SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - - - - - * ચાતુર્માસ ] સતી અંજના ચરિત્ર–૨૨ [ ૪૦૫ પવનકુમાર રાજ્ય કરતા હતા ત્યારે વરુણ અને રાવણની વચ્ચે પાછો ઝગડો પેદા થઈ ગયે. વાસુદેવના આધીનસ્થ રાજાઓ તે શાન રહે છે પરંતુ પ્રતિ વાસુદેવના રાજ્યમાં એક પછી એક એમ ઝગડાની પરંપરા ચાલ્યા જ કરે છે. રાવણે વરુણને દબાવવા માટે પિતાની શક્તિનો ઉપયોગ કર્યો પરંતુ તે વરુણને જીતી ન શકો. ત્યારે કેઈએ રાવણને કહ્યું કે, વરુણને જીતવા માટે પવનકુમાર રાજાને સહાયતામાં બોલાવો કારણ કે પહેલાં પણ પવનકુમારે જ વરુણને પરાસ્ત કર્યો હતો. રાવણને પવનકુમારને બોલાવવાની વાત પસંદ પડી. તેણે પવનકુમારને બોલાવવા માટે કહેણ મોકલાવ્યું. પવનકુમાર જે કે ધર્મના જાણકાર હતા પરંતુ સ્વામીની આજ્ઞાનું પાલન કરવું પણ આવશ્યક માનતા હતા. વર્ણનાગ નzઆ શ્રાવક હતો અને બેલે બેલે પારણું કરતો હતો છતાં જ્યારે ચેડા રાજા તરફથી યુદ્ધમાં જવાનું કહેણ આવ્યું ત્યારે તે પારણું કરવા નહિ રોકાતાં સ્વામીની આજ્ઞાનું પાલન કરવા માટે, બે ઉપવાસના ત્રણ ઉપવાસ કરી, યુદ્ધ કરવા ગયો. આ પ્રમાણે પહેલાંના લેકે પિતાને જ સ્વાર્થ ન જોતાં સ્વામીની આજ્ઞાનું પાલન કરવું એ પણ પિતાનું કર્તવ્ય માનતા હતા. રાવણનું કહેણું આવવાથી પવનકુમાર યુદ્ધમાં જવા માટે તૈયાર થયા. હનુમાનને ખબર પડી કે, પિતાજી રાવણ રાજા તરફથી વરુણની સાથે યુદ્ધ કરવા માટે જઈ રહ્યા છે. તેમણે વિચાર્યું કે, મારા હોવા છતાં પિતાએ યુદ્ધમાં જવાની શી જરૂર છે ? પિતા જ્યારે પોતાના પિતાને અટકાવીને પોતે યુદ્ધ કરવા ગયા હતા તેં હું પિતાને યુદ્ધમાં જવા દઉં અને ઘરમાં બેસી રહું એ કેમ બની શકે? આ પ્રમાણે વિચાર કરી હનુમાન પવનકુમારની પાસે જઈ કહેવા લાગ્યા કે, તમે યુદ્ધમાં શા માટે જઈ રહ્યા છો ? જ્યારે હું યુદ્ધમાં જવા માટે ઉપસ્થિત છું ત્યારે તમારે યુદ્ધમાં જવાની શી જરૂર છે? યુદ્ધમાં તે હું જઈશ. હનુમાનનું આ વચન સાંભળી પવનકુમારે કહ્યું કે, બેટા ! હજી તું બહુ નાનો છે. યુદ્ધ કરવા તથા શત્રુઓનાં આઘાત સહેવાને તું હજી યોગ્ય થયો નથી એટલા માટે હું તને આટલી નાની અવસ્થામાં યુદ્ધમાં કેવી રીતે મોકલી શકું ? હનુમાને જવાબમાં કહ્યું કે, તમે મને નાને ન માને. ભલે હું ઉંમરમાં નાને હેઉં પણ મારું પરાક્રમ મોટા માણસથી જરાપણું ઓછું નથી. જે પ્રમાણે અંકુશ નાનું હોય છે છતાં તે મોન્મત્ત હાથીને પણ પિતાના વશમાં કરી શકે છે તે જ પ્રમાણે હું પણ વરુણને વશમાં કરી લઈશ. માટે તમે મને યુદ્ધમાં જવાની આજ્ઞા આપે. . હનુમાનનું કથન સાંભળી પવનકુમારે વિચાર્યું કે, હનુમાન બાલક હોવા છતાં વીર છે. તેનાં વચનામાંથી જ વીરતા ટપકે છે. સિદ્ધાન્તમાં પણ કહ્યું છે કે, વીર અને કાયરનાં વચનો ઉપરથી જ વીરતા અને કાયરતા જણાઈ આવે છે. હવે હનુમાનકુમાર કેવી રીતે યુદ્ધ કરવા માટે જાય છે તે વિષે હવે પછી વિચાર કરવામાં આવશે.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy