SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] સમ્યક્ત્વ પરાક્રમ-૭૦ મે બેલ [ ૩લ્પ તમને કેઈ સે રૂપિયા આપે અને કહે કે, તમે ભગવાન મહાવીરને ગાળ આપે તે શું તમે ભગવાનને ગાળ આપશે ? નહિ. તમને રૂપિયાની આવશ્યકતા છે છતાં તમે ભગવાનને રૂપિયા લઈ ગાળ આપશે નહિ. આમ કરવાનું કારણ માત્ર એ જ છે કે, તમે સો રૂપિયાનો લોભ ભગવાનને માટે જીત્યો છે. જે પ્રમાણે તમે સો રૂપિયાનો લેભ છોડો છો તે જ પ્રમાણે હજાર રૂપિયાનો લેભ પણ તજનાર મળી આવશે. આ જ પ્રમાણે જે મહાન લેભને જીતી લે છે તે જ નામસંકીર્તનનો લાભ પ્રાપ્ત કરી શકે છે. પરંતુ જે લેભને જીતતો નથી તે નામસંકીર્તનનો લાભ પણ તુચ્છ વસ્તુના બદલામાં ગુમાવી દે છે. અરણક શ્રાવકને દેવે માટીના ઢેફામાં કુંડળની બે જોડ મેળવીને આપી હતી, છતાં તે શ્રાવકે તે કુંડલિની જડને પિતાની પાસે રાખી નહિ. કારણ કે તેમણે પરિગ્રહ રાખવાની જે મર્યાદા બાંધી હતી તે મર્યાદાથી વધારે હતી. જે તેમણે લોભને જીત્યા ન હતા તે શું તેઓ મર્યાદામાં સ્થિર રહી શકત ? જે વ્યક્તિ પિતાની વસ્તુને અમૂલ્ય માની પુદ્ગલના મેહમાં પડતી નથી તે જ વ્યક્તિ પિતાની વસ્તુની રક્ષા કરી શકે છે. આ જ પ્રમાણે પરમાત્માના નામસંકીર્તનના ફળની રક્ષા પણ તે જ કરી શકે છે કે જે નામસંકીર્તનના બદલામાં સંસારની કોઈ પણ ચીજ ચાહતો નથી. આ ઉપરથી તમારામાંથી કોઈ એમ કહે કે, પરમાત્માના નામસંકીર્તન કરવાના બદલામાં સાંસારિક પદાર્થોની ઈચ્છા અમે ક્યાં કરીએ છીએ ? આ પ્રમાણે કહેનારને એજ ઉત્તર આપી શકાય કે, અનેક લેકે અમારી પાસે આવે છે અને કહે છે કે, અમારે અમુક કામને માટે જવું છે, એટલા માટે અમારે માંગલિક સાંભળવું છે. જો કે સાધુને કોઈપણ સમયે માંગલિક સંભળાવવામાં કાંઇપણ વધે નથી, પરંતુ માંગલિક સાંભળનારની શી ભાવના છે તે જુઓ. તેઓ તો માંગલિક સાંભળીને પિતાના સાંસારિક કાર્યની સફળતા જ ચાહે છે. પણ આ પ્રમાણે સાંસારિક પદાર્થો પ્રત્યે મમત્વ રાખી માંગલિક સાંભળવામાં આવે તો આ માંગલિક-શ્રવણ પણ પરમાત્માના નામસંકીર્તનને સાંસારિક પદાર્થોના બદલામાં વેચવા બરાબર છે. એટલા માટે આત્માને નિર્મળ રાખવો જોઈએ અને સાંસારિક પદાર્થોની ઈચ્છા હોય તે તે ઈચ્છાને દબાવવી જોઈએ. આપણને આત્માનું કલ્યાણ કરવાને આ સુયોગ પ્રાપ્ત થયો છે. તે આ સુયોગને વ્યર્થ જવા ન દેતાં પરમાત્માનું નામ સંકીર્તન કરી આત્મહિત સાધવું જોઈએ. પરમાત્માના નામ–સંકીર્તનનું મહત્ત્વ કાંઈ ઓછું નથી. શાસ્ત્રમાં तहारूवाणं अरिहंताणं भगवन्ताणं नामगोयं समणियाए महाफलं । અર્થાતતથારૂપ અરિહંત ભગવાનનાં નામ-ગેત્રનું સ્મરણ કરવાથી મહાફળ પ્રાપ્ત થાય છે. આ મહાફળની પ્રાપ્તિ સરળતાપૂર્વક થઈ શકે છે, પરંતુ લકે પરમાત્માનું નામસ્મરણ નહિ કરતાં વ્યર્થ કામોમાં સમયનો દુરુપયોગ કરે છે. જેમકે રેલ્વેમાં બેસી લેકે એક ગામથી બીજે ગામ જાય છે ત્યારે લેકોને ટ્રેનમાં ખાસ કામ હોતું નથી છતાં લેકે શું એ સમયને પરમાત્માનું નામસ્મરણ કરવામાં સદુપયોગ કરે છે? જો તે સમયે પરમાભાનું નામસ્મરણ કરવામાં આવે તો શું તેમને કાંઈ હાનિ થવાની હતી ? જે નહિ, તે પછી પરમાત્માનું નામસ્મરણ નહિ કરવાનું કારણ કેવળ તેમનું દુર્લક્ષ જ છે. હું તમને
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy