________________
ચાતુર્માસ ] સમ્યકત્વ પરાક્રમ–બોલ ૭૧-૭૨-૭૩ મે [૪૦૭
આ રીતે સંસારમાં કોઈ ગરીબ તે કઈ તવંગર, કેઈ દુઃખી તે કેાઈ સુખી, કેઈ રાજા તે કઈ રંક વગેરે જે સંસારની વિચિત્રતા જણાય છે તેનું મુખ્ય કારણ માત્ર કર્મ છે. જીવાત્માઓ માનસિક, વાચિક અને કાયિક કર્મદંડથી જ દંડાય છે અને ફલતઃ જુદીજુદી યોનિઓમાં ભમે છે.
કર્મને મોટો દંડ સંસારની જંજાળમાંથી મુક્ત ન થવા દેવું એ છે. સંસારમાં રહી અનેક પ્રકારની આધિ, વ્યાધિ, ઉપાધિ, જન્મ, જરા, મરણ વગેરે અનેક દુઃખો ઊપજાવનારી અવસ્થાને પ્રાપ્ત થતા રહેવું અને એ અસહ્ય દુઃખો સહ્યાં કરવાં એ જ કમને મેટો દંડ છે.
આ કર્મને દંડ દરેક પ્રાણીઓએ સહેવો જ પડે છે. આ કર્મના અપરાધનો દંડ સમભાવે સહ્યા વિના કોઈ પણ પ્રાણી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ શકતો નથી. શાસ્ત્રકારે તે ખુલ્લા શબ્દોમાં કહે છે કે
“વફાઇ મા મોર સ્થિ” અર્થાત-કરેલાં કર્મોને ભેગવ્યા સિવાય છૂટકે નથી.
કર્મબંધનને કારણે જ જીવાત્માએ નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિ એ ચાર ગતિઓમાં, વીશ દડકમાં અને ચોરાશી લાખ જીવનિઓમાં ભમ્યા કરે છે અને શુભાશુભ કર્માનુસાર સુખદુઃખને કડ-મીઠા અનુભવ કરે છે. તે
આ કર્મબંધનોનું મૂળ કારણ તે રાગ અને દ્વેષ જ છે. જે રાગ અને દ્વેષ એ બે કર્મબી જેને નિર્મૂળ કરવામાં આવે તે જીવાત્મા કર્મબંધનથી મુક્ત થઈ શકે. શાસ્ત્રકારોએ સ્પષ્ટ શબ્દોમાં ફરમાવ્યું છે કે –
रागो य दोसो वि कम्मबीयं અર્થાત-રાગ અને દ્વેષ એ બન્ને કર્મબી છે. રાગ અને દ્વેષને દૂર કરવા માટે શાસ્ત્રકારેએ કર્મબંધનનાં કારણોને દૂર કરવાં આવશ્યક બતાવ્યાં છે. મુખ્યત્વે કર્મબંધનનાં પાંચ કારણે છે–
(૧) મિથ્યાત્વ, (૨) અવિરતિ, (૩) પ્રમાદ, (૪) કષાય અને (૫) ગ.
મિથ્યાત્વ એટલે કે યથાર્થ વસ્તુમાં શ્રદ્ધાને અભાવે કે અયથાર્થ વસ્તુમાં શ્રદ્ધાને કારણે; * અવિરતિ એટલે કે દેથી ને વિરમવાને કારણે, પ્રમાદ એટલે કે મદ, વિષય, કષાય, નિંદ્રા, વિકથા આદિને કારણે; કષાય એટલે કે સગષાદિને કારણે તથા યોગ એટલે કે મન, વાણી તથા કાયાદ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિને કારણે–આ પાંચ કારણોથી છવાત્માઓ કર્મપરમાણુઓને ગ્રહણ કરે છે. એટલા માટે કર્મબંધનનાં કારણભૂત આ પાંચ કારણોને જીવાત્માએ દૂર કરવાં જોઈએ.
રાગ અને દ્વેષનું સ્વરૂપ શું છે એ વિષે આગળ વિવેચન કરી દેવામાં આવ્યું છે. કોઈ પણ વસ્તુનું સ્વરૂપ જાણ્યા બાદ જ વસ્તુને સ્વીકાર કે ત્યાગ કરવામાં આવે છે.
રાગ અને દ્વેષ એ બન્ને કર્મબીજો છે, અને કર્મબીજ એ દુઃખત્પત્તિનું કારણ છે. આ વાત આપણે જાણી શક્યા છીએ તે હવે રાગ અને દ્વેષ કેવી રીતે દૂર થઈ શકે અને રાગ-દ્વેષને દૂર કરવાથી શું લાભ થઈ શકે એ જ અત્રે વિચારવાનું પ્રાપ્ત થાય છે.