________________
૩૯૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અમદાવાદ
દ્વારા આત્માને સિદ્ધ, મુદ્દે તથા મુક્ત બનાવવાને જે આ શુભ અવસર પ્રાપ્ત થએલ છે તેને ગુમાવવા જોઈએ નહિ. જો આ પવિત્ર માનવદેહને પરમાત્માનું નામ–સંકીતૅન કરવામાં સદુપયેાગ કરવામાં આવે તે તેમાં કલ્યાણુ જ રહેલુ છે. પરમાત્માના શરણે જવાથી જ આત્માનું કલ્યાણ થઈ શકે છે. અરિહન્ત, સિદ્ધ, સાધુ અને કેવલિભાષિત ધ આ ચાર ઉત્તમ શરણુ બતાવવામાં આવેલ છે. જે પેાતાના આત્માની શક્તિને વિકાસ કરવા ચાહે છે તે જ આ ચાર ઉત્તમ શરણને સ્વીકાર કરી આત્મ-કલ્યાણ સાધે છે. એટલા માટે આત્માની શક્તિનેા વિકાસ કરવા માટે પરમાત્માનું શરણ સ્વીકારા અને તેમનું નામસકીત્તન કરો તે તેમાં તમારૂં કલ્યાણુ જ રહેલું છે. હવે પરમાત્માનું નામ સીત્ત`ન કરી આત્મા કેવી રીતે પેાતાનું કલ્યાણ સાધી શકે છે એ વાત શાસ્ત્રદ્રારા સમજાવું છું:સમ્યક્ત્વ પરાક્રમ-માલ ૭૦ મે.
પરમાત્માનું સાચી રીતે નામસંકીર્ત્તન કરવા માટે કષાયને ત્યાગ કરવે। આવશ્યક છે. જ્યાંસુધી હૃદયમાં કષાયભાવના હોય છે ત્યાંસુધી પરમાત્માની સાચી પ્રાર્થના થઈ શકતી નથી. કષાયને ત્યાગ કરવા એટલે ક્રોધ, માન, માયા તથા લાભ આ ચતુર્વિધ કષાયને જીતવાં. કષાયને જીતવાથી આત્માને ઘણા લાભ થાય છે. ક્રોધવિજય, માનવિય તથા માયાવિજય કરવાથી જીવાત્માને શે। લાભ થાય છે એ વિષે આગળ વિસ્તૃત વિચાર કરવામાં આવ્યા છે. હવે લાભને જીતવાથી જીવને શા લાભ થાય છે એ સંબધમાં ગૌતમસ્વામી મહાવીર ભગવાનને પ્રશ્ન પૂછે છે કેઃ
મેલ ૭૦ મા
( ७० ) लोहविजएणं भंते ! जीवे किं जणयइ ?
અર્થાત્–હે ભગવાન ! લાભને જીતવાથી જીવને શા લાભ થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું કેઃ
लोहविजri संतोसं जणयइ, लोहवेयणिज्जं कम्मं न बंधइ पुव्वबद्ध च નિમ્નત્તેર્ ॥ ૭૦ ||
અર્થાત—લાભને જીતવાથી જીવાત્મા સ ંતોષરૂપ અમૃતને મેળવે છે, લાભજન્ય કર્મને બાંધતા નથી અને પૂર્વે બધાએલાં કર્મોને ખપાવે છે.
અવગુણામાં સૌથી મેાટા અવગુણુ લાભ છે. લાભથી લૌકિક હાનિ પણ થાય છે અને લેાકેાત્તર હાનિ પણ થાય છે. લાભને થાભ હાતા નથી એટલા જ માટે લાભ-તૃષ્ણાને વૈતરણી નદીની ઉપમા આપવામાં આવી છે. લાભ-તૃષ્ણા કેવી હેાય છે એ વિષે એક કવિએ ઠીક જ કહ્યું છે
કેઃ
आशा नाम नदी मनोरथजला तृष्णातरङ्गाकुला राग ग्राहवती वितर्क-विहगा धैर्यद्रुमध्वंसिनी । मोहावर्त्त सुदुस्तरातिगहना प्रोत्तुङ्ग - चिन्ता तटी तस्या पारगता विशुद्धमनसे नन्दन्ति योगीश्वराः ॥