________________
''t
*
:
૩૯૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંઘ [ અમદાવાદ પહોંચ્યા અને મને આત્મ-સમર્પણ કરતાં અટકાવ્યું. અને આજે આપણને આ મળવાને
પ્રસંગ સાંપડયો.
'
,
,
પવનકુમારની આ આત્મકથા સાંભળી અંજના અપૂર્ણ નેત્રે પવનકુમારને કહેવા લાગી કે, મારા સદ્દભાગ્યે જ વનમાં પિતાશ્રી યથાસમયે પહોંચી ગયા અને તમને આત્મ-સમર્પણ કરતાં અટકાવ્યા. હું તે આ સમયે પરમાત્મા તથા શ્વસુરનો ઉપકાર માનું છું કે જેમણે મારા સૌભાગ્યની રક્ષા કરી.
અંજનાના કથનના ઉત્તરમાં પવનકુમારે કહ્યું કે, મારા હૃદયમાં તમારા શરીરને કારણે પ્રેમ ન હતું પણ તમારા સત્ય-શીલને કારણે જ પ્રેમ હતો. મેં તમને મારી ભૂલને કારણે જ કષ્ટમાં નાંખી હતી એનું પ્રાયશ્ચિત્ત કરવા માટે જ હું આત્મ-સમર્પણ કરવા તૈયાર થયો હતો.
આ પ્રમાણે અંજના અને પવનકમાર વચ્ચે વાર્તાલાપ થઈ રહ્યો છે. હવે આગળ શું થાય છે તે વિષે હવે પછી યથાવસરે વિચાર કરવામાં આવશે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૬ આસો સુદ ૬ બુધવાર.
પ્રાર્થના પધ પ્રભુ પાવન નામ તિહારે, પતિત ઉધારને હારે; જદપિ ધોવર ભીલ કસાઈ અતિ પાપિષ્ટ જમારે; તદપિ જીવહિંસા તજ પ્રભુ ભજ, પાવૈ ભવનિધિ પારે. પદ્મ. ૧
–વિનયચંદ્રજી કુંભટકૃત ચોવીશી. પદ્મપ્રભુ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
આ પ્રાર્થનામાં પરમાત્માના નામ-સંકીર્તનને મહિમા બતાવવામાં આવ્યો છે. આ નામ-સંકીર્તનના મહિમાને લાભ તથા બેધ તેમને જ પ્રાપ્ત થાય છે કે જેમને પરમાત્માના નામ-સંકીર્તન ઉપર વિશ્વાસ હોય છે. જે પ્રમાણે બીજા પણ કર્યા બાદ ખેડુત વરસાદ વરસે એવી આશા કરે છે, અને વરસાદ વરસવાથી વાવેલાં બીજ અવશ્ય ઊગશે એ તે વિશ્વાસ રાખે છે, તે જ પ્રમાણે જેમને એવો વિશ્વાસ હોય છે કે, મારા આત્મામાં જે શક્તિ રહેલી છે તે શક્તિનો વિકાસ પરમાત્માનું નામ-સંકીર્તન કરવાથી જ થશે તેઓ જ પરમાત્માના નામસંકીર્તનને મહિમા જાણી શકે છે. પરંતુ જે ખેડુતની પાસે બીજ નથી, જેણે બીજ વાવ્યું નથી, અથવા જેને વરસાદ ઉપર વિશ્વાસ નથી તે ખેડુત વરસાદનું મહત્ત્વ શું જાણી શકે છે અને પાણી વરસે એવી તે આશા પણ શા માટે કરે ? આ જ પ્રમાણે જે પિતાના આત્મામાં રહેલી શક્તિને જ જાણતો નથી, કે આત્માની શક્તિને વિકસિત કરવા જ ચાહત નથી, અથવા જેમને પરમાત્માના નામ ઉપર વિશ્વાસ જ નથી