________________
૩૮૮ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અમદાવાદ ચોખા યુઃ અર્થાત–પરમાત્મા સાથે જીવાત્માને સંયોગ થવો એ જ યોગ છે. આત્મા અને પરમાત્મા વચ્ચે એકતા સ્થાપિત કરવા માટે જ અષ્ટવિધ યોગની ક્રિયા કરવામાં આવે છે. જે તમારાથી વધારે કાંઈ ન થાય તે સત્યનું તે અવશ્ય પાલન કરે. સત્યાચરણ કરવું એ પણ આત્મા અને પરમાત્મા વચ્ચે એકતા સ્થાપિત કરવાનું સાધન છે. તમે ગમે તેવી દુઃખદ અવસ્થામાં છે પણ જો તમે પરમાત્મારૂપી જીવનથી જીવિત છે તે તમારા આત્માનું કલ્યાણ અવશ્ય થવાનું છે. સરળતાપૂર્વક વ્યવહારથી આત્મકલ્યાણ કેવી રીતે થાય છે એ વાત હવે ચરિત્ર કથા ઉપરથી સમજાવું છું. સતી અંજના ચરિત્ર–૨૦
હનુમત્પાદનમાં પવનકુમાર અને અંજના બન્ને એક બીજાને હર્ષપૂર્વક મળ્યા. તે વખતે બન્નેને એવો હર્ષ થયે. કે તેઓ હર્ષાવેશમાં મુખેથી એક શબ્દ પણ બોલી ન શક્યા. બન્ને પ્રસન્નતાપૂર્વક એક બીજાને જોતા જ રહ્યા. જ્યારે બહુ હર્ષ થાય છે ત્યારે કંઠે પણ રંધાઈ જાય છે. થોડા સમય બાદ પવનકુમાર અંજનાને કહ્યું કે, આનંદમાં તે છો ને ? પવનકુમારના આ કથનના જવાબમાં અંજના હર્ષને
1 ઉત્તર આપી ન શકી. એટલામાં જ વસંતમાલા પણ આવી ગઈ. પવનકુમારે વસંતમાલાને કહ્યું કે, તારી સખી તો મેઢેથી કાંઈ બોલી પણ શકતી નથી તે તું કહે કે, તમારે કેવાં કેવાં કષ્ટો સહેવાં પડ્યાં! વસંતમાલા રેતી રેતી કહેવા લાગી કે, અમારા ઉપર જે જે કષ્ટ પડયાં છે તેની વાત જ પૂછો મા. તમારા ગયા બાદ આપની માતુશ્રીને ગર્ભના વિષે અંજન ઉપર સંદેહ પેદા થશે અને પરિણામે અંજનાને ઘરમાંથી અપમાનપૂર્વક કાઢી મૂકી.
બોલવા ઉપરથી મનુષ્યના સ્વભાવની પરીક્ષા થઈ જાય છે. મનુષ્ય ગંભીર છે કે ઉછુંખલ તે તેની બેલી ઉપરથી જ જણાઈ આવે છે. જે ગંભીર હોય છે તે નાની નાની વાત ઉપર ધ્યાન આપતા નથી. વસંતમાલા દાસી હતી. તેનામાં અંજના જેવી ગંભીરતા. ન હતી એટલે તે પવનકુમારને નાની-મોટી બધી વાત કહેવામાં પિતાનું ગૌરવ સમજતી હતી. પરંતુ અંજના તે આવી ક્ષુક વાતોને કહેવી અનાવશ્યક સમજતી હતી.
વસંતમાલા આગળ કહેવા લાગી કે, અમે ઘેરથી નીકળી મહેન્દ્રપુર ગયા અને ત્યાંથી આદિત્યપુર ગયા, પણ ક્યાંય અમને આશ્રય મળે નહિ. અંજનાના પિતાએ તે અમને રાજ્યની સીમામાં પણ ન રહેવાની આજ્ઞા આપી હતી, એટલે આખરે અમારે ભૂખ્યોતરસ્યા વનને જ આશ્રય લેવો પડે. વનમાં ગયા બાદ ત્યાંના ફળફૂલ તથા જલ દ્વારા અમે અમારી ભૂખ-તરસને શાન્ત કરી હતી. તે વનમાં પરિભ્રમણ કરતાં એક મુનિમહાત્માનાં દર્શન થયા. આ મહાત્માએ જ અંજનાની ભૂત-ભવિષ્યની વાત કહી હતી. તે વનમાં જ આપના આ તેજસ્વી બાળકનો જન્મ એક સિંહગુફામાં થયો હતો. તેટલામાં અંજનાના મામા ફૂરસેન વિમાન લઈ અમને તેડવા આવ્યા. વિમાનમાં બેસીને હનુમત્પાદન જતા હતા ત્યાં રસ્તામાં આ તેજસ્વી પુત્ર આનંદથી રમતાં-કૂદતાં વિમાનમાંથી ઉછળી નીચે પડી ગયો, છતાં તેના શરીરને કોઈ પ્રકારનો આઘાત પહોંચ્યો નહિ; એટલું જ નહિ પણ તે જે શિલા ઉપર પશે તે શિલા પણ તૂટી ગઈ.