SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ કમ ર -- * - *કી ** ** ૩૯૬ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ બધાને પરમાત્માનું નામ સંકીર્તન કરવાને ઉપદેશ આપું છું. પરંતુ જ્યાં સુધી તમારા આત્મામાં જાગૃતિ ન આવે ત્યાં સુધી મારે કેવળ ઉપદેશ શું અસર કરી શકે? જ્યારે જમીનમાં બીજા પણ કરવામાં આવ્યું અને ત્યારે વરસાદ વરસે તે બીજ ઊગી શકે, પરંતુ જે બીજ જ વાવ્યું ન હોય તો એ દશામાં વરસાદ વરસે તે પણ તે વરસાદથી શું લાભ થઈ શકે? એટલા માટે મારે તમને એજ કહેવાનું છે કે, તમારા અંતરાત્મામાં પરમાત્માનું નામ સંકીર્તન કરવાની જાગૃતિ પેદા કરે. જો તમે તેમને ત્યાગ કરી પરમાત્માનું નામ સંકીર્તન કરશે તે એ દિશામાં તમારા આત્માનું કલ્યાણ થયા વગર રહેશે નહિ. હવે આત્માનું કલ્યાણ કરવા માટે શું કરવું જોઈએ તે વાત અંજનાની ચરિત્રક્યાદ્વારા સમજાવું છું – સતી અંજના ચરિત્ર-૨૧ . . અંજના અને પવનકુમારે ધર્મનું પાલન કર્યું હતું એટલા જ માટે આપણે તેમની પ્રશંસા કરીએ છીએ. રામની પ્રશંસા અને રાવણની નિંદા શા માટે કરવામાં આવે છે? એટલા જ માટે કે રામમાં તો ધર્મ અને ન્યાય હતો અને રાવણમાં ધર્મ તેમજ ન્યાય ન હતો. આ ઉપરથી એ સિદ્ધ થાય છે કે વાસ્તવમાં વ્યક્તિ કરતાં ધર્મ તેમજ ન્યાય આદિ ગુણ જ પ્રશંસાપાત્ર છે. એટલા માટે પ્રત્યેક આત્મહિતેચ્છુ વ્યક્તિએ ધર્મ તેમજ ન્યાયને હૃદયમાં સ્થાન આપવું જોઈએ. તમે કઈ દિવસ એવો વિચાર ન કરે કે, અમે ધર્મ તથા ન્યાયને અપનાવ્યાં છે છતાં અમારી કોઈ પ્રશંસા કરતું નથી ! આ દુનિયામાં ભલે કોઈ તમારી પ્રશંસા ન કરે પણ પરમાત્માને ત્યાં તો એકે એક પરમાણુનો હિસાબ રહે છે. એટલા માટે આ સંસારમાં અમને કેાઈ ગણતું નથી એમ માની હતોત્સાહ થઈ જવું ન જોઈએ પણુ પરમાત્માને ત્યાં અમારી ગણના છે એમ માની ધર્મ તેમજ ન્યાયને હૃદયમાં સ્થાન આપવાને ઉત્સાહપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ. અંજના અને પવનકુમારને પરમાત્મા ઉપર વિશ્વાસ હતો અને એ કારણે જ તેઓ બને પોતપોતાના ધર્મનું પાલન કરી શકયા હતા. પરમાત્મા સર્વજ્ઞ છે એમ માનવાથી ધર્મનું પાલન તાપૂર્વક થઈ શકે છે. જે પ્રમાણે સાચે નેકર સ્વામીની અનુપસ્થિતિમાં પણ બધાં કામો બરાબર કરે છે તેજ પ્રમાણે સાચે ભક્ત પણ એમ જ વિચારે છે કે, બીજો કોઈ મને જુએ અથવા ન જુએ, પરમાત્મા તે બધી જગ્યાએ જુએ જ છે. મશીન જોવામાં આવે કે ન આવે પણ તે તો પોતાનું કામ બરાબર કર્યો જ જાય છે. જ્યારે જડ મશીન પણ આ પ્રમાણે નિયમિત કામ કરે છે તે પછી આપણે ચૈતન્ય થઈને જડ મશીનની માફક પણ નિયમિત કામ નહિ કરીએ ? અર્થાત કાઈ જુએ ત્યારે ધર્મનું પાલન કરીએ અને કઈ ન જુએ તો ધર્મનું પાલન નહિ કરીએ ? સાચા ભક્તને માટે તે દરેક ક્ષણે ધર્મ તથા ન્યાયનું આચરણ કરવાનું જ કહેવામાં આવ્યું છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે – से दिवा वा राओ वा एगओ वा परिसागओ वा सुत्ते वा जागरमाणे वा। અર્થાત-દિવસે કે રાત્રે, એકલા કે બધાની સાથે, સુતાં કે જાગતાં જે ધર્મનું સમાનરૂપે પાલન કરે છે તે જ સાચો સાધુ અથવા ભક્ત છે. પવનકુમારને રાજા મહેન્દ્ર પિતાને ત્યાં આવવા આગ્રહ કર્યો અને રાજા પ્રહૂલાદે ઘેર
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy