SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ મેહનીય કર્મને સંક્ષય થવાથી ત્રણ ઘાતી કર્મો તો નષ્ટ થઈ જાય છે પરંતુ ચાર અઘાતી કર્મો બાકી રહી જાય છે. આ ચારે અઘાતી કર્મોને એક સાથે ખપાવીને ઔદારિક, તૈજસ અને કામણ એ ત્રણે પ્રકારનાં શરીરને ત્યાગ કરી સરળ શ્રેણિને પ્રાપ્ત કરી “અgસમાન ગતિ”એ જાય છે, અર્થાત આડીઅવળી ગતિ કરતા નથી પરંતુ સીધી ગતિએ જાય છે. “અફસમાન ગતિને અર્થ એવો નથી કે તેઓ કોઈ આકાશ પ્રદેશને સ્પર્શતા નથી, પરંતુ અત્રે તેને અર્થ એ છે કે, આડી અવળી ગતિ કરતા નથી પરંતુ સીધી ગતિ કરે છે. આડી અવળી ગતિ કર્મને કારણે થાય છે. વીતરાગ પુરુષ જ્યારે મુક્ત દશાને પામે છે ત્યારે તેઓએ બધાં કર્મોને નષ્ટ કરી નાંખ્યા હોય છે એટલા માટે સીધી અને સાકાર ઉપગપૂર્વક ગતિ કરે છે. ઉપગના બે પ્રકાર છે. એક સાકાર ઉપયોગ અને બીજે અનાકાર ઉપગ. સાકાર ઉપયોગ જ્ઞાનને હોય છે અને અનાકાર ઉપયોગ દર્શન હોય છે. કેટલાક લેકે જ્ઞાન અને દર્શનને ઉપગ એક સાથે હોવાનું બતાવે છે, પરંતુ શાસ્ત્રના પાઠથી એ વાત સ્પષ્ટ સિદ્ધ થાય છે કે, બન્ને ઉપયોગ એક સાથે થતાં નથી. પરંતુ જેઓ સિદ્ધ થાય છે તેઓ જ્ઞાનના ઉપયોગથી સિદ્ધ થાય છે. જ્ઞાન અને દર્શનના ઉપગને સમય એક જ હેઈ શકે નહિ પરંતુ ભિન્ન ભિન્ન સમયમાં એ બન્ને ઉપરોગ થાય છે. એટલા માટે જેઓ સિદ્ધ થાય છે તેઓ જ્ઞાનના ઉપગમાં સિદ્ધ થાય છે. સાકાર ઉપગમાં સીધી ગતિ કરી મુક્તાત્મા સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ સંપૂર્ણ અવસ્થાને પામી નિરાવરણ ધર્મને પ્રાપ્ત કરે છે. છે અને કોઈ એવો પ્રશ્ન કરે છે, જ્યારે આત્મા અકર્મા અર્થાત કર્મ રહિત બની ગયો છે તે પછી તે ગતિ કેવી રીતે કરી શકે ? અને જો આત્મા ગતિ કરે છે તો તેનું કઈ કારણ અવશ્ય હોવું જોઈએ અર્થાત્ કર્મ હોવાં જોઈએ! આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, ગતિ કરવી એ આત્માને સ્વભાવ છે. પરંતુ પિતાના સ્વભાવથી તે આત્મા સીધી ગતિ કરે છે, આડીઅવળી ગતિ કરતો નથી. આડીઅવળી ગતિ કમને કારણે થાય છે. મુક્તાત્મા સીધી ગતિ કરે છે અને સીધી ગતિ કરવી એ મુક્તાત્માનો સ્વભાવ છે. પરંતુ કર્મની પ્રેરણાથી આત્મા જે ગતિ કરે છે તે ગતિ આડીઅવળી હોય છે. દાખલા રૂપે દીપકની શિખા હમેશાં ઉપર જ જાય છે. કારણકે એ તેને સ્વભાવ છે. દીપકની શિખા નીચેની બાજુ કરવી હોય તો કોઈ બીજા પ્રયોગથી તે સંભવિત છે. આ જ પ્રમાણે આત્માની ગતિ પણ સીધી હોય છે, પરંતુ આત્મા જ આડીઅવળી ગતિ કરે છે તે તેનું કારણ કર્મ જ છે. - જે પ્રમાણે લેપ લાગેલા તુંબડાને લેપ ઉખડી જતાં જ તુંબડું સ્વભાવતઃ ઉપર આવી જાય છે, પરંતુ જ્યાં સુધી તુંબડા ઉપર લેપ લાગેલાં હતાં ત્યાં સુધી તે પાણીની અંદર ડૂબેલું રહેતું હતું; તે જ પ્રમાણે આત્મા જ્યાં સુધી કર્મરૂપી લેપથી લિપ્ત હોય છે ત્યાં સુધી તે આડીઅવળી ગતિ કરે છે, પરંતુ જ્યારે આત્મા કર્મ રહિત બની જાય છે ત્યારે તે સીધી જ ગતિ કરે છે. કહેવાનો આશય એ છે કે, આત્મામાં ગતિ કરવાને
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy