SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] સમ્યકત્વ પરાક્રમ–બેલ ૭૧ મેં [ ૩૯ શ્યકતા છે પણ ધનના સ્વામી બનવું એ તે પરમાત્માની કૃપા વિના બની શકે નહિ. જ્યારે પરમાત્માની કૃપા થશે ત્યારે આત્મા સંસારની વસ્તુને ગુલામ થઈને રહેશે નહિ પણ બધાને સ્વામી બનીને રહેશે. જ્યારે વરતુઓના દાસત્વમાંથી મુક્ત થવાય અને વસ્તુ ઉપર સ્વામિત્વ પ્રાપ્ત થાય ત્યારે જ એમ સમજવું કે, મેં પરમાત્માની સાચી પ્રાર્થના કરી છે અથવા પરમાત્માની મારા ઉપર કૃપા ઉતરી છે. સંસારની વસ્તુઓની ગુલામીમાંથી જ્યારે મુક્ત થવાય છે ત્યારે જ આત્માનું કલ્યાણ થઈ શકે છે. આથી વિરુદ્ધ જે આત્મા સંસારની વસ્તુઓનો દાસ બનતું જાય, તે આ દાસત્વને પરિણામે આત્માનું એટલું બધું પતન થાય છે કે તે જ્યાં એક શરીરમાં અનંત જીવ પેદા થાય છે એવી નિગોદની સ્થિતિને પ્રાપ્ત થાય છે. આત્માને આ દુઃખદ સ્થિતિ પુદ્ગલેની ગુલામીને કારણે જ પ્રાપ્ત થાય છે. જે આત્માને આ દુઃખદ સ્થિતિમાં જતાં બચાવે હોય અને પુદ્ગલેની ગુલામીમાંથી મુક્ત કરી સ્વતંત્ર બનાવવો હોય તે તેનો એક જ ઉપાય છે કે તમે ઈન્દ્રિયોને વશમાં કરે અને પ્રકૃતિને છતે. જે પ્રકૃતિ તથા ઇન્દ્રિયને વશમાં રહેશે તે વરતુઓને પણ ગુલામ બન્ય રહેશે પણ જેઓ પ્રકૃતિ તથા ઈન્દ્રિયોને વશમાં રાખે છે તેઓ વસ્તુના ગુલામ બનતા નથી પણ સ્વતંત્ર બને છે. આત્માને સ્વતંત્ર બનાવવા માટે જ પરમાત્માની પ્રાર્થના કરવામાં આવે છે. હવે આત્મા સ્વતંત્ર કેવી રીતે બની શકે એ વાત શાસ્ત્રદ્વારા સમજાવું છું – સમ્યકત્વ પરાક્રમ–બેલ ૭૧ આત્માને સ્વતંત્ર બનાવવા માટે જ સમ્યકૃત્વમાં પરાક્રમ કરવા વિષે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. સમ્યફવમાં પુરુષાર્થ કરવો તે જ સાચો પુરુષાર્થ છે. પરાક્રમ, શક્તિ–સામર્થ્ય કે પુરુષાર્થ તો પ્રત્યેક જીવાત્મામાં રહેલાં છે, પરંતુ વિશ્વમાં તેને ઉપગ જુદી જુદી રીતે, જુદા જુદા રૂપે થતો હોય એમ જોવામાં આવે છે. જે શસ્ત્ર અન્ય ઉપર ન વાપરતાં પિતા ઉપર જ વાપરે છે તે શર ન ગણતાં મૂખમાં ખપે છે. તે જ પ્રમાણે પ્રાપ્ત થએલાં તરવાનાં સાધનોથી જે પોતાની મેળે સંસારમાં ડૂબે છે તે બાલજીવ કહેવાય છે. - જ્યારે આ બાલભાવ મટે છે ત્યારે સાથે સાથે તેની દૃષ્ટિ પણ પલટાય છે. આ દષ્ટિને જેનદર્શન સમકિત-દષ્ટિ કહે છે. આ દૃષ્ટિ પામ્યા પછી જે પુરુષાર્થ થાય છે તે જ સાચો પુરુષાર્થ છે. જીવનને સાચે પુરુષાર્થ ફેરવવા માટે શાસ્ત્રકારોએ સમ્યક્ત્વ–પરાક્રમ નામના અધ્યયનમાં ૭૩ ઉપાય બતાવવામાં આવેલ છે. આ ૭૩ ઉપાયોમાંથી ૭૦ ઉપાયો વિષે તો વિસ્તૃત વિવેચન કરવામાં આવેલ છે. ૬૭ થી ૭૦ સુધીના બોલમાં કષાયને ત્યાગ કરવા વિષે કહેવામાં આવેલ છે. કષાયનો ત્યાગ, રાગદ્વેષ તથા મિથ્યાત્વને ત્યાગ કરવામાં આવે નહિ ત્યાં સુધી થઈ શકે નહિ. એટલા માટે હવે ગૌતમ સ્વામી રાગદ્વેષ-મિથ્યાત્વના ત્યાગ વિષે મહાવીર ભગવાનને પ્રશ્ન પૂછે છે કે એલ ૭૧ મે (७१) पिज्जदोसमिच्छादसणविजएणं भंते ! जीवे किं जणयइ ?
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy