SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૪ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ છે? આ પ્રશ્નના જવાબમાં તમે એજ કહેશે કે, જેમણે ત્યાગને આદર્શ ઉપસ્થિત કર્યો છે તેણે જ સારું કામ કર્યું છે. જે વાસ્તવમાં તમને આ વાત સારી લાગતી હોય તે તમે પણ સંતાનની સામે ત્યાગને આદર્શ ઉપસ્થિત કરે. રાજા પ્રલાદ પવનકુમારને રાજપાટ સોંપીને કેતુમતીની સાથે આત્માનું કલ્યાણ કરવા વનમાં ગયા. માતા-પિતા વનમાં ગયા બાદ પવનકુમારે અંજનાને કહ્યું કે, હવે આપણી ઉપર રાજ્યનો કર્તવ્યભાર આવી પડ્યો છે એટલા માટે આપણે હવે શું કરવું જોઈએ? અંજનાએ જવાબ આપ્યો કે, આપણી સમક્ષ માતા-પિતાએ ત્યાગને જે આદર્શ ઉપસ્થિત કર્યો છે તે આદર્શ પ્રમાણે આપણે પણ કઈ દિવસે હનુમાન કુમારને રાજ-પાટ સોંપી આત્મકલ્યાણ કરવું જોઈએ. અંજનાએ આ પ્રમાણે પિતાના હૃદયમાં રહેલી ઉચ્ચ ભાવના વ્યક્ત કરી, પણ એવી ખરાબ ભાવના ન કરી કે માતા-પિતા જંગલમાં ગયા છે એટલા માટે આપણે હવે સ્વતંત્ર થયા છીએ અને તેથી હવે આપણે સ્વતંત્રતાપૂર્વક રહી શકશું. આ પ્રમાણે ખરાબ ભાવના ન ભાવતાં ઉચ્ચ ભાવના ભાવવાને કારણે જ અંજના મહાસતી બની શકી હતી.. પવનકુમાર તથા અંજન હનુમાનને યોગ્ય શિક્ષા આપવા લાગ્યા. અત્રે કોઈ એવો પ્રશ્ન પૂછી શકે કે, પ્રફ્લાદ રાજા પવનકુમારને રાજ-પાટ સોંપીને જંગલમાં ગયા, અને પવનકુમાર હનુમાનને રાજપાટ સોંપીને જવાનો વિચાર કરે છે, તે પહેલેથી જ શા માટે રાજ-પાટનો ત્યાગ કરી સંયમ સ્વીકારતા નથી? આ કથનને ઉત્તર એ છે કે, શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, પુત્રને રાજ્યસન ઉપર સ્થાપિત કર્યા બાદ દીક્ષા લીધી. શાસ્ત્રના આ ઉલ્લેખમાં ઘણું રહસ્ય રહેલું છે. શાસ્ત્રના આ ઉલેખ ઉપરથી એ સ્પષ્ટ જણાય છે કે, સંસારનો ભાર કોઈને સોંપ્યા વિના ઉતારીને ભાગી જવું એમાં બુદ્ધિમત્તા નથી. આમ કરવાથી પોતાના આત્માને તે કલ્યાણ થશે પરંતુ પોતાની ઉપર જે ભાર હતું તેને કોઈને સોંપ્યા વિના ઉતારી ફેંકી દેવાથી બીજા ઉપર તેની શી અસર પડશે? આ વાતને દૃષ્ટિમાં રાખીને જ પોતા ઉપર જે ભાર હોય છે તેની ઉચિત વ્યવસ્થા કર્યા બાદ જ સંયમ લેવામાં આવતા હતા. શાસ્ત્રમાં આ જ આદર્શ ઉલિખિત થએલે જોવામાં આવે છે. આનંદ શ્રાવકે પણ પોતાના કુટુંબ–પરિવારના લોકોને એકત્રિત કરી તથા ભોજન આપીને કહ્યું હતું કે, હવેથી મારા પુત્રને મારા સ્થાન ઉપર મૂકું છું એટલા માટે હવે જે કાંઈ પૂછવું હોય તે મારા પુત્રને પૂછશે. હવે હું મારા પુત્રને મારા સ્થાને મૂકી હું ભગવાન મહાવીરના માર્ગે જાઉં છું. આ પ્રમાણે આનંદ શ્રાવકે આગળ-પાછળની ઉચિત વ્યવસ્થા કર્યા બાદ જ અગ્યાર પ્રતિમા ધારણ કરી હતી. શાસ્ત્રકારે આનંદશ્રાવકના ચરિત્રને આદર્શ બતાવે છે. વ્યક્તિગત વાત જુદી છે પણ સમુચ્ચયરૂપે તે આ જ રાજમાર્ગ છે. શાસ્ત્રમાં બતાવેલા આ રાજમાર્ગ ઉપર જવાના વિચારથી જ પવનકુમાર તથા અંજના પણ હનુમાનને રાજપાટ સપી સંયમથી આત્માનું કલ્યાણ કરવાની શુભ ભાવના ભાવતા હતા. પવનકુમારના આ આદર્શને તમે પણ દૃષ્ટિ સમક્ષ રાખે અને પુત્ર યુગ્ય થતાં જ તેને કર્તવ્યને ભાર સોંપી તમે આત્મ-કલ્યાણ કરવાનો માર્ગ સ્વીકારે તો તેમાં તમારું હિત જ રહેલું છે. તૃષ્ણામાં ફસાઈ જઈ આખરે હાય-ય કરી મરવું એ તે પિતાની સાથે કુટુંબનું પણું અહિત કરવા બરાબર છે.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy