________________
ચાતુર્માસ ]
સમ્યકત્વ પરાક્રમ-બોલ ૭૧ મેં
[ ૪૦૧
જે કામ કરવામાં કષ્ટ સહેવું પડતું નથી તે કામ કરવા માટે લેકે તૈયાર થઈ જાય છે. પરંતુ જે કામ કરવામાં કષ્ટ સહેવાં પડે છે તે કામ કરવા કે તૈયાર થતા નથી. જેમકે એકેન્દ્રિય જીવની રક્ષા કરવી એ પણ શાસ્ત્રસમ્મત છે પરંતુ એકેન્દ્રિય જીવની રક્ષા કરવામાં જેટલે પુરુષાર્થ કરવો પડે છે તેથી ઘણો વધારે પુરુષાર્થ પંચેન્દ્રિય ની રક્ષા કરવા માટે કરવો પડે છે. અને પંચેન્દ્રિયમાં પણ પશુઓની અપેક્ષાએ મનુષ્યની રક્ષા કરવામાં તો સૌથી વધારે પુરુષાર્થ કરવો પડે છે. જીવત્વની દષ્ટિએ તે એકેન્દ્રિય પણ જીવ છે અને પંચેન્દ્રિય પણુ જીવે છે. પરંતુ પંચેન્દ્રિય અને તેમાંય વિશેષતઃ મનુષ્યની રક્ષા કરવામાં રાગ-દ્વેષને અધિક પ્રમાણમાં છત પડે છે. એટલા માટે બધાંય પ્રાણીઓમાં સર્વ પ્રથમ મનુષ્ય રક્ષાપાત્ર છે. પરંતુ આજે તે ઊલટી પદ્ધતિ ચાલી રહી છે. આજે લેકે એકેન્દ્રિય જીવની રક્ષા કરવા માટે તે તૈયાર થઈ જાય છે પણ પંચેન્દ્રિય અને તેમાંય મનુષ્યની રક્ષા કરવા પ્રત્યે ઉપેક્ષા બતાવે છે. એક બકરાને છોડાવીને પાંજરાપોળમાં મોકલી દે એ કામ સરળ છે, એટલા માટે તેની રક્ષા કરવા તે લેકે તૈયાર થઈ જાય છે, પરંતુ મનુષ્યની રક્ષા કરવાના સમયે વિચાર કરે છે. બકરાને તે પાંજરાપોળમાં મેલી દઈ પિતાની જવાબદારીથી મુક્ત થઈ જાય છે. પરંતુ વાસ્તવમાં રાગ-દ્વેષને અધિક પ્રમાણમાં ક્યાં જીતવામાં આવે છે તેને વિચાર કરે. બકરાની રક્ષા કરવામાં રાગ-દ્વેષને વધારે જીતવો પડે છે કે મનુષ્યની રક્ષા કરવામાં રાગ-દ્વેષને વધારે જીતવો પડે છે તેને વિવેક કરો. કદાચ કે મનુષ્ય પ્રતિ દયા બતાવે છે. તો પૈસો-અડધો પૈસો આપીને પોતાની આગળની જવાબદારીથી બચી જાય છે પણ અમારી મનુષ્ય પ્રત્યે જવાબદારી છે તેને ઊંડે વિચાર કરતા નથી. વાસ્તવમાં મનુષ્યની દયા કેવી રીતે કરી શકાય તથા મનુષ્યની દયા કરવામાં પિતા ઉપર કેટલી જવાબદારી રહેલી છે એ વાતને એક સાંભળેલા ઉદાહરણ–દ્વારા વિશેષ સ્પષ્ટ કરું છું -
કહેવામાં આવે છે કે, અમેરિકામાં બે મિત્રો ગિરજાઘર (ઈશુ મંદિર) જઈ રહ્યા હતા. આ ગિરજાઘરની બહાર કેટલાક લૂલાં-લંગ ભિખારીએ પડેલા હતા. એક લંગડાને જોઈ એક મિત્રને તે લંગડા માણસ ઉપર દયા આવી. દયા તે બન્ને મિત્રોના હૃદયમાં પેદા થઈ હતી પરંતુ એક મિત્રે પિતાની દયાને સફળ કરવા માટે ખીસ્સામાંથી થોડા પૈસા કાઢી તે લંગડાને આપી દીધાં. આ જોઈ બીજા મિત્રે પેલા મિત્રને કહ્યું કે, તમે આ લંગડા માણસ ઉપર દયા તો કરી પણ આ તે આખરે ભિખારી જ રહ્યો. તમારા હૃદયમાં દયા પેદા થવા છતાં અને પૈસા આપવા છતાં પણ તે ભિખારીનું ભિખારીપણું મટી શક્યું નહિ!
સાંભળ્યું છે કે, મુંબઈ, કલકત્તા આદિ મોટા શહેરમાં લેકે પ્રાયઃ આંધળાને પૈસા આપે છે, આંખવાળા ભિખારીને ઓછા પૈસા આપે છે. એટલા માટે અનેક ભિખારીઓ પિતાનાં બાળકોની આંખો એટલા જ કારણે ફેડી નાંખે છે કે, જે પોતાના બાળકે આંધળા થઈ જશે તે લેકે તેમને પૈસા આપશે!
- બીજા મિત્રે પેલા પૈસા આપનાર મિત્રને કહ્યું કે, જે વાસ્તવમાં આપણુમાં તે ભિખારીઓ પ્રત્યે અનુકંપા હોય તે આપણે કેવળ પૈસા આપીને જ છૂટા થઈ જવું ન જોઈએ પણ તે ભિખારીનું ભિખારીપણું દૂર કરવા માટે પ્રયત્ન પણ કરવો જોઈએ. તમે પૈસાનું
૫૧
-