SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૬ ]. જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ વ્યાખ્યાન: સંવત ૧૯૯૬ આસો સુદ ૯ શનિવાર. પ્રાર્થના કાકંદી નગરી ભલી હે, શ્રી સુશીલ નૃપાલ, રામા તસુ પટરાયની હે, તસ સુત પરમ કૃપાલ; શ્રી સુવિધિ જિણેસર બંદિએ હે. -વિનયચંદ્રજી કુંભટકૃત ચોવીશી. શા સુવિધિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. આ પ્રાર્થનામાં કહેવામાં આવ્યું છે કે, “સુવિધિનાથ ભગવાન વંદનીય છે એટલા માટે તેમને વંદન કરો.” જે આવરણ આત્માને ઢાંકી રાખે છે તે આવરણોને સુવિધિનાથ ભગવાને નષ્ટ કરી નાંખ્યાં છે અને નિરાવરણ ધર્મને પ્રાપ્ત કર્યો છે એટલા માટે તેઓશ્રી વંદનીય છે. જે વ્યક્તિ કર્યાવરણથી મુક્ત થવા ચાહે છે તે વ્યક્તિ સુવિધિનાથ ભગવાનને અવશ્ય વંદન-નમસ્કાર કરશે. માનો કે એક માણસ બંધનમાં પડેલ છે અને બીજો માણસ બંધનથી મુક્ત થએલે છે. હવે જે માણસ બંધનથી બદ્ધ છે તે માણસ બંધનોથી મુક્ત થવા માટે બંધનમુક્ત વ્યક્તિની જ પ્રાર્થના કરશે. આ જ પ્રમાણે જીવાત્મા તે કર્મબંધનથી બદ્ધ છે અને પરમાત્મા કર્મ બંધનોથી મુક્ત છે. એટલા માટે જે જીવાત્મા કર્મબંધનેથી મુક્ત થવા ચાહે છે તે પરમાત્માની પ્રાર્થના કરે છે અને તેમને વંદન કરી નમ્રભાવે કહે છે કે, “હે પ્રભો ! હું કર્મબંધનથી બદ્ધ છું એટલા માટે મને કર્મબંધનથી મુક્ત કરે.’ પરમાત્મા પ્રત્યે આ પ્રકારની પ્રાર્થને તે જ વ્યક્તિ કરી શકે છે કે જે વ્યક્તિ કર્મબંધનેને જાણે છે અને તેનાથી મુક્ત થવા ચાહે છે. જે વ્યક્તિ કર્મબંધનોને જાણતી જ નથી અથવા તે કર્મબંધનોથી મુક્ત થવા ચાહતી નથી તે વ્યક્તિ આ પ્રકારની પ્રાર્થના કેવી રીતે કરી શકે? સમ્યકત્વ પરાક્રમ-બેલ ૭૧-૭૨-૭૩ મે. હવે કર્મબંધનથી મુક્ત કેવી રીતે થઈ શકાય એ વાત શાસ્ત્રદ્વારા સમજાવું છું-- - કર્મબંધન એ મહાબંધન છે. જીવાત્મા જ્યાં સુધી કર્મબંધનથી બદ્ધ થયેલ હોય છે. ત્યાંસુધી તેને સાચા સુખની પ્રાપ્તિ થઈ શકતી નથી. શાશ્વત સુખ પ્રાપ્ત કરવા માટે જીવાત્માએ કર્મબંધનથી મુક્ત થવું જોઈએ. બંધનમાં દુઃખ અને મુક્તિમાં સુખ રહેલું છે. કર્મબંધનના કારણે જ પ્રાણીઓ અનેક પ્રકારની સાંસારિક દુઃખપરંપરાઓ સહ્યા કરે છે. પ્રાણીઓ જે સુખ દુઃખ વગેરેનો અનુભવ કરે છે તેનું મુખ્ય કારણ શુભાશુભ કર્મ છે. કર્મ એટલે માનસિક, વાચિક અને કાયિક શુભાશુભ વ્યાપાર. પ્રાણીઓ મનથી, વચનથી અને કાયાથી શુભાશુભ પ્રવૃત્તિઓ કરે છે અને એ પ્રવૃત્તિ અનુસાર તેના શુભાશુભ ફળસુખ દુઃખને અનુભવ કરે છે.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy