________________
૩૮૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ છે. જે અમે આ પ્રમાણે ન કરીએ તે અમારું કામ કેવી રીતે ચાલી શકે? પત્નીએ કહ્યું કે, તમે સત્યને અસત્ય બનાવે છે, તે સત્યને સત્ય બનાવવાની જ વકીલાત શા માટે કરતા નથી ? જે તમે સાચે જ મુકદ્દમો લે તો શું તમને પૈસા નહિ મળે? હું તે તમારી પાસે એવી પ્રતિજ્ઞા કરાવવા ચાહું છું કે, તમે ભવિષ્યમાં કોઈને ખોટે મુકદ્દમે હાથમાં ન લે.
પત્નીની વાત વકીલના ગળે ઉતરી ગઈ. વકીલે ભવિષ્યમાં ખોટા મુકદ્દમા ન લેવાની પ્રતિજ્ઞા કરી પિતાના અસીલને કહ્યું કે, તમે આ રૂપિયા લઈ જાઓ અને કોઈપણ રીતે તમારા પ્રતિવાદીને પ્રસન્ન કરી લે. વાસ્તવમાં આજે તેને કેવું દુઃખ થતું હશે ? આજે તે હું ભલે વાચાતુરીથી સાચાને ખોટું અને બેટાને સાચું ન્યાયાધીશ સામે સિદ્ધ કરી શકું, પરંતુ જ્યારે પુણ્ય-પાપને હિસાબ મારે પરલોકમાં આપવું પડશે ત્યારે હું શું જવાબ આપી શકીશ? કહ્યું પણ છે કે – હિયો હિસાબ તબ મુખસે ન આવે, જવાબ સુંદર કહત લેખ લેગો રાઈ રાઈ કે.
વકીલનું કથન સાંભળી અસીલ પણ આશ્ચર્યચકિત થઈ ગયું અને કહેવા લાગ્યો કે, ખરેખર! વકીલની પત્ની એક સત્યમૂર્તિ છે કે, જેમણે પચાસ હજાર રૂપિયાને પણ ઠેકર મારી દીધી. આ ઘટના ઉપરથી તમે કોને મહાન માનશો? સ્ત્રીને કે પુરુષને ? અમારી સામે તે સ્ત્રી-પુરુષને કઈ ભેદ નથી, પરંતુ જે સત્ય-સરળતા રાખે તેજ મહાન છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, છે સઘં જુ મર્થ અર્થાત સત્ય એજ ભગવાન છે. આપણે સત્યમૂર્તિ મહાવીર ભગવાનના શિષ્ય છીએ તે આપણે તેમના કથન ઉપર વિશ્વાસ રાખી કપટભાવને ત્યાગ કરવો જોઈએ.
વકીલે સત્યાચરણની પ્રતિજ્ઞા લેવાથી તેની પત્ની ઘણી જ પ્રસન્ન થઈ. તેણે કહ્યું કે, ભલે આપણે કષ્ટ સહેવાં પડે પણ આ પ્રકારની પાપ-કમાઈ કરવી ઉચિત નથી. વકીલે બીજે દિવસે વાદી-પ્રતિવાદી બનેને બોલાવીને તેમની વચ્ચે સંતોષકારક સમાધાન કરાવી આપ્યું.
કહેવાનો આશય એ છે કે, જે ફૂડ-પટ કરતાં જાણે છે તેને લેકે હોશીયાર માને છે, પરંતુ જ્યારે કપટી લેકને પિતાના કપટ તરફ ધ્યાન જાય છે ત્યારે તેમને પશ્ચાત્તાપ કરે જ પડે છે. એટલા માટે ફૂડ-કપટને તથા માયા મમતાને ત્યાગ કરી આત્મહિતૈષી લેકએ સરળતાને આશ્રય લેવો જોઈએ. આજે લેકમાં પટભાવ હોવાને કારણે જ કોર્ટ –કચેરી ટકી રહી છે. પહેલાં જ્યારે લેકમાં સરળતા હતી ત્યારે પંચાયતમાં જ ઝગડાનું સમાધાન કરાવી લેવામાં આવતું હતું. સાંભળ્યું છે કે, હવે પાછી પંચાયત પદ્ધતિ શરૂ કરવામાં આવી છે. પરંતુ આ પદ્ધતિને ત્યારે જ લાભ પ્રાપ્ત થઈ શકે કે જ્યારે કપટનો ત્યાગ કરી સત્યતા અને સરળતાને જીવનમાં સ્થાન આપવામાં આવે. સત્યતા તથા સરળતા રાખવી એનું જ નામ સુમતિ છે અને ફૂડ-કપટ કે માયા–મમતા રાખવી એજ કુમતિ છે. જે આપણે સુમતિ ચાહિએ છીએ તે કૂડ-કપટને ત્યાગ કરવો અનિવાર્ય આવશ્યક છે.
જે લેકે સત્યતા અને સરળતાનું મહત્ત્વ સમજે છે તેઓ અનેક સંકટો માથે પડવા છતાં પણ સત્યતા તથા સરળતાને ત્યાગ કરતા નથી. શાસ્ત્રમાં સત્યતા તથા સરળતા પાલન