SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૮ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ રાગદ્વેષ તથા મિથાદર્શનને જીતવાથી જીવાત્માને શો લાભ થાય છે એ વિષે ગૌતમ સ્વામીએ મહાવીર ભગવાનને પ્રશ્ન પૂછ્યો હતો કે બેલ ૭૧ મે ७१ पिज्जदोसमिच्छादसणविजएणं भन्ते जीवे किं जणयइ ? અર્થાત–હે ભગવાન! રાગદ્વેષ તથા મિથ્યાદર્શનને જીતવાથી જીવાત્માને શે લાભ થાય છે? આ પ્રશ્નના જવાબમાં મહાવીર ભગવાને ફરમાવ્યું હતું કે: पिज्जदोसमिच्छादसणविजएणं नाणदंसणचरित्ताराहणयाए अब्भुटेइ । अट्ठविहस्स कम्मस्स कम्मगण्ठिविमोयणयाएं तप्पढमयाए जहाणुपुधिए अट्ठवीसइविहं मोहणिज्जं कम्मं उग्याएइ, पञ्चविहं नाणावरणिज्जं नवविहं दंसणावरणिज्जं, पंचविहं अन्तराइयं, एए तिन्नि वि कम्मसे जुगवं खवेइ । तओ पच्छा अणुत्तरं कसिणं पडिपुण्णं निरावरणं वितिमिरं विमुजं लोगालोगप्पभावं केवलवरनाणदंसणं समुप्पाडेइ । जाव सजोगी भवइ ताव इरियावहियं कम्मं निबन्धइ सुहफसिय दुसमय ठिइयं । तें पढमसमए बद्धं बिइयसमए वेइयं, तइयसमए निज्जिण्णं, तं बद्धं पुढे उदीरियं वेइयं निज्जिण्णं सेयाले य अकम्म यावि भवइ ॥ ७१॥ અર્થાત–રાગદ્વેષ તથા મિથ્યાદર્શનને જીતવાથી જીવાત્મા જ્ઞાન-દર્શન તથા ચારિત્રની આરાધના કરવામાં ઉદામવંત બને છે. આઠ પ્રકારના કર્મની ગ્રન્થિ તેડવા માટે સર્વ પ્રથમ અનુક્રમે અઠ્ઠાવીશ પ્રકારના મેહનીય કર્મનો વિનાશ કરે છે ત્યારબાદ પાંચ પ્રકારના જ્ઞાનાવરણીય કર્મ, નવ પ્રકારના દર્શનાવરણીય કર્મ, તથા પાંચ પ્રકારના અન્તરાય કર્મ–એ ત્રણેય કર્મોનાં અંશને એક સાથે ક્ષય કરે છે. ત્યારબાદ અનુત્તર, સંપૂર્ણ પ્રતિપૂર્ણ નિરાવરણ, વિશુદ્ધ તથા લેકઅલકને જાણનાર તથા જેનાર એવા કેવલજ્ઞાન તથા કેવલદર્શનને પેદા કરે છે. જ્યાંસુધી સજોગી હોય છે ત્યાંસુધી સુખને સ્પર્શ કરનારું તથા બે સમયની સ્થિતિવાળું ઈરિયાવહિય કર્મ બાંધે છે. તે કર્મને પ્રથમ સમયે બાંધે છે, બીજ સમયે વેદે છે અને ત્રીજા સમયે નિર્જરા કરે છે. અને નિર્જરા કર્યા બાદ નિષ્કર્મા બને છે. આ સૂત્રમાં મહાવીર ભગવાને કર્મગ્રન્થિને તોડવાનો અને શાશ્વત સુખ પામવાનો માર્ગ બતાવ્યો છે. રાગદ્વેષ તથા મિથ્યાદર્શન એ કર્મબંધનનાં મુખ્ય કારણ છે. એટલે જે જીવાત્મા રાગદ્વેષ તથા મિથ્યાદર્શન ઉપર વિજય પ્રાપ્ત કરી લે તો જીવાત્મામાં રહેલું અનંત શક્તિસામર્થ્ય પ્રગટ થાય. જીવાત્મામાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય આદિ રહેલ છે પરંતુ કર્મનાં આવરણોને કારણે આત્માનું શક્તિસામર્થ્ય દબાઈ ગએલ છે. અત્રે કઈ એમ પૂછી શકે કે, અમૂર્ત આત્મા મૂર્ત કર્મ પુદ્ગલોને કેવી રીતે ગ્રહણ કરે છે? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, જેમ દીવ વાટદ્વારા તેલને ગ્રહણ કરી, પિતાની ઉષ્ણતાથી તેને જવાળારૂપે પરિણાવે છે, તેમ જીવાત્મા કાપાયિક વિકારથી કર્મરૂપે પરિણમવાને યોગ્ય પરમાણુઓ ગ્રહણ કરી, તેમને કર્મભાવે પરિણમવામાં નિમિત્ત થાય છે. આત્માના પ્રહેશે સાથે એ કર્મપરમાણુઓને સંબંધ છે તેનું નામ જ કર્મબંધ છે.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy