________________
૪૦૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અમદાવાદ
- અર્થાત હે ભગવાન! રાગદ્વેષ તથા મિથ્યાદર્શન ઉપર વિજય મેળવવાથી જીવાત્માને શો લાભ થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં મહાવીર ભગવાને ફરમાવ્યું કે -
पिज्जदोसमिच्छादसणविजएणं नाणदंसणचरित्ताराहणयाए अब्भुढेइ अट्ठविहस्सकम्मस्स कम्मगण्ठिविमोयणयाए तप्पढमयाए जहाणुपुवीए अट्ठवीसविहं मोहणिजं कम्मं उग्घाएइ, पञ्चविहं नाणावरणिज्ज नवविहं दंसणावरणिज्जं पंचविहं अन्तराइयं, एए तिनि वि कम्मसे जुगवं खवेइ, तओ पच्छा अणुत्तरं कसिणं पडिपुण्णं निरावरणं वितिमिरं विसुद्धं लोगालोगप्पभावं केवलवरनाण दसणं समुप्पाडेइ; जाव सजोगी भवइ, ताव इरियावहियं कम्मं निबंध मुहफरिसं दुसमयठिइयं, तं पढमसमए बद्धं, बिइयसमये वेइयं तइयसमये निजिण्णं, तं बद्धं पुढे उदीरियं वेइयं निजिण्णं सेयाले य अकम्मं यावि મવરૂ છે ૭૨ .
અર્થાત-હે ગૌતમ ! રાગ-દ્વેષ તથા મિથ્યાદર્શનને જીતવાથી સર્વપ્રથમ તે જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધનામાં તે જીવાત્મા ઉદ્યમી બને છે, અને પછી આઠ પ્રકારનાં કર્મોની ગાંઠથી મૂકાવા માટે ક્રમપૂર્વક અઠ્ઠાવીસ પ્રકારનાં મેહનીય કર્મોને ક્ષય કરે છે. અને ત્યારબાદ પાંચ પ્રકારનું જ્ઞાનાવરણીય કર્મ, નવ પ્રકારનું દર્શનાવરણીય કર્મ અને પાંચ પ્રકારનું અંતરાય ? કર્મ એ ત્રણેય કર્મો એકી સાથે ખપાવે છે અને ત્યારબાદ શ્રેણ, સંપૂર્ણ, આવરણ રહિત, અંધકાર રહિત, વિશુદ્ધ અને કાલેકમાં પ્રકાશિત એવાં કેવળજ્ઞાન તથા કેવળદર્શનને પામે છે. કેવળજ્ઞાની તથા કેવળદશની થયા પછી જ્યાંસુધી સયોગી હોય છે ત્યાં સુધી ઈપથિક કર્મ બાંધે છે. તે કર્મને સ્પર્શ માત્ર બે સમયની સ્થિતિવાળો અને સુખકર હોય છે. તે કર્મ પહેલે સમયે બંધાય છે, બીજે સમયે વેદાય છે અને ત્રીજે સમયે નષ્ટ થાય છે. પહેલે સમયે (ક્ષણે) તે કર્મ બંધાયું, બીજે સમયે વેદાયું અને ત્રીજે સમયે છેવટે નષ્ટ થયું, એટલે થે સમયે તે તે જીવાત્મા કમરહિત થાય છે.
શાસ્ત્રમાં કહ્યું છે કે, શો ય હોતો વિ ચ મૂવીચં–અર્થાત રાગ અને દ્વેષ એ બને કર્મબીજ છે. સંસારમાંથી મુક્ત થવા માટે આ કર્મબીજને દગ્ધ કરી નાંખવા આવશ્યક છે. શ્રેષને છત જેટલો મુશ્કેલ છે તેથી વિશેષ રાગને જીતવો મુશ્કેલ છે. જ્ઞાન, દર્શન તથા ચારિત્રની સમ્યક્ આરાધના કરવામાં રાગ-દ્વેષ તથા મિથ્યાત્વ એ ત્રણેય બાધકભૂત છે. અત્રે રાગ-દ્વેષ તથા મિથ્યાત્વને એક સાથે બતાવીને કારણ-કાર્યભાવનો સંબંધ પણ બતાવવામાં આવેલ છે.
રાગ-દ્વેષને બાહ્યદષ્ટિએ જીતી લેવા માત્રથી કાંઈ રાગ-દ્વેષ ઉપર વિજય પ્રાપ્ત થયો છે એમ કહી શકાય નહિ. જ્યારે સમ્યક્ જ્ઞાન, દર્શન તથા ચારિત્રની સમ્યક્ આરાધના થાય ત્યારે જ સમજવું કે રાગ-દ્વેષ ઉપર વિજય પ્રાપ્ત થયેલ છે. જે સમ્યક્ જ્ઞાન, દર્શન તથા ચારિત્રની બરાબર આરાધના ન થાય તે રાગ-દ્વેષ તથા મિથ્યાત્વને કેવળ લેકને બતાવવા માટે જ જીતવામાં આવેલ છે પરંતુ વાસ્તવમાં તે ઉપર વિજય પ્રાપ્ત કરવામાં આવ્યો નથી.