SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ ]. શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ ચૌદમા ગુણસ્થાનમાં તો અયોગીપણું હોય છે. બારમા અને તેમાં ગુણસ્થાનમાં યોગ હેય છે. કર્મોને ક્ષય થવાની સાથે જ કેવલજ્ઞાન અને કેવલદર્શન પેદા થાય છે. અરિહંત ભગવાન ચાર ઘાતી કર્મોને ક્ષય કરી નાખે છે એટલે તેમને કેવલજ્ઞાન તથા કેવલદર્શન પેદા થએલું હેવાય છે. પરંતુ તેઓ સયોગી હોવાથી ઈરિયાવહી કમ લાગે છે, પરંતુ તે કેમ પહેલા સમયે બાંધે છે, બીજા સમયે તેને વેદે છે, અને ત્રીજા સમયે તો તે કર્મની નિર્જરા કરી નાંખે છે. જેઓ વીતરાગી તથા વીતષ છે, તે શોકરહિત છે. જેમ કમળની પાંખડી પાણીથી લેપાતી નથી તેમ સંસારની મધ્યે રહેવા છતાં તેઓ દુઃખપ્રવાહથી અલિપ્ત રહે છે. તેમના મનને ગમે તેવા શબ્દાદિ વિષયો જરાપણ ભેદી શક્તા નથી કે વિકૃત કરી શકતાં નથી. જે પ્રમાણે બળી ગએલાં બીજમાંથી અંકુર ફુટતાં નથી તે જ પ્રમાણે નષ્ટ થએલાં કર્મબીજેમાંથી ભવરૂપી અંકુર ફુટતાં નથી. વીતરાગ અને વીતષ પુરુષ કર્મોને નાશ કેવી રીતે કરે છે તે બતાવતાં શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે પિતાના રાગદ્વેષ તથા મોહરૂપી સંકલ્પનું સ્વરૂપ વિચારવામાં ઉદ્યમવંત થએલા તે વીતરાગી પુરુષને ક્રમે ક્રમે સમતા પ્રાપ્ત થાય છે; પછી વિષયોનાં સંકટ દૂર થતાં તેમની કામગુણોની તૃષ્ણ પણ ચાલી જાય છે. આમ વીતરાગ થઈ કૃતકૃત્ય થએલા તે પુરૂષનાં જ્ઞાન અને દર્શનને આવરણ કરનારાં તથા બીજા અંતરાયક કર્મો ક્ષણવારમાં ક્ષય પામી જાય છે અને તેઓ બધું જાણનારા (સર્વ) તથા બધું જેનારા (સર્વદશ) બને છે. હવે વીતરાગ પુરુષ કેવી રીતે મુકતદશાને પામે છે એ વિષે મહાવીર ભગવાન ફરમાવે છે કે – બોલ ૭૨ મે अह आउयं पालइत्ता अन्तोमुहुत्तद्धावसेसाए जोगनिरोहं करेमाणे सुहुमकिरियं अप्पडिवाइं सुकज्झाणं झायमाणे तप्पढमयाए मणजोगं निरुम्भइ, वइजोगं निरुम्मइ कायजोगं निरुम्भइ, आणपाणुनिरोहं करेइ ईसि पंचरहस्सक्खरुच्चारणहाए य णं अणगारे समुच्छिन्नकिरियं अनियट्टिसुक्कज्झाणं झियायमाणे वेयणिज्जं आउयं नाम गोत्तं च एए चत्तारि कम्मसे जुगवं खवेइ ॥ ७२॥ બોલ ૭૩ મે तओ ओरालियतेयकम्माइं सव्वाहिं विप्पजहणाहिं विप्पजहित्ता उज्जुसेढिपत्ते अफुसमाणगई उड्ड एगसमएणं अविग्गहेणं तत्थ गन्ता सागारोवउत्ते सिज्झइ बुज्झइ जाव अन्तं करेइ ॥ ७३॥ ' અર્થાત–(વીતરાગ પુરુષ) આયુષ્ય પૂરું કરી જ્યારે અન્તમુહૂર્ત જેટલો સમય બાકી રહે છે ત્યારે યોગનો નિરોધ કરે છે અને અપ્રતિપાદિત શુકલધ્યાનનું ધ્યાન ધરી સર્વપ્રથમ મગને રેકે છે, ત્યારબાદ ક્રમશ: વચનગ તથા કામયોગને રોકે છે અને પછી
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy