છે પરંતુ તેમનું આ કથન યુક્તિસંગત જણાતું નથી, કારણ કે જો બધામાં એક જ આત્મા છે એમ માનવામાં આવે તે કાઇ એક આત્મા સિદ્ધ થાય તેા બધા જીવાત્માને સિદ્ધ માનવા જોઇએ. આ જ પ્રમાણે કાઇ આત્મા મુક્ત થાય તે બધા જીવાત્માઓને મુકત માનવા જોઇએ પરંતુ વાસ્તવમાં આમ હોતું નથી. ‘બધામાં એક જ આત્મા છે' આ કથન ઉપરના કારણને લીધે તથા ખીજાં અનેક કારણેાને લીધે યુક્તિયુક્ત જણાતું નથી. એટલા માટે પ્રત્યેકને આત્મા ભિન્નભિન્ન છે એ કથન યુક્તિસંગત જણાય છે. શાસ્ત્રકારાએ રાગદ્વેષ તથા મિથ્યાત્વ ઉપર સંપૂર્ણ વિજય મેળવવાનુ ફળ પરંપરાએ ‘સિદ્ધગતિ’ પ્રાપ્ત થાય છે એ બતાવ્યું છે. જે અવસ્થા સિદ્ધ ભગવાને પ્રાપ્ત કરેલ છે તે જ અવસ્થા પ્રાપ્ત કરવાને આપણા પણ પ્રયાસ હાવા જોઈ એ. ‘સિદ્ધગતિ ’ પ્રાપ્ત કરવાનું લક્ષ્યબિન્દુ દષ્ટિ સમક્ષ રાખી સતત અભ્યાસ કરવામાં આવે તે તે અવસ્થા સહજ રીતે પ્રાપ્ત થઈ શકે. જે મહાપુરુષા એ અવસ્થાને પ્રાપ્ત કરી શકયા છે તેઓ પણ અભ્યાસ કરતાં કરતાં તે અવસ્થાને પામી શકયા હતા. જે મહાપુરુષા સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરવાના અભ્યાસ કરી રહ્યા છે, જેઓએ રાગદ્વેષ ઉપર વિજય મેળવી લીધા છે તથા દેહમાં રહેવા છતાં જે વિદેહની માફક રહે છે તે મહાપુરુષોદ્વારા બતાવવામાં આવેલા માર્ગ ઉપર ચાલવાથી આપણે પણ તે અવસ્થાને પ્રાપ્ત કરી શકીએ છીએ; પરંતુ એ માર્ગે ચાલવા માટે પુરુષા કરવા એ આપણું કામ છે. પુરુષાર્થ કરતાં રહેવાથી જ્યારે સિદ્ધગતિ પ્રાપ્ત થઈ જાય છે ત્યારે ખીજું કાઈ કામ કરવાનું બાકી રહેતું નથી. મહાપુરુષાએ જે મેક્ષને માર્ગ બતાવ્યા છે એ માર્ગે ચાલવાને પુરુષાર્થ કરવા એ આપણું કામ છે. માČદશ્તક તેા માર્ગ બતાવી દે છે પરંતુ નિર્દિષ્ટ સ્થાને પહોંચવા માટે તે પ્રવાસીએ જ ચાલવું પડે છે. આ જ પ્રમાણે કેવલજ્ઞાની મહાપુરુષાએ સિદ્ધગતિ પ્રાપ્ત કરવાને મા` આપણને બતાવ્યા છે. હવે એ નિર્દિષ્ટ માર્ગ ઉપર ચાલવાને પુરુષાર્થ કરવા એ આપણું કવ્ય છે. પુરુષા કર્યા વિના સિદ્ધગતિને પ્રાપ્ત કરી શકીએ નહિ. ભગવાન મહાવીરને સિદ્ધાન્ત જ ઉત્થાન, બળ, વીર્ય, પુરુષાર્થ તથા પરાક્રમનેા છે. શ્રી ઉપાસકદશાંગસૂત્રના સકડાલપુત્રના અધ્યયનમાં આ જ સિદ્ધાન્તનું મહત્ત્વ બતાવવામાં આવેલ છે. ગાશાલકને એવા મત છે કે ઉત્થાન, બલ કે પુરુષાર્થ વગેરે કાંઈ નથી પરંતુ જે થવાનું હોય છે તે જ થાય છે. આ મતની વિરુદ્ધ ભગવાન મહાવીરના સિદ્ધાન્ત એ છે કે ઉત્થાન, બલ, વીર્ય, પુરુષાકાર તથા પરાક્રમ આદિ દ્વારા આત્મા સિદ્ધ થાય છે. સંક્ષેપમાં ભગવાન મહાવીર પુરુષાવાદી હતા અને ગેાશાલક નિયતિવાદી હતા. એકવાર ભગવાન મહાવીરે સકડાલપુત્રને કહ્યું હતું કે, આત્મા ઉત્થાન, બલ, વીર્ય, પુરુષાકાર તથા પરાક્રમ આદિ દ્વારા સિદ્ધ થાય છે. આ કથનના ઉત્તરમાં સકડાલપુત્રે જણાવ્યું કે, ઉત્થાનાદ્બિારા આત્મા સિદ્ઘ થતા નથી પણ સિદ્ધ થવાનેા હાય તા થાય છે.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy