SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ માટે ખરા પ્રતાપ તે તે મહાત્માને જ છે. વસંતમાલાના આ કથનનું અંજનાએ તથા મામાએ સમન કર્યું અને તેએ બધા મુનિ-મહાત્માને ઉપકાર માનવા લાગ્યા. રાજા શૂરસેને પોતાના નગરને તારણ-ધ્વજા આદિથી સુશાભિત કરાવ્યું અને ખૂબ જ ઠાઠપૂર્વક પ્રહ્લાદ રાજા, પવનકુમાર આદિનું યાગ્યુ સ્વાગત કર્યું. અંજનાના પત્તો લાગવાથી પવનકુમાર પ્રસન્ન થયા હતા અને કહેતા હતા કે, પિતાની આજ્ઞા માનવાથી કલ્યાણુ જ થાય છે એ શાસ્ત્રવચન સાચું છે. જો મેં પિતાની આજ્ઞાનું ઉલ્લંધન કરી પ્રાણુ-ત્યાગ કર્યાં હાત તે। આ શુભ અવસર પ્રાપ્ત ન થાત. રાજા પ્રહ્લાદે કહ્યું કે, આ મારા પ્રતાપ નહિ પણ અંજનાના સતીત્વને જ પ્રતાપ છે. પવનકુમારે કહ્યું કે, હું તે તમારા જ પ્રતાપ માનું છું. જે થયું તે સારું થયું. રાજા પ્રહ્લાદ, પવનકુમાર વગેરે શૂરસેન રાજાના મહેલે આવ્યા. અંજના આજે ખૂબ જ પ્રસન્ન હતી. જ્યારે તેણે પતિના પ્રાણત્યાગની તૈયારી વિષે બધાં સમાચાર જાણ્યા ત્યારે તે સાસરાના ઉપકાર માનવા લાગી અને પતિની પ્રાણુરક્ષા થઈ તે માટે પોતાને ભાગ્યશાળી માનવા લાગી. શૂરસેન રાજાએ પ્રહ્લાદ રાજા, પવનકુમાર આદિને યાગ્ય આદર-સત્કાર કર્યો. હવે અંજના તથા પવનકુમારનું મિલન કેવી રીતે થાય છે વગેરે . આનંદપ્રદ વાત હવે પછી યથાવસરે કહેવામાં આવશે. વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૬ આસેા શુદ પ મંગળવાર પ્રાથના સુમતિ જિણેસર સાહિબાજી, મેઘરથ ' નૃપને નંદ; ‘સુમરેંગલા ’માતા તણા, તનય સદા સુખકંદ. પ્રભુ ત્રિભુવન તિલાજી. —વિનયચંદ્રજી કુંભટ ચાવીશી શ્રી સુમિતનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. આ પ્રાર્થનામાં ભક્ત ભગવાન પ્રત્યે અનુનય—વિનય કરે છે કે, હે ! પ્રભા ! હું તારી પાસે સુમતિ સિવાય ખીજું શું માગું? તારું નામ સુમતિનાથ છે અને તું બધાને સુમતિ આપે છે એવા મારા વિશ્વાસ છે, અને સુમતિ પ્રાપ્ત થવાથી દરેક પ્રકારની સુખ-સગવડતા પ્રાપ્ત થાય છે એવે! મારા અનુભવ છે. માટે હું તેા તારી પાસે સુમતિની જ યાચના કરું છું. સુમતિ કેવી. કાર્યસાધિકા હાય છે એને માટે કહ્યું છે કેઃ ‘જહાઁ સુમતિ તાઁ સંપત્તિ જાના, જહાઁ કુમતિ તાઁ વિપત્તિ નિદાના. ’
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy