SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ] સમ્યકત્વ પરાક્રમબેલ ૭૧૭૨-૭૩ મો. [૪૦૯ જીવાત્મા સ્વભાવે અમૂર્ત છતાં અનાદિકાળથી કર્મસંબંધવાળો હોવાને લીધે મૂર્ત જે થઈ જવાથી મૂર્ત કર્મપરમાણુઓ ગ્રહણ કરે છે. આ કર્મબંધ આઠ પ્રકાર છે. તે આ પ્રમાણે – ૧. જ્ઞાનાવરણીય કર્મ–અર્થાત વિશેષ બેધરૂપી જ્ઞાનને આવરના–રેકનાર કર્મ. ૨. દર્શનાવરણીય કર્મ–અર્થાત વસ્તુના સામાન્ય બેધરૂપી દર્શનને આવનાર કર્મ ૩. વેદનીય કર્મ–સુખ-દુઃખને અનુભવ કરનાર કર્મ. ૪. મેહનીય કર્મ–શ્રદ્ધા તથા ચારિત્રને નાશ કરનાર કર્મ. ૫. આયુષ્ય કર્મ–ચાર ગતિઓમાં ભટકાવનાર કર્મ. ૬. નામકર્મ–ગતિ, શરીર, આકૃતિ, વર્ણ વગેરે નક્કી કરનારું કર્મ. ૭. શેત્રકર્મ–ઉચ્ચ-નીચ નેત્ર-કુળ આદિ આપનાર કર્મ. ૮. અંતરાય કર્મ–દાન, લાભ, ભેગાદિમાં વિશ્ન-બાધા ઉપસ્થિત કરનાર કર્મ. આ આઠ પ્રકારનાં કર્મબંધનથી મુક્ત થવા માટે જીવાત્માએ રાગદ્વેષ તથા મિથ્યાદર્શન ઉપર વિજય પ્રાપ્ત કરવો પડે છે. કારણ કે જ્યાં સુધી રાગદ્વેષ તથા મિથ્યાદર્શન ઉપર વિજય પ્રાપ્ત કરવામાં આવતું નથી ત્યાં સુધી જીવાત્મા જ્ઞાન, દર્શન તથા ચારિત્રની આરાધનામાં ઉદ્યમવંત બનતું નથી. જ્યારે જીવાત્મા સમજ્ઞાન, સમ્યગ્દર્શન તથા સમ્યફચારિત્ર આ રત્નત્રયની આરાધના કરવામાં ઉદ્યમવંત બને છે ત્યારે જ તે કર્મગ્રન્થિને તેડવાને સમર્થ બની શકે છે. કર્મપ્રન્થિને તેડવા માટે સર્વપ્રથમ મોહનીય કર્મને જીતવાની ખાસ આવશ્યક્તા રહે છે, કારણ કે આઠ પ્રકારનાં કર્મોમાં મેહનીય કર્મનું સ્થાન સર્વોચ્ચ છે. જેમ રાજાને જીતી લેવાથી તેના દલબલને જીતી લેવાય છે તેવી જ રીતે જે કર્મોના રાજા જેવા મોહનીય કર્મને જીતી લેવામાં આવે તે બાકીનાં કર્મોને સરળતાપૂર્વક જીતી શકાય છે. જે વૃક્ષનું મૂળ સુકાઈ જવાથી પછી તે વૃક્ષને પાણી સીંચવાથી વૃક્ષ ઊગતું નથી, તે જ પ્રમાણે મેહનીય કર્મ કે જે કર્મો પેદા થવામાં મૂળ કારણ છે, તે નષ્ટ થઈ જવાથી કર્મો પેદા થતાં નથી. આઠ પ્રકારનાં કર્મોમાં ચાર ઘાતી કર્મે છે અને ચાર અઘાતી કર્મો છે. ઘાતી કર્મો આત્માનાં મૂળ ગુણોને ઘાત કરે છે એટલા માટે ઘાતી કર્મોને સર્વપ્રથમ જીતવા આવશ્યક છે. મેહનીય કર્મ, જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ અને અંતરાય કર્મ આ ચાર ઘાતી કર્યો છે. આ ચાર ઘાતી કર્મોને જેમ જેમ જીતવામાં આવે છે તેમ તેમ આત્મિક ગુણોને વિકાસ સધાતો જાય છે. કર્મોનો વિનાશ થવાની સાથે આધ્યાત્મિક વિકાસ પણ થતો જાય છે. ગુણસ્થાન એ આધ્યાત્મિક વિકાસક્રમ છે. જ્યારે કર્મોને સંપૂર્ણ સંક્ષય થઈ જાય છે ત્યારે જ એક્ષપદ-પરમપદની પ્રાપ્તિ થાય છે. જ્યાંસુધી થડે પણ યોગ અર્થાત માનસિક, વાયસિક કે કાયિક વ્યાપાર થતો રહે છે ત્યાં સુધી અંતિમ આધ્યાત્મિક વિકાસ થતો નથી. પર
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy