SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] સમ્યકત્વ પરાક્રમ—બલ ૬૯ માં [ ૩૮૫ मायो मिच्छादिट्ठी अमायी सम्मादट्ठी અર્થાત-કપટ જ મિથ્યાત્વ છે અને સરળતા એ જ સમ્યક્ત્વ છે. આ વાતને દૃષ્ટિમાં રાખીને જ માયાનો ત્યાગ કરવો જોઈએ. માયાનો ત્યાગ કરવાથી જ આત્મામાં સરળતા આવશે અને જ્યારે આત્મામાં સરળતા આવશે—માયા રહેવા પામશે નહિ–ત્યારે આત્માનું કલ્યાણ થવામાં વાર નહિ લાગે. સંસારમાં પ્રાયઃ અનેક લેકે જાણી જોઈને માયાજાળમાં ફસાય છે. જે માયા કરતાં જાણે છે તેને આજે “પિલીટીકલ” એવું રૂપાળું નામ આપવામાં આવ્યું છે, પણ શાસ્ત્રમાં આવા માયાચારી માણસની નિંદા જ કરવામાં આવી છે. માયાચારી માણસ, માયા દ્વારા ભલે બીજાને ઠગતો હોય પરંતુ તેનો પિતાનો આત્મા તે એ વાત જાણે જ છે કે, હું ક્યુટ કરી રહ્યો છું. કોઈ પિતાના છલબલથી કઈ અબુધ માણસને પાંચ અને પાંચ અગ્યાર થાય છે એમ કહી ભલે ઠગી લે, પણ તે ઠગનાર માણસ તે એ સારી રીતે જાણે જ છે કે પાંચ અને પાંચ દશ જ થાય છે. હું તો પટારા જ બીજાને અગ્યાર પરાણે મનાવી રહ્યો છું. આ પ્રમાણે પોતાનો આત્મા જ કપટની નિંદા કરે છે. આજે તો જે માણસ બીજાને ઠગવામાં ચતુર હોય તે જ હોશીયાર માનવામાં આવે છે. વકીલ પણ તેજ હોશીયાર માનવામાં આવે છે કે જે સાચાને ખોટું અને ખોટાને સાચું સાબીત કરી શકે. સાંભળ્યું છે કે, એક હોશીયાર વકીલ ભોજન કરવા બેઠા હતા. એટલામાં તે વકીલના એક ગ્રાહકે–અસીલે આવી રૂ. ૫૦ હજારની નોટ તે વકીલની પાસે ધરી. વકીલે કહ્યું કે, આ ને શા માટે લાવ્યા છો ? અસીલે જવાબ આપે કે, મારે મુકદ્દમે તદ્દન ખોટો હતો, વાસ્તવમાં મારે પ્રતિવાદીને એક લાખ રૂપિયા આપવાના હતા, પણ આપે પરિશ્રમ કરી મને ઊલટા એક લાખ રૂપિયા અપાવ્યા છે. આ પ્રમાણે જ્યારે મને બે લાખ રૂપિયાને લાભ થયો છે અને એ લાભ પણ આપે ખૂબ પરિશ્રમ કરી મને અપાવ્યો છે, તો પરિશ્રમના બદલારૂપે આ પચાસ હજારની ભેટ આપને આપવા લાગે છે. અસીલનું આ કથન સાંભળી વકીલને પિતાની વકીલાતની હોશીયારી ઉપર ગર્વ થયો. તેણે પોતાની હોશીયારીનો ગર્વ બતાવવા માટે પોતાની પત્ની તરફ દૃષ્ટિપાત કર્યો. પણ તેની પત્ની તે મોઢે હાથ દઈ રુદન કરી રહી હતી. વકીલે પત્નીને કહ્યું કે, તું શા માટે રુવે છે ? આપણે ત્યાં કઈ વાતની ખામી છે! જ આજે જ પચાસ હજાર રૂપિયા આવ્યા છે. હું કેવો હોશીયાર છું અને મારી કમાણું પણ કેટલી બધી છે એ જાણવા છતાં પણ તું શા કારણે રુદન કરે છે? વકીલની પત્નીએ કહ્યું કે, હું તમને જોઈને રેઉં છું. વકીલે પૂછ્યું કે, શા માટે ? શું મેં કાંઈ ખરાબ કામ કર્યું છે? વકીલની પત્નીએ કહ્યું કે, આપે સાચાને ખેટા અને ખોટાને સાચા બનાવ્યા એ શું ઓછું ખરાબ કામ કર્યું છે? તમે તે પચાસ હજાર રૂપિયા મેળવીને પ્રસન્ન થઈ રહ્યા છો, પણ જેમના એક લાખ રૂપિયા તે ડૂખ્યા અને ઉલટા એક લાખ રૂપિયા વધારે આપવા પડયા તેમને કેટલું બધું દુઃખ થયું હશે ? મને એ વાતની ખબર ન હતી કે, તમે આ પ્રમાણે પાપથી પૈસે મેળવી આનંદ માને છે. પત્નીના કથનના ઉત્તરમાં વકીલે જણાવ્યું કે, અમારે ધંધો જ એવો ૪૯
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy