________________
ચાતુર્માસ ]
પ્રાર્થના-વિચાર.
.
[ ૩૮૩
અર્થાત-જ્યાં સુમતિ હોય છે ત્યાં દરેક પ્રકારની સંપત્તિ પણ હોય છે અને જ્યાં કુમતિ હોય છે ત્યાં વિપત્તિ જ હોય છે. આ પ્રમાણે સુમતિમાં જ સંપદા રહેલી છે એ વાત જાણવાને કારણે જ ભક્તજને પરમાત્મા પાસે સુમતિની જ યાચના કરે છે. જો કે, સુમતિ હોય તે સંપત્તિ પ્રાપ્ત થાય છે, પરંતુ લેકે તે સંપત્તિને ચાહે છે પરંતુ સુમતિને ચાહતા નથી. આ તે રાવણ સીતાને તે ચાહે છે, પણ રામને ચાહત નથી એના જેવી વાત થઈ રાવણની નિંદા એટલા જ માટે કરવામાં આવે છે કે, તે સીતાને તે પિતાને ત્યાં રાખવા ચાહતો હતો પરંતુ રામને ચાહતો ન હતો.
જો તમે કેવળ સંપત્તિને તે ચાહો પરંતુ સુમતિને ન ચાહે તો તમારી પણ રાવણની જેમ નિંદા થાય કે નહિ? રાવણે રામ વિના કેવળ સીતાને જ ચાહી તે એનું એ પરિણામ આવ્યું કે, તેને સીતા પણ ન મળી અને પ્રાપ્ત થએલી સંપત્તિ પણ ચાલી ગઈ. આથી વિપરીત જે રાવણ રામને પિતાને ત્યાં તેડી લાવત તે એ દિશામાં સીતા પણ તેમની સાથે આવી અને તેની સંપત્તિની પણ રક્ષા થાત. આ જ પ્રમાણે જે કેવળ સંપત્તિને જ ચાહવામાં આવે અને સુમતિને ચાહવામાં ન આવે તો એ દશામાં સંપત્તિને પ્રાપ્ત કરવી તથા તેને ટકાવી રાખવી પણ મુશ્કેલ થઈ જાય. પરંતુ જે સુમતિને ચાહવામાં આવે તે સુમતિની સાથે સાથે અષ્ટગુણરૂપ લક્ષ્મી પણ પિતાની મેળે આવી જાય. એટલા માટે ભગવાન સુમતિનાથના શરણે જઈ તેમની પાસેથી સુમતિની જ યાચના કરે.
સુમતિનાથ ભગવાનના શરણે જઈ સુમતિને માંગવી અને સુમતિના પ્રતિકૂળ સંગમાંથી નીકળી જવું એ જ પરમાત્માની સાચી ભક્તિ છે. પરમાત્માના શરણે જવામાં કઈ પ્રકારને ભેદભાવ આડે આવતું નથી. ગમે તે જાતિને કે ગમે તે દેશને હોય તે પણ જે વ્યક્તિ સુમતિને ચાહે છે તે પરમાત્માના શરણે જઈ શકે છે. જે પ્રમાણે પ્રાકૃતિક વસ્તુઓની સમીપ કોઈ પ્રકારનો ભેદભાવ ટકી શકતા નથી તે જ પ્રમાણે પરમાત્માની આગળ પણ કોઈ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતું નથી. સૂર્ય રાજાને પણ પ્રકાશ આપે છે અને ગરીબને પણ પ્રકાશ આપે છે. પ્રકાશ આપવામાં સૂર્ય જરાપણ ભેદભાવ રાખતો નથી. આ જ કારણે સૂર્યપ્રકાશનું વિશેષ મહત્ત્વ છે. જે પદાર્થ કોઈ પ્રકારને ભેદભાવ રાખે છે તે પદાર્થ ઉત્કૃષ્ટ અથવા પ્રકૃતિ કહેવાતો નથી. પરંતુ આજે તો લોકે ઉત્કૃષ્ટ પદાર્થને છેડી દઈ કૃત્રિમ પદાર્થમાં ભાન ભૂલી ગયા છે. આ જ વાત સુમતિ વિષે પણ થઈ રહી છે. લેકે સુમતિને ભૂલી જઈ સાંસારિક પદાર્થોના પ્રલોભનમાં જ પડી ગયા છે. આનું કારણ કુમતિનો પ્રભાવ જ છે. જે કુમતિને ત્યાગ કરી સુમતિને અપનાવવામાં આવે તો આત્માનું કલ્યાણ બહુ જ જલદી થઈ શકે !
કહેવાનો આશય એ છે કે, પરમાત્મા પાસે સુમતિની યાચના કરે. “અમે કુમતિનાં સંગમાં પડ્યા છીએ એટલા માટે પરમાત્મા પાસે સુમતિની યાચના કેવી રીતે કરી શકીએ?” એ શુદ્ર વિચાર કરી સુમતિની યાચના કરવાનું સાહસ છોડી ન દે. જે પરમાત્મા પાસે સુમતિ પ્રાપ્ત કરવા માટે વારંવાર અનુનય-વિનય કરવામાં આવશે તો કોઈ દિવસે સુમતિની પ્રાપ્તિ અવશ્ય થશે અને સુમતિ પ્રાપ્ત થયે આત્માનું કલ્યાણ પણ અવશ્ય થશે. ગીતામાં કહ્યું પણ છે કે