________________
ચાતુર્માસ ]
- પ્રાર્થના–વિચાર
[ ૩૯૧:
નનનનન
તેમને માટે પરમાત્માના નામ-સંકીર્તનનું મહત્ત્વ શું હોઈ શકે? જે આત્માની શક્તિને જાણે છે, અને તે શક્તિને જે વિકસિત કરવા ચાહે છે અને જેમને પરમાત્માના નામસંકી
ન ઉપર વિશ્વાસ છે તેઓ જ એમ કહેશે કે, પરમાત્માના નામ-સંકીર્તનમાં ઘણી શક્તિ રહેલી છે
આત્માની શક્તિને વિકસિત કરવા માટે સર્વ પ્રથમ પરમાત્માના નામ-સંકીર્તન ઉપર વિશ્વાસ પેદા કરવાની આવશ્યકતા છે. નૌકા તૈયાર છે, પરંતુ જ્યાં સુધી તે નૌકામાં બેસવામાં ન આવે ત્યાંસુધી દસ્તર નદીને પાર કરી શકાય નહિ. સૂર્ય પ્રકાશ આપે છે પરંતુ જેમને આંખો હોય છે તેઓ જ સૂર્યપ્રકાશને વિશેષ લાભ લઈ શકે છે. જેમને આંખો જ ન હોય અથવા જેમણે આંખ બંધ કરી લીધી હોય તેમને સૂર્યના પ્રકાશને લાભ કેવી રીતે મળી શકે? આવી દશામાં જે તે એમ કહે કે, સૂર્ય નથી અથવા સૂર્ય પ્રકાશ આપતો નથી તે તે વ્યકિતનું કથન સત્ય પ્રમાણિત કહી શકાય નહિ. આ જ પ્રમાણે જ્યારે પર- - માત્માના નામ-સંકીર્તન ઉપર વિશ્વાસ રાખવામાં આવે છે, ત્યારેજ પરમાત્માના નામસંકીર્તનથી લાભ મળી શકે છે. જેમને પરમાત્માના નામસંકીર્તન ઉપર શ્રદ્ધા જ નથી તેમને લાભ કેવી રીતે થઈ શકે ? એટલા માટે આત્માની શક્તિનો વિકાસ કરવા માટે સર્વ પ્રથમ પરમાત્માના નામ-સંકીર્તન ઉપર શ્રદ્ધા કરવાની અતિ આવશ્યક્તા રહે છે.
ભક્ત કહે છે કે, હે પ્રભો ! હું એકવાર પણ સાચી રીતે તારું નામ સંકીર્તન કરું અને તને નમન કરું તે સંગ્રહનયમાંથી નીકળી હું એવંભૂત નયમાં આવી જાઉં. એક દૃષ્ટિએ જોતાં તો મારામાં અને તારામાં કાંઈ ભેદ નથી. જે વાચા આત્મા એક છે, એ સિદ્ધાન્તાનુસાર તે સિદ્ધ અને સંસારી આત્મા સમાન જ છે. શુદ્ધ સોનું અને ખાણમાંથી કાઢેલું સોનું સુવર્ણની દૃષ્ટિએ એક જ છે, પરંતુ ખાણનું સોનું જ્યાં સુધી મલસહિત છે ત્યાંસુધી તે શુદ્ધ સોનાથી તો ભિન્ન જ રહે છે. આ જ પ્રમાણે હે પરમાત્મા! તું તે પરમ શુદ્ધ થઈ ગયેલ છે અને હું હજી મલસહિત છું. જે કર્મ–મેલને ધોઈ નાંખી હું શુદ્ધ થઈ જાઉં તે હું પણ સિદ્ધ, બુદ્ધ તથા મુક્ત થઈ તારા જેવો જ થઈ જાઉં અને એ દશામાં મારામાં અને તારામાં કોઈ પ્રકારનો ભેદ જ રહેવા ન પામે. પરંતુ હું તે હજીસુધી કર્મમેલથી યુક્ત છું અને એટલાજ માટે હું તારા સાન્નિધ્યમાં આવી શકયો નથી. જે હું તારા નામ સંકીર્તન ઉપર શ્રદ્ધા રાખી તારાં ગુણગાન કરું તો હું કર્મમેલથી મુક્ત થઈ તારા સાન્નિધ્યમાં આવી શકું. આ પ્રમાણે હે પ્રભો ! જ્યારે તારા નામના સંકીર્તનને આશ્રય લેવામાં આવશે ત્યારે જ હું સંગ્રહાયમાંથી નીકળી એવંભૂતમાં જઈ શકીશ. આત્મા જ્યારે સંગ્રહનયમાંથી નીકળી એવભૂતનામાં જાય ત્યારે જ આત્માનું સાચું કલ્યાણ થઈ શકે છે. આત્મામાં પિતાનું કલ્યાણ કરવાની શક્તિ રહેલી છે, પરંતુ કર્મમેલને કારણે એ શક્તિ દબાઈ ગએલી છે. જો કર્મમેલને દૂર કરવામાં આવે તે આત્મા પણ પરમાત્મા જે બની શકે.
વાસ્તવમાં આત્મામાં પરમાત્મામય બનવાની શક્તિ રહેલી છે. આ શક્તિને વિકસિત કરવા માટે પરમાત્માનું નામ-સંકીર્નાન કરવું આવશ્યક છે. પરમાત્માના નામસંકીર્તન