________________
ચાતુર્માસ ]
સમ્યકૃત્વ પરાક્રમ-મેલ ૬૯ મા
[ ૩૮૭
કરનાર કેવી રીતે આત્મકલ્યાણ સાધી શકે છે એનાં જવલંત ઉદાહરણા નોંધવામાં આવ્યાં છે, અને તેમાંના કેટલાંક ઉદાહરણા તમને સંભળાવવામાં પણ આવ્યા છે, છતાં તમે સત્યતા તથા સરળતાને જીવનમાં સ્થાન આપવાની ઉપેક્ષા કરેા છે! તે ઠીક નથી. સત્યતા તથા સરળતાની ઉપેક્ષા કરવાથી આખરે તેનું પરિણામ ખરાબ જ આવે છે. રાવણે સાધુ બનીને કપટપૂર્વક સીતાને ઉપાડી જઈ રામની મર્યાદાનું ઉલ્લંધન કર્યું હતુ. પર ંતુ જ્યારે તેનું કપટ ખુલ્લુ થઈ ગયું ત્યારે તેનું કેવું માઠું પરિણામ આવ્યું ? કટ પ્રગટ થવાથી આખરે દુષ્પરિણામ આવે જ છે એટલા માટે ફૂડ-કપટના ત્યાગ કરી સરળ સત્ય વ્યવહાર કરી તા તેમાં તમારું આખરે ભલું જ થવાનુ છે. અજનામાં જો કપટભાવ હાત અને સરળતા ન હેતા આખરે તેનું કપટ પ્રગટ થયા વિના રહેત નહિ. પરંતુ તેનામાં સરળતા હતી અને સાથે સત્યતા હતી એટલા માટે તે એમ જ વિચારતી હતી કે, આખરે તે સત્યં નયતે નાનૃતમ્ સત્યને જ જય થાય છે.
શ્રી ભગવતી સૂત્રમાં ગૌતમ સ્વામીએ ભગવાનને પ્રશ્ન પૂછ્યા છે કે, સે દૂર્ગ મંતે ! ચિર પોર્ટર્ડ થિર ન પહોટ્ટર્ ! દ્ન્તા જોયા ! અર્થાત્−હે ભગવાન ! અસ્થિર પલટે છે અને સ્થિર પલટતું નથી એ વાત સાચી છે? ભગવાને કહ્યું કે, હા, ગૌતમ ! એ વાત સાચી છે. આ જ પ્રમાણે સત્ય વિષે પણ સમજવું જોઇએ. કારણ કે સત્ય પણ સ્થિર તેમ જ શાશ્વત છે. જે સત્ય હાય છે તે હમેશાં સત્ય જ રહે છે. એટલા માટે સત્યને જીવનમાં સ્થાન આપે. સત્યને અપનાવવું એ ભગવાનને અપનાવવા સમાન છે.
કહેવામાં આવે છે કે, એકવાર કબીરે ધટીને ફરતી જોઈ અને તેમાંથી ઘઉંના લોટ નીકળતા જોયા. આ જોઈ તેમણે કહ્યું કે,
ચલતી ચક્કી દેખ કે, ક્રિયા કબીરા રાય; ઢાનાં પુડ કે ખીચમે, સાબિત ખેંચા ન કાય.
કબીર ચાલતી ચક્કીને જોઈ ાઈ પડયા અને કહેવા લાગ્યા કે, આ પૃથ્વી અને આકાશરૂપી વિશ્વવ્યાપી ચક્કીના પડમાંથી કેઇ જીવ બચી શકયા નથી અર્થાત્ બધાએ મરવું જ પડે છે. કશ્મીરનું આ કથન પાસે ઉભેલા માણસે સાંભળ્યું અને તેણે કહ્યું કેઃ—— ચક્કી ચલે તેા ચલન દે, સખકા મેઢા હાય; કીલે સે લાગે રહા, ખાલ ન ખાંકા હાય.
અર્થાત્ ધટી ચાલે છે અને ઘઉંના મેદો થાય છે તેા થવા દો. પરંતુ જે પરમાત્મા અથવા સત્યરૂપી ખીલીને પકડી રાખશે તે એ દશામાં તેને વાળ પણ કાઇ વાંકા કરી નહિ શકો. કહ્યું છે કેઃ
परिवर्तिनि संसारे मृतः को वा न जायते
અર્થાત્-આ પરિવર્તનશીલ સંસારમાં જે પેદા થયેલ છે તે આખરે મરે જ છે. પરતુ જેએ સત્યરૂપી ખીલાને પકડી રાખે છે તેમનું કાઈ કાંઈ બગાડી શકતું નથી. તેમની રક્ષા અવશ્ય થાય છે. એટલા માટે પરમાત્મરૂપી ખીલાને બરાબર પકડી રાખે તે તમારી પણ રક્ષા થશે. પરમાત્માના સાન્નિધ્યમાં આવવું એ જ યાગ છે. કહ્યું પણ છે કે: સંયોગો