SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્ત્વ પરાક્રમ–૨૮ મો બોલ [ ર૭ પરતન્નતાની બેડીમાં જકડાવું એ તો સુખશયાને ત્યાગ કરી દુઃખશયા ઉપર શયન કરવા સમાન છે. એક કહેવત છે કે, “પિતાની ઊંધે સૂવું અને પોતાની ઊંઘે જાગવું.” આ કહેવતનો સાર એજ છે કે, એવું કોઈપણ કામ ન કરવું કે જેની ચિંતાથી રાત્રે નિદ્રા પણ ન આવે; પરંતુ એવું સત્કાર્ય કરવું કે જેથી રાત્રે સુખપૂર્વક નિદ્રા આવે. આ જ પ્રમાણે સાધુઓને માટે ભગવાને કહ્યું છે કે, હે સાધુઓ! તમે લોકે પિટપૂર્તિ કરવા માટે સાધુ થયા નથી પરંતુ આત્મોદ્ધાર કરવા માટે, સ્વ-પરનું કલ્યાણ કરવા માટે સાધુ થયા છો; માટે દુઃખશયાને ત્યાગ કરી સુખાચા ઉપર સૂવાનો પ્રયત્ન કરે. સુખશયા ઉપર સૂવાનું તો કહેવામાં આવ્યું પરંતુ સુખશયા ઉપર સૂવાથી જીવને શું લાભ થાય છે ? એ ગૌતમ સ્વામીએ ભગવાનને પ્રશ્ન પૂછયે. આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું કે –સુદ્દgi અનુસુચત્ત બાયર્ા અર્થાત–હે ગૌતમ! સુખશયા ઉપર સૂવાથી મનની અવ્યાકુલતા પેદા થાય છે; અર્થાત મનમાં અનુત્સુકતા પેદા થાય છે. મનમાં અવ્યાકુલતા કેવી રીતે પેદા થાય છે એને માટે ટીકાકાર કહે છે કે, જે કારણોથી મનને આઘાત-વ્યાઘાત કે પ્રત્યાઘાત થાય છે તે કારણેને તજી દેવાથી મનમાં નિરાકુલતા કે અનુત્સુકતા પેદા થાય છે. મનમાં નિરાકુલતા પેદા થવી એ જ સુખશયાનું પરિણામ છે. જે પ્રમાણે આગને કારણે પાણી ઉકળે છે અને આગ ઉપરથી પાણી ઉતારી લેવાથી પાણી ઉકળતું નથી, તેજ પ્રમાણે જે કારણોથી મનમાં ચિન્તા કે વ્યાકુળતા વધવા પામે છે તે કારણોનો ત્યાગ કરી દેવાથી મન નિશ્ચિત અને નિરાકુલ બની જાય છે. મન નિરાકુલ બની જવાથી મનની ચંચલતા ઓછી થઈ જાય છે અથવા મટી જાય છે અને પરિણામે આત્માને શાંતિ મળે છે. જે પુરુષ બીજાની આશા કે અપેક્ષા રાખતો નથી અને દેવસંબંધી કામગની પણ અભિલાષા રાખતો નથી તે પુરુષના હૃદયમાં કોઈ પ્રકારની વ્યાકુળતા રહેતી નથી. જે મનુષ્ય વિષયસુખોને વિષમય અને તુચ્છ માને છે તે મનુષ્યના મનમાં આકુળતા-વ્યાકુળતા રહેવા પામતી નથી. સુખસાતાને અર્થ વિષયસુખનો ત્યાગ કરવો પણ થાય છે. વિષયસુખની ઈચ્છા ન કરવાથી મન અનુત્સુક બને છે. મન અનુસુક બનવાથી અર્થાત વિષયસુખની ઈચ્છા ન થવાથી હૃદયમાં અનુકંપા પેદા થાય છે. અનુકંપાની વ્યાખ્યા કરતા કહેવામાં આવ્યું છે કે –મનુષ્ઠ રેમ્પ વેનું અનુષ્પ અર્થાત–બીજાનાં દુઃખે જોઈને કંપી ઊઠવું અને બીજાના દુઃખોને પિતાનાં દુઃખો માનવાં એનું નામ અનુકંપા છે. આવી અનુકંપા વિષયસુખના ઈચ્છકને પેદા થતી નથી પરંતુ વિષયસુખની ઈચ્છા નહિ રાખનારને જ આવી અનુકંપા પેદા થાય છે. વિષયસુખને અભિલાષી તો બીજા લેકે છે કે મારે તેની ચિંતા નહિ કરતાં પોતાના વિષયસુખને પ્રાપ્ત કરવાનો જ પ્રયત્ન કરે છે; પરંતુ જે માણસ વિષયસુખનો ત્યાગી છે તે માણસના હૃદયમાં બીજાને દુઃખી જોઈને અનુકંપા પેદા થાય છે. તેમનું હૃદય બીજાઓનું દુઃખ જોઈ દયાથી કંપી ઊઠે છે. આજે તે દયાળુ માણસને કાયર કહેવામાં આવે છે પરંતુ શાસ્ત્ર કહે છે કે હૃદયમાં અનુકંપા-દયા હોવી એ સદ્દગુણું જ છે. જે લોકોમાં વિષય
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy