SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ. [અમદાવાદ મમત્વ તે તે ભિખારી ઉપર અનુકંપા કરીને ઊતાર્યું છે પણ તમે સાચી દયાને પરિચય આપ્યો નથી. પેલા મિત્રને આ પ્રમાણે કહી બીજે મિત્ર તે લંગડા ભિખારીને પોતાના ઘેર લઈ ગયો અને લંગડાને યોગ્ય બનાવટી પગ પહેરાવી હેર-ફરતે કરી દીધો અને પછી તેને કેઈ કામ શીખડાવીને એ ગ્ય બનાવી દીધો કે જેથી તેણે પુનઃ ભીખ માંગવી ન પડે. આ ઘટના ઉપરથી તમે વિચાર કરે છે, તે બંને મિત્રોમાંથી કયા મિત્રની અનુકંપા સારી તેમજ ઉચ્ચ છે? આ પ્રશ્નનો એજ નિશ્ચિત ઉત્તર મળશે કે, જેમણે રાગ-દ્વેષને છતવાને વિશેષ પુરુષાર્થ કર્યો છે તેમની જ દયા ઉચ્ચ છે. શાસ્ત્રની દૃષ્ટિએ એકેન્દ્રિય કે પંચેન્દ્રિય પ્રાણીને કાંઈ ભેદ નથી. પરંતુ જેટલા પ્રમાણમાં મોટા પ્રાણીઓની દયા કરવામાં આવશે તેટલા પ્રમાણમાં રાગ-દ્વેષને વિશેષ જીતવો પડશે. કહેવાનો આશય એ છે કે, લેકે ઉપરથી તે રાગ-દ્વેષને જીતવાની વાત કરે છે પરંતુ રાગ-દ્વેષ ઉપર વિજય પ્રાપ્ત થયો છે એમ ત્યારે જ માની શકાય કે જ્યારે સમ્યફજ્ઞાન, દર્શન તથા ચારિત્રની સમ્યફ આરાધના થાય. ઉપરથી તે રાગ-દ્વેષને જીતવાની વાત કહેવી અને અંદરથી ક્રોધ કરે કે બીજાના દ્વેષથી બળવું એ રાગ-દ્વેષ ઉપર વિજય પ્રાપ્તિનું ચિન્હ નથી. જ્યારે આત્મા અંદરથી શાન્ત રહે અને બહારથી પણ શાન રહે ત્યારે સમજવું કે રાગ-દ્વેષ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. એક માણસે ત્રણ માણસને ગાળો ભાંડી. ગાળ સાંભળી એક માણસે વિચાર્યું કે, ગાળ શું છે એજ હું જાણતું નથી. ગાળ આપનાર વાસ્તવમાં મને ગાળ આપતું નથી પણ ઉપદેશ આપે છે. તે મને લુ કહે છે, એટલે મારામાં લુચ્ચાઈ હોય તો મારે તે લુચ્ચાઇને દૂર કરવી જોઈએ. જે મારામાં ખરેખર લુચ્ચાઈ છે અને તે માણસ મારી લુચ્ચાઈની નિદા કરે છે તે એમાં શું ખોટું છે? આ પ્રમાણે વિચાર કરી પેલે માણસ શાન્ત રહ્યો. તેણે પિતાના હૃદયમાં જરાપણ દ્વેષપૂર્ણ વિચાર કર્યો નહિ. બીજા માણસે કહ્યું કે, આ મને ગાળો ભાંડે છે. આ પ્રમાણે કહી તેણે ગાળો આપનારને દંડ આપે. ત્રીજા માણસને ગાળ અસહ્ય તે લાગી પરંતુ તેણે વિચાર્યું કે, ગાળ આપનાર બળવાન છે અને હું નિર્બળ છું એટલા માટે હું તેને કાંઈ કહીશ તે તે મને મારશે. આ ત્રણેય પ્રકારના મનુષ્યોમાંથી તમે કેને સારો અને કોને ખરાબ કહેશે ? આ પ્રશ્નના જવાબમાં તમે કદાચ એમ કહેશે કે, પહેલા માણસે તે પૂર્ણ અહિંસાનું પાલન કર્યું છે અને ગાળના સંબંધમાં રાગદ્વેષને જીતી લીધે છે જ્યારે ત્રીજા માણસે તે અહિંસાને કેવળ ઢોંગ જ બતાવ્યો છે. વાસ્તવમાં તેનામાં અહિંસા નથી. તેણે પ્રકટમાં તો ક્રોધને જીત્યા છે પરંતુ સાચી રીતે નહિ પણ બનાવટી રીતે જીત્યો છે. કારણ કે તેના હૃદયમાં ક્રોધ અને બદલે લેવાની ભાવના છે પરંતુ અશક્તિને કારણે તે ચૂપ રહ્યો છે. આ પ્રકારની અહિંસા કે ક્ષમા તમોગુણી છે. પેલા માણસે જે અહિંસા તથા ક્ષમાને પરિચય આપ્યો હતો તે ક્ષમા અને અહિંસા સત્ત્વગુણુ હતી. - જ્યારે હૃદયમાં રાગદ્વેષ કે ધ પેદા ન થાય પણ અપૂર્વ શાન્તિ રહે છે તે ક્ષમા સત્વગુણ કહેવાય છે. જ્યારે હૃદયમાં સત્વગુણી ક્ષમા રહે ત્યારે જ જીવનમાં સમ્યફજ્ઞાન, દર્શન તથા ચારિત્રની પર્યાયે પેદા થાય છે. એટલા માટે જે તમે સિદ્ધાન્તાનુસાર રાગદ્વેષને
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy