________________
*
*
*
ચાતુર્માસ ]
સતી અંજના ચરિત્ર–૨૦
[ ૩૮૯
આ પ્રમાણે કહી વસંતમાલાએ હનુમાનકુંવરને લાવી, પવનકુમારના ખોળામાં મૂક્યું. પિતાના તેજસ્વી બાળકને જેઈ પવનકુમારને કેટલો બધો હર્ષ થયો હશે ? લેકે પણ હનુમાન જેવાં જ તેજસ્વી તથા બલિષ્ઠ સંતાન ચાહતા હશે, પરંતુ તેજસ્વી સંતાન પ્રાપ્ત કરવા માટે પવનકુમાર તથા અંજનાની માફક બ્રહ્મચર્યનું પાલન કરવાનું પણ વિચાર કરવો જોઈએ. જે તેમની માફક બ્રહ્મચર્યનું પાલન કરી ન શકાય તે છેવટે પરસ્ત્રીને માતાબહેન સમાન માનવાથી શીલગુણ આવવાની સાથે બીજા અનેક ગુણ આવશે. માટે શીલગુણને પ્રાપ્ત કરવા માટે હમેશાં ઉચ્ચ ભાવના ભાવવી જોઈએ.
તેજસ્વી બાળકને જોઈ તથા તેની પરાક્રમ-કથા સાંભળી પવનકુમાર અંજનાને કહ્યું કે, આ બાળક ખરેખર પરાક્રમી જણાય છે. અંજના આ કથનને જવાબ આપે તે પહેલાં તે વસંતમાલા બોલી ઉડી કે, અમે એવાં સંકટમાં આવી પડ્યા હતા કે, આવા પરાક્રમી બાળકને જન્મોત્સવ પણ ઉજવી ન શકયા. આ પ્રમાણે કહી વસંતમાલા રેવા લાગી. ત્યારે અંજનાએ વસંતમાલાને કહ્યું કે, તું નકામી વાત કરી શા માટે રેવે છે? હું દ્રવ્યઉત્સવને મહત્ત્વ આપતી નથી. હું તે હૃદયથી એ જ ચાહું છું કે, બાળકમાં સત્ય-શીલ આવે અને તે પણ પોતાના પિતાની માફક પરાક્રમી બને. વસંતમાલાને આ પ્રમાણે કહી શાન્ત કરી અને પછી અંજનાએ પવનકુમારને કહ્યું કે, તમે અમારી વાત તે પૂછો છો, પણ હવે તમે તમારી વાત કહે.
અંજનાનું આ કથન સાંભળી પવનકુમાર વિચારવા લાગ્યા કે, ખરેખર આ સતી પર દુ:ખમાં દુઃખ અને પરસુખમાં સુખ માનનારી છે. તે પોતાનું વૃત્તાન્ત ન કહેતાં મેં વૃત્તાન્ત પૂછે છે. આ પ્રમાણે વિચાર કરતાં તેમણે અંજનાને કહ્યું કે, તમારી પાસેથી વિદાય લઈ હું રાવણની પાસે ગયો. રાવણે મને કહ્યું કે, તમે આવ્યા છે તે ઠીક કર્યું પણ જ્યારે તમે વરુણ ઉપર વિજય પ્રાપ્ત કરીને આવે ત્યારે હું તમારે આદર-સત્કાર કરીશ. હું વરુણની સાથે યુદ્ધ કરવા ગયો. એક વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. આખરે તે યુદ્ધમાં મેં વિજય પ્રાપ્ત કર્યો અને ખરદૂષણને શત્રુના પંજામાંથી મુક્ત કર્યો. રાવણુ મારા વિજયથી ઘણો જ પ્રસન્ન થયા અને મારે ઉચિત સત્કાર પણ કર્યો.
યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યા બાદ હું ઘેર આવ્યો અને ત્યાં તને સંદેહ પેદા થવાને કારણે ઘર બહાર કાઢી મૂક્યાની વાત સાંભળી મને ઘણો જ ઉદ્વેગ થયો. આખરે તારી શેષ કરવા માટે હું તથા મિત્ર પ્રહસ્ત બન્ને નીકળ્યા. અમે સીધા મહેન્દ્રપુર ગયા પણ ત્યાં તારે પત્તો ન લાગ્યો, એટલે અમે ઘોર વનમાં તારી શોધ કરવા નીકળ્યા. ત્યાં પણ ખૂબ તપાસ કરવા છતાં પણું તારે પત્તો ન લાગ્યો એટલે હું ઘણું જ નિરાશ થયો. આ નિરાશાના પરિણામે મેં તારી પાછળ આત્મસમર્પણ કરવાનો નિશ્ચય કર્યો. મારે આ નિશ્ચય પ્રસ્તને જણાવતાં તે પણ ઘણે નારાજ તથા દુઃખી થયો. જ્યારે મેં તેને કહ્યું ન માન્યું ત્યારે તેણે એમ કહ્યું કે, તમારા આત્મસમર્પણ કરવાના નિશ્ચયની પિતાશ્રીને જાણ કરી આવું. પિતાશ્રી આવ્યા બાદ તેઓ જેમ કહે તેમ તમે કરજો. પ્રહસ્ત પિતાશ્રીને બોલાવવા ગયો. પાછળથી મેં વિચાર કર્યો કે હવે મને આત્મસમર્પણ કરતાં કેણ રોકનાર છે? આ પ્રમાણે વિચાર કરી જેવો હું આત્મસમર્પણ કરવા જતો હતો ત્યાં તે પિતાશ્રી તથા પ્રહસ્ત આવી