SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - ચાતુર્માસ સતી અંજના ચરિત્ર-૨૨ | [૪૦૩ જીતવા ચાહે છે તે તમે કેવળ બહારથી જ રાગ–દ્વેષને જીતવામાં રહે નહિ પણ અંદરથી પણ રાગદ્વેષને જીતવાનો સક્રિય પ્રયત્ન કરે. જો તમે અંદરથી તેમજ બહારથી રાગદ્વેષને જીતશે તે તમારું આત્મકલ્યાણ અવશ્ય થઈ શકશે. રાગદ્વેષને કેવી રીતે જીતી શકાય છે અને તેને જીતવાથી જીવાત્માને શો લાભ થાય છે અને વિચાર ઘણો લાંબે છે અને અત્યારે સમય ઘણો ઓછો છે, એટલા માટે આ ગહન શાસ્ત્રીય વિષય ઉપર આજે વિશેષ વિચાર ન કરતાં અંજનાએ કેવી રીતે રાગદ્વેષને છતી આત્મકલ્યાણ સાધ્યું એ વિષે હવે કહું છું – સતી અંજના ચરિત્ર-૨૨ અંજનાએ રાગ-દ્વેષને જીત્યો હતો એટલા જ માટે તે સુખ-દુઃખમાં સમભાવ રાખી શકી હતી. કેતુમતી ઉપર અંજનાને ક્રોધ પેદા થાય એ સ્વાભાવિક હતું પરંતુ અંજનાએ ક્રોધ નહિ કરતાં કેતુમતીને ઊલટે ઉપકાર માન્યો. તે કહેતી હતી કે, સાસુએ મારી પરીક્ષા કરી છે. શેરડીની પ્રશંસા ત્યારે જ કરવામાં આવે છે કે જ્યારે તે ઘાણીમાં પીલાવવા છતાં મીઠીજ રહે છે. સેનાની પ્રશંસા પણ ત્યારે જ કરવામાં આવે છે કે જ્યારે તે સેનું તા—–છેટું દ્વારા શુદ્ધ થાય છે. જે પ્રમાણે વિપત્તિઓ સહેવા છતાં પણ સોનું તથા શેરડી પિતાનાં ગુણોને ત્યાગ કરતાં નથી, તે જ પ્રમાણે અંજનાએ પણ વિચાર કર્યો કે, મારે પણ મારાં ગુણોનો ત્યાગ કરવો જોઈએ નહિ. અંજનાના આ વિવેકપૂર્ણ વ્યવહારને પ્રભાવ શું બીજા લેકે ઉપર પડે નહિ હોય ? અંજનાની ઉદારતા જોઈ બધા લેકીએ એ જ વિચાર કર્યો હશે કે, અંજનામાં શક્તિ હોવા છતાં તેણે સાસુ પ્રત્યે ક્ષમા તેમજ ઉદારતાનો જ વ્યવહાર કર્યો. શક્તિ હોવા છતાં ક્ષમા કરવી એજ સાચી ક્ષમા છે. બધાએ પરસ્પર શંકાનું સમાધાન તથા ક્ષમાનું આદાનપ્રદાન કર્યા બાદ કેતુમતીએ પ્રáાદ રાજાને કહ્યું કે, હવે પવનકુમાર દરેક રીતે યોગ્ય બનેલ છે, અંજના પણ યોગ્ય છે અને વિશેષમાં આપણે ત્યાં પૌત્રરત્નની પ્રાપ્તિ પણ થઈ છે. એટલા માટે આપણે હવે સંસારવ્યવહારમાં ફસાએલા રહેવું ન જોઈએ પણ આત્માનું કલ્યાણ કરવું જોઈએ. આપણા ઉપર અત્યારે જે કર્તવ્યભાર છે તે પવનકુમાર તથા અંજનોને સોંપી દઈ આપણે આત્મકલ્યાણમાં સંલગ્ન થવું જોઇએ. પહેલાંના લેકે પુત્ર યોગ્ય થતાં જ પોતાના ગૃહસ્થજીવનને ભાર પુત્રને સોંપી દઈ આત્માનું કલ્યાણ કરવામાં સંલગ્ન થઈ જતા હતા. તેઓ મરણત સુધી અત્યારની માફક સાંસારિક કામોમાં હાય-વાય કરી મરતા ન હતા. તેમના ત્યાગનો પ્રભાવ પોતાનાં સંતાન ઉપર પણ પડતો અને પરિણામે સંતાન પણ એજ ત્યાગના આદર્શને અનુસરતા. પરંતુ અત્યારે તે પુત્ર-પૌત્ર યોગ્ય થવા છતાં લેકે મરણાંત સુધી સાંસારિક કામોમાં ફસ્યા રહે છે અને હાય-વાય કરી મરણને શરણ થાય છે. માતા-પિતાના આ કાર્યનો પ્રભાવ સંતાન ઉપર પણ પડ્યા વગર રહેતું નથી અને પરિણામે સંતાન પણ સાંસારિક કાર્યોમાં કસાઈ રહેવાનું પસંદ કરે છે અને છેવટે તે પણ ખૂરી ઝૂરીને મરે છે. જો માતા-પિતા ત્યાગના આદેશને અનુસરે તે સંતાન પણ ત્યાગનું મહત્ત્વ જાણી ત્યાગને અપનાવશે. એક માણસ સંસારમાં હાય-વાય કરી મરવાનો આદર્શ પિતાનાં સંતાન આગળ ઉપસ્થિત કરે છે અને બીજે માણસ સંતાનની સામે ત્યાગનો આદર્શ ઉપસ્થિત કરે છે. આ બન્નેમાં પિતાનાં સંતાનની આગળ કેણ ઉચ્ચ આદર્શ ઉપસ્થિત કરે
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy