SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૮] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ વ્યાખ્યાન : સંવત ૧૯૯૬ આસે શુદ ૭ ગુરૂવાર પ્રાર્થના પ્રતિષ્ઠસેન” નરેશ્વર સુત, “પૃથ્વી” તુમ મહતારી; સુગણુ નેહી સાહબ સાચે, સેવકને સુખકારી, શ્રી જિનરાજ સુપાસ પૂર, આશ હમારી. શ્રી. ૧ -વિનયચંદ્રજી કુંભટ વીશી. સુપાર્શ્વનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. આ પ્રાર્થનામાં ભક્ત આત્માએ પરમાત્માને નમ્ર વિનંતી કરેલ છે કે, હે પ્રભો ! મારી આશાની પૂર્તિ કરે. સંસારમાં પિતાની આશા પૂરી કરાવવા કાણુ ચાહતું નથી ? બધાય લકે એજ ચાહે છે. છતાં કઈ બીજા પાસે આશાની પૂર્તિ નહિ કરાવતાં પરમાત્મા પ્રત્યે જ આશાની પૂર્તિ કરાવનારી પ્રાર્થના શા માટે કરવામાં આવી છે? આ પ્રશ્નનો ઉત્તર એજ આપી શકાય કે, જ્યારે ભક્તોની આશા બીજા કેઈ દ્વારા પૂરી ન થઈ ત્યારે જ તેઓ પરમાત્મા પાસે આશાની પૂર્તિ કરાવવા માટે પ્રાર્થના કરે છે. ' ભક્તજન કહે છે કે, સંસારમાં પરમાત્મા સિવાય એવી બીજી કોઈ વ્યક્તિ નથી કે જે મારી આશાની પૂર્તિ કરે. હું જેમને જોઉં છું તેઓ પોતે જ આશાવંત થઈ પિતાની આશાની પૂર્તિ કરાવવા ચાહે છે. આવી અવસ્થામાં તેઓ મારી આશાની પૂર્તિ કેવી રીતે કરી શકે? તેઓ તે પિતાની જ આશાને પૂરી કરવામાં પ્રવૃત્ત રહે છે. જેમનામાં હવે કોઈ પ્રકારની આશા જ રહેવા પામી નથી એવા આશા રહિત તો કેવળ પરમાત્મા જ છે. પરમાત્માદ્વારા જ મારી આશાની પૂર્તિ થઈ શકે એમ છે એટલાજ માટે હું પરમાત્માને આશાની પૂર્તિ કરવા માટે નમ્ર પ્રાર્થના કરું છું. આ સિવાય જે વૃક્ષ જેવાં ફળ આપે છે તે વૃક્ષ પાસેથી તેવાંજ ફળની આશા રાખી શકાય. જે પ્રમાણે આંબાના વૃક્ષમાંથી આમ્રફળની જ આશા રાખી શકાય, પણ જે આંબાના વૃક્ષમાંથી લીંબુ-ફળ ચાહિએ અને લીંબુના વૃક્ષમાંથી આંબાનું ફળ ચાહિએ તે ઈચ્છિત ફળ પ્રાપ્ત થઈ શકે નહિ, પરંતુ કપવૃક્ષ જ એવું હોય છે કે જેમાંથી ઈચ્છિત ફળની પ્રાપ્તિ થઈ શકે છે અને એટલાજ માટે વૃક્ષોમાં કલ્પવૃક્ષ સર્વોત્કૃષ્ટ છે. આ જ પ્રમાણે રત્નમાં પણ ચિન્તામણિરત્ન ચિંતા દૂર કરતું હોવાને કારણે સર્વોત્કૃષ્ટ છે. પરમાત્મા પણ કલ્પવૃક્ષ કે ચિંતામણિ રત્ન સમાન હોવાથી તેમની પાસે દરેક પ્રકારની આશાની પૂર્તિ થઈ શકે છે એટલાજ માટે આ પ્રાર્થનામાં પણ કહ્યું છે કે ધર્મ કામ ધન મોક્ષ ઈત્યાદિક મનવાંછિત સુખ પૂરે.” આ પ્રાર્થનામાં પરમાત્મા પાસેથી ધર્મ અને મોક્ષની સાથે ધનની પણ આશા કરવામાં આવી છે. પરંતુ એક ધન તો એવું હોય છે કે જે ધનના દાસ બનીને ચાહવામાં આવે છે અને બીજું ધનના સ્વામી બનીને ચાહવામાં આવે છે. ધનના સ્વામી બનવાની આવ
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy