________________
૩૯૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
एकोप्पि णमुक्कारो जिनवरवसहस्स वद्धमाणस्स । संसार - सायराओ तारई नरे वा नारिओ वा ॥
[ અમદાવાદ
પરમાત્માને કરવામાં આવેલ એક નમસ્કાર પણ જ્યારે આત્માને સંસાર–સાગરથી પાર કરી દે છે તેા પછી એક નદીને પાર કરાવી દે તે તેમાં શું આશ્ચર્ય ? એટલા માટે સંસારસમુદ્રને પાર કરવા માટે પરમાત્માના શરણે જવું જોઈએ. પરમાત્માના શરણે જવામાં આત્માનું કલ્યાણ અવશ્ય થાય છે,
આજે કેવળ કહેવાના જ જમાને રહ્યો નથી. આજે તે કાર્ય કરી બતાવવાને સમય આવ્યેા છે. એટલા માટે તમે કેવળ સાંભળવામાં અથવા કહેવામાં ન રહેતાં આત્માનું કલ્યાણુ થાય એવાં કાર્યાં કરવામાં તત્પર રહે. પૂજ્યશ્રી શ્રીલાલજી મહારાજ કહ્યા કરતા હતા કે, આપણા શરીરને નષ્ટ કરવા માટે તે એક સૂઈની જ આવશ્યકતા રહે છે પરંતુ ખીજાનું શરીર નષ્ટ કરવા માટે તલવાર, બંદૂક આદિ મેટાં શસ્ત્રોની આવશ્યકતા રહે છે. આજ પ્રમાણે ખીજાને ઉપદેશ આપવો હેાય ત્યારે તે હેતુ-દૃષ્ટાન્તાદિની આવશ્યકતા રહે છે પરંતુ જ્યારે પેાતાના જ આત્માનું કલ્યાણ કરવાનું હોય ત્યારે વધારે કહેવાની આવશ્યકતા રહેતી નથી, પરંતુ આત્માને સરળ બનાવી આત્માનું કલ્યાણ થાય એવું અનુષ્ઠાન કરવાની જ આવશ્યકતા રહે છે.
અત્રે એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે, જ્યારે પરમાત્માના નામસકીનથી જ આત્માનું કલ્યાણ થઈ શકે છે તેા પછી લાભને જીતવા વિષે ભગવાનને શા માટે પ્રશ્ન પૂછવામાં આવ્ય છે? આ પ્રશ્નના ઉત્તર એ છે કે, લાભને જીતવાથી જ પરમાત્માના નામનું સાચી રીતે સકી'ન થઈ શકે છે. જે લેાકેા લાભમાં પડેલા છે તે લેાકેા પરમાત્માના નામનું સકીન કરતાં કરતાં ખીજા પ્રક્ષેાભનેામાં ફસાઈ જાય છે અને તુચ્છ વસ્તુને બદલે મહાન વસ્તુને ત્યાગ કરી દે છે. જે પ્રમાણે મૂર્ખ માણસ થાડા જ લાભ માટે કીંમતી વસ્તુને ત્યાગ કરી દે છે, તે જ પ્રમાણે અનેક લેાકેા નવ નિયાણામાંથી કાર્ય પ્રકારના નિયાણા દ્વારા પોતાની ધર્મકરણીને વેચી દે છે. પરંતુ જ્યારે લાભને જીતવામાં આવશે ત્યારે આ પ્રકારની ભૂલ થવા નહિ પામે. લેાભને જીત્યા બાદ મહાપરિશ્રમે પ્રાપ્ત કરેલી વસ્તુ વ્યર્થ નષ્ટ કરવામાં નહિ આવે.
માતા કે, કાઈ માણસને ખાણ ખેાદતી વખતે એક કીંમતી હીરા મળ્યા. હવે કાઈ ખીજો માણસ પે'લા માણસને કહે કે, મને આ હીરા આપી દે, હું તને બદલામાં પાંચશેર મીઠાઈ આપું છું. જે માણસ પાસે હીરા છે તેને ભૂખ પણ લાગી છે છતાં શું તે માણસ મીઠાઈના બદલામાં તે હીરા આપી દેશે? આ પ્રશ્નને જવાબ નકારમાં જ મળશે. તે માણસ એમજ વિચારશે કે, મારે। આ હીરા કીંમતી છે. આ કીંમતી હીરાને સાધારણ મીઠાઈના બદલામાં કેવી રીતે આપી શકું? રત્નને કીંમતી સમજવા છતાં પણ જો મીઠાઈના બદલામાં રત્ન આપી દે તે તેને મૂર્ખ સિવાય બીજું શું કહી શકાય ? આ જ પ્રમાણે નામ સકીનરૂપી રત્નને તુચ્છ વસ્તુના બદલામાં આપી દેવું એ પણ મૂખ'તા જ છે. જે લેાકા ભગવાનના નામસકીનને કીંમતી માનીને સંસારના કાઈપણ પદાર્થીની સાથે તેની અદલાબદલી નહિ કરે, તેઓ જ તેના મહાન ફળને પ્રાપ્ત કરી શકે છે. પરંતુ આ મહાન્ ફળ ત્યારે જ પ્રાપ્ત થઈ શકે છે કે જ્યારે લાભને જીતવામાં આવે છે. આ પ્રમાણે લાભને જીત્યા વિના પરમાત્માના નામ-સકીનને યથેષ્ટ લાભ પ્રાપ્ત થઈ શકતા નથી.