________________
ચાતુર્માસ ] સમ્યક્ત્વ પરાક્રમ–૭૦ મે બેલ [ ૩૯૪
આ શ્લોકમાં કવિ કહે છે કે, આશા નામની નદી વૈતરણી નદી જેવી છે. તૃષ્ણ, લેભ, આશા એ બધાં પર્યાયવાચી શબ્દો છે. જે લેકે આ તૃષ્ણ–નદીના પ્રવાહમાં તણાય છે તેમના હૃદયમાં એવાં અનેક સંસ્કાર પેદા થાય છે કે જેને કારણે દુઃખ સહેવાં પડે છે અને સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે.
આ આશા-નદીમાં મરથરૂપી પાણી ભરેલું છે. નદીના પાણીને તે અંત આવી શકે છે, પરંતુ મને રથને અંત આવી શકતા નથી. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે, બે માશા સોનાની ઈચ્છા રાખનારને કરોડની સંપત્તિ પ્રાપ્ત થઈ, છતાં તેની આશા-તૃષ્ણ શાન્ત થઈ નહિ. આ પ્રમાણે આશા-તૃષ્ણ નદીને મને રથ-જલમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે. મોટી મોટી નદીઓને પાર કરવામાં તે અનેક લેકે સમર્થ થયા હશે પરંતુ આશા-નદીને પાર કરવામાં કંઈક જ મહાપુરુષ સમર્થ થયા છે. સામાન્ય લેકે તૃષ્ણા– નદીને પાર કરી શક્તા નથી.
આશા-તૃષ્ણા નદીમાં મરથરૂપી જે પાણી ભરેલું છે તેમાં તૃષ્ણનાં તરંગો ઉઠે છે. નદીમાં જે પ્રમાણે મગરમચ્છ હોય છે તે જ પ્રમાણે આશા-નદીમાં પણ આ ઠેષરૂપી મગર મચ્છ આપસ-આપસમાં જ એક બીજાને ખાઈ જાય છે. તેઓ એમ વિચારતા નથી કે જે પ્રમાણે હું બીજાને ખાઈ જાઉં છું તેજ પ્રમાણે બીજા પણ મને ખાઈ જશે. આ જ પ્રમાણે સંસારમાં પડેલા લેકે રાગ-દ્વેષને વશ થઈ એકબીજાની ઉપર આક્રમણ કરવા ચાહે છે પણ તેઓ એટલે વિચાર કરતા નથી કે, જે પ્રમાણે અમે બીજા ઉપર આક્રમણ કરીએ છીએ તે જ પ્રમાણે બીજાઓ પણ અમારી ઉપર આક્રમણ કરશે.
નદીમાં જ્યારે પૂર આવે છે ત્યારે કિનારા ઉપર ઊગેલાં નાનાં નાનાં છોડ પણ તણાઈ જાય છે. આ જ પ્રમાણે આશા–નદી પણ પિતાના કિનારા ઉપર ઊગેલાં ધૈર્ય આદિ ગુણ રૂપી છોડને પણ તાણું લઈ જાય છે. જે પ્રમાણે નદીમાં ભમરીઓ હેય છે કે જેમાં મેટા મોટા લેકે પણ ડૂબી જાય છે, તેજ પ્રમાણે આશા-નદીમાં પણ મેહરૂપી ભમરી પડેલી છે કે જેમાં મોટા મોટા પણ ખેંચી જાય છે. આશા-નદીને ચિત્તારૂપી બને બાજુ બે કિનારા છે. બીજી નદીઓને તે નૌકા આદિ દ્વારા પાર કરી શકાય છે પણ આ આશાનદીને પાર કરવી બહુજ મુશ્કેલ છે. આ દુસ્તર નદીને કેઈ શુદ્ધ મનવાળા યોગીશ્વર જ પાર કરી શકે છે.
નૌકામાં બેસી કોઈપણ સ્તર નદીને તરી શકાય છે, અને આ દશામાં નદી એક ક્રિીડાસ્થળ બની જાય છે. આ જ પ્રમાણે જે લેકે શુદ્ધ ભાવનાપૂર્વક પરમાત્માના શરણે જાય છે તેમને માટે આ સંસાર પણ ક્રીડા સ્થળ બની જાય છે. પરમાત્માના શરણે જવામાં આ સંસાર દુઃખમય હોવા છતાં સુખમય બની જાય છે. એટલા માટે જે આ દુઃખમય સંસારને સુખમય બનાવવા ચાહે છો તે પરમાત્મા તથા તેમના દ્વારા પ્રરૂપિત ધર્મનું શરણ સ્વીકારો.
કહેવાનો આશય એ છે કે, આત્માએ આશાનદીને પાર કરવી જોઈએ. જો તમે આત્માને આશાનદીને પાર કરાવવા ચાહો છો તે પરમાત્માના શરણે જાઓ. તમારાથી વિશેષ કાંઈ બની ન શકે. તે પરમાત્માના નામનું સંકીર્તન કરે. શાસ્ત્રમાં કહ્યું છે કે
૫૦