SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ अनेकजन्मसंसिद्धिस्ततो याति परां गतिम् । ભાવા:–બરાબર પ્રયત્ન કરતા રહેવાથી આ જન્મમાં નહિ તે। જન્માંતરમાં સુમતિની પ્રાપ્તિ અવશ્ય થશે. એટલા માટે સુમતિને પ્રાપ્ત કરવા માટે ધૈર્યપૂર્વક પ્રયત્ન ચાલુ રાખવા જોઇએ. [ અમદાવાદ આપણે ગમે તે સાધનથી સુમતિને પ્રાપ્ત કરીએ પણ આપણું લક્ષ્ય તે સુમતિને પ્રાપ્ત કરવાનું જ હોવું જોઇએ. એક સાષ્યનાં અનેક સાધન હાઇ શકે. એટલા માટે આપણા સાધનમાં ગમે તેટલો ભેદ હાય પણ આપણું સાધ્ય તા એક જ હોવું જોઇએ. સુમતિને પ્રાપ્ત કરવી એ આપણું સાધ્ય છે. આ સાધ્યને સિદ્ધ કરવા માટે પરમાત્માની પ્રાર્થના કરવી એ એક અમેાધ સાધન છે. સુમતિને પ્રાપ્ત કરવા માટે સુમતિનાથ ભગવાનની પ્રાર્થના નિષ્કપટભાવે કરવી જોઇએ. જો કપટપૂર્વક પ્રાર્થના કરવામાં આવે તે સુમિતને બદલે કુમતિની જ પ્રાપ્તિ થાય છે. એટલા માટે જીવનને નિષ્કપટ બનાવી પરમાત્માની પ્રાર્થના કરી સુમતિને પ્રાપ્ત કરા તે આત્માનું કલ્યાણ અવશ્ય થઈ શકશે. હવે જીવનમાં નિષ્કપટતા કેવી રીતે આણવી એ વાત શાસ્ત્રદ્રારા સમજાવું છું: સમ્યક્ત્વ પરાક્રમ-બાલ ૬૯ મા જીવનને નિષ્કપટ બનાવવા માટે કષાયનેા ત્યાગ કરવેા જોઇએ. ક્રોધ, માન, માયા અને લાભ આ ચાર કષાય છે. આ ચાર કષાયથી આત્માનું પતન થાય છે. આત્માનું ઉત્થાન કરવા માટે ક્રોધાદિ ચાર કષાય ઉપર વિજય પ્રાપ્ત કરવા જોઇએ. ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કરવાથી જીવાત્માને ક્ષમાગુણને લાભ થાય છે અને માન ઉપર વિજય પ્રાપ્ત કરવાથી નમ્રતાગુણુની પ્રાપ્તિ થાય છે. ક્રોધવજય અને માનવિજયથી આત્માને શા લાભ થાય છે એ વિષે આગળ વિસ્તૃત વિચાર કરવામાં આવ્યા છે. હવે ગૌતમસ્વામી માયાને જીતવાથી જીવાત્માને શે। લાભ થાય છે એ વિષે ભગવાનને પ્રશ્ન પૂછે છે કેઃ મેલ ૬૯ મા (૬૧) માયાવિનાં મંતેનીવે હ્રિનાયક્ ? અર્થાત્ હે ભગવાન ! માયાને જીતવાથી જીવાત્માને શે। લાભ થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં મહાવીર ભગવાને ફરમાવ્યું કેઃ मायाविजएणं अज्जवं जणयइ, मायावेयणिज्जं कम्मं न बंधइ, पुव्वबद्धं ૨ નિખરેક્ ॥ ૬ ॥ અર્થાત્ હે ગૌતમ ! માયાને જીતવાથી જીવ સરળભાવપણું પામે છે અને માયાથી વેદવાં પડતાં કર્મો બાંધતા નથી અને પૂર્વે બંધાયાં હાય ! તેની નિર્જરા કરે છે. જે માયાને જીતે છે તે જ સરળતા રાખી શકે છે અને જે સરળતા રાખે છે તે જ માયાને જીતી શકે છે. વક્રતાનું નામ જ માયા છે. ભાવાની વક્રતાને જ માયા કહેવામાં આવી છે. શાસ્ત્રમાં કહ્યું છે કેઃ
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy