SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] સતી અંજના ચરિત્ર-૨૧ [૩૯૭ જવા માટે કહ્યું. પવનકુમારે વિચાર્યું કે, પિતાનું ઘર એજ મારું ઘર છે, એટલા માટે પિતાને ઘેર ન જતાં શ્વસુરને ઘેર જવું એ અનુચિત છે. સાસરે ગમે તેટલે આદર-સત્કાર કરવામાં આવતો હોય તો પણ આખરે તે પોતાના જ ઘેર જવું પડે છે. એટલા માટે પિતાના ઘેર જવું એજ ઠીક છે. પવનકુમાર તથા અંજના, હનુમાનકુમાર તથા વસંતમાલા સહિત પ્રáાદ રાજાની સાથે પિતાના ઘેર જવા માટે રવાના થયા. રાજા સૂરસેને વિચાર્યું કે, જો કે, રાજા મહેન્દ્રની સાથે મારે સીધો સંબંધ છે, છતાં પવનકુમાર પોતાના ઘેર જાય એ જ મને યોગ્ય જણાય છે, એટલા માટે પવનકુમારને એમ કહી શકું નહિ કે તમે મહેન્દ્ર રાજાને ત્યાં જાઓ. આ પ્રમાણે વિચાર કરી શરસેને પવનકુમાર આદિને પ્રસન્નતાપૂર્વક વિદાય આપી. રાજા પ્રહૂલાદ, પવનકુમાર આદિને પ્રસન્નતાપૂર્વક સાથે લઈ પિતાના ઘેર જવા માટે નીકળ્યા. પિતાના નગરની બહાર કેતુમતીએ બધાનું સ્વાગત કર્યું અને પછી પવનકુમારને સંબોધીને કહ્યું કે, બેટા ! હું તને ભૂલી ગઈ હતી પણ મારા સદ્દભાગ્યે તું મને ભૂલી ગયો ન હતો. મેં તારા આવવાની રાહ ન જોતાં અંજનાને ઘર બહાર કાઢી મૂકી. આ પ્રમાણે તુમતી પવનકુમારને કહી રહી હતી એટલામાં અંજના કેતુમતી પાસે આવી પગે પડી. કેતુમતી અંજનાને કહેવા લાગી કે, મેં તમને ઘણાં જ કષ્ટ આપ્યાં છે, તમે મને ઘણું કહ્યું હતું પણ મેં તમારી એકેય વાત માની નહિ. આમ છતાં તમે મને છોડી નહિ એ તમારી ઉદારતા જ છે. તમારામાં ઘણું ગુણ રહેલાં છે. જે પ્રમાણે નૌકા સમુદ્રમાંથી તારે છે તેજ પ્રમાણે તમારી ગુણનૌકાએ અમને બધાને તાર્યા છે. આ પ્રમાણે કહેતાં કેતુમતીની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. અંજનાએ કેતુમતીને આશ્વાસન આપતાં કહ્યું કે, તમે કઈ પ્રકારનો ખેદ ન કરે. જે અંજના ચાહત તે તે વખતે ગર્વ કરી શકતી હતી અને સાસુને ઉપાલંભ પણ આપી શકતી હતી, પરંતુ અંજને વિચારશીલા હતી એટલા માટે તેણે એમ જ કહ્યું કે, તમારી મારા ઉપર બહુ કૃપા હતી, એટલા જ માટે તમે મારું કહેવું ત્યારે માન્યું ન હતું. જો તમે ત્યારે મારું કહ્યું માની લીધું હોત અને મને ઘર બહાર કાઢી ન હેત તે આજે આ આનંદ પ્રાપ્ત થઈ શકત નહિ! મારી જે પ્રશંસા થઈ છે તે પણ તમારી કૃપાનું જ પરિણામ છે. કેતુમતી પહેલાં એમ વિચારતી હતી કે, બધા લેક અંજનાના પક્ષમાં છે એટલા માટે અંજના હવે વૈરને બદલે લેશે; પરંતુ અંજનાનું નમ્રતાપૂર્ણ વચન સાંભળી કેતુમતી સમજી ગઈ કે, અંજના પિતાની શક્તિથી બીજાને દુઃખ આપવા ચાહતી નથી. અંજનાની માફક તમે પણ હૃદયમાં ઉદારતા રાખે અને તમારી શક્તિનો ઉપયોગ બીજાને પતિત કરવામાં ન કરતાં બીજાનું ઉત્થાન કરવામાં કરે. આનું જ નામ ધર્મ છે. આત્મા અજર-અમર છે એ વાતને ઊંડો વિચાર કરી આ પ્રકારના ધર્મને હૃદયમાં સ્થાન આપે અને પરમાત્માનું બરાબર નામ-સંકીર્તન કરે તો તેમાં કલ્યાણ જ રહેલું છે.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy