________________
૨૬] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
મોરબી ભિક્ષા કહેવાય છે. સાધુઓને શરીર નષ્ટ કરવાની ભગવાનની આજ્ઞા નથી. પરંતુ સાધુઓ કેવળ શરીર-નિર્વાહ માટે અને ધર્માચરણ કરવા માટે જ ભિક્ષા લે છે. આ ભિક્ષા સર્વસંપત્તિકારી હૈય છે. જે ભિક્ષ સાધુપણાનું બરાબર પાલન કરતો નથી તેને ભિક્ષા માંગવાનો અધિકાર નથી. જે ભિક્ષુ નિરારંભી અને નિષ્પરિગ્રહી રહીને સાધુતાનું બરાબર પાલન કરે છે તેમને જ ભિક્ષા માંગવાનો અધિકાર છે; પરંતુ જે ભિક્ષુ સાધુતાનું પાલન કરતો નથી અને કેવળ પેટપૂર્તિ કરવા માટે ભિક્ષા માંગે છે તેને શાસ્ત્રમાં “ગામપિડેલિયા ” કહેવામાં આવેલ છે.
કેટલાક લેકે સાધુતાનું પાલન નહિ કરતાં કેવળ પેટપૂર્તિ કરવા માટે સાધુ બને છે. આવા પેટભરા સાધુઓ સમાજને માટે ભારરૂપ છે. ભારતમાં આવા સાધુઓ લગભગ બાવન લાખ છે. આ બાવન લાખ સાધુઓનો કેટલે બધે ખર્ચ ભારતને વહન કરવો પડે છે! લેકે પાસેથી ભિક્ષા માંગીને ખાવું અને સાધુતાનું પાલન ન કરવું એ બહુજ ખરાબ છે. કેટલાક લેકે આવા પેટભરા સાધુને પણ ગુબુદ્ધિએ માને છે. આ પણ વિષમકાલને પ્રભાવ જ છે. વિષમકાલ કેવો હોય છે એ બતાવતાં શાસ્ત્રમાં કહ્યું છે કે, વિષમકાલમાં અસાધુઓ પૂજાય છે અને સાધુઓ પૂજાતા નથી. પરંતુ જે લોકે પિતાના આત્માનું કલ્યાણ કરવા ચાહતા હશે તેઓ તો સાધુતાનું બરાબર પાલન કરનાર સાધુની જ પૂજા કરશે અને તેને જ ગુરુ તરીકે માન આપશે.
બીજી વૃત્તિભિક્ષા છે. લૂલી, લંગડા કે અપંગ લેકે જે ભિક્ષા માંગે છે તેની ભિક્ષા વૃત્તિભિક્ષા' કહેવાય છે. આ વૃત્તિભિક્ષાની નિંદા કરવામાં આવી નથી તેમ પ્રશંસા પણ કરવામાં આવી નથી. દયાળુ લેકે દયા કરીને આપે છે અને દયાવૃત્તિને કોઈએ ખરાબ કહેલ નથી.
ત્રીજી ભિક્ષા પૌરુષMી છે. જે લેકે હૃષ્ટપુષ્ટ છે અને જેઓ મહેનત કરીને કમાઈ શકે છે છતાં મહેનત મજુરી ન કરતાં કેવળ ભીખ માંગીને ખાય છે તેની ભિક્ષા પૌરુષMી છે.
કહેવાનો આશય એ છે કે, શ્રાવકને ધર્મપૂર્વક આજીવિકા કરનાર કહેવામાં આવેલ છે. ગૃહસ્થ શ્રાવક ભિક્ષા માગીને ખાતા નથી પણ પિતાની ધર્મપૂર્વક આજીવિકા કરે છે. શ્રાવકની આજીવિકા ન્યાયપાર્જિત કરવામાં આવતી હતી અને તેઓ સ્વતંત્રતાપૂર્વક જીવન વ્યતીત કરતા હતા. તે વખતના શ્રાવકે સ્વાવલંબી હતા. તમે પણ તમારા પૂર્વજ શ્રાવકોને પગલે ચાલી સ્વાવલંબી બનવાને પ્રયત્ન કરે. કારણ કે સ્વાવલંબનમાં સુખ છે અને પરાવલંબનમાં દુઃખ છે.
સંસારમાં સુખશયા તે બધા લેકે ચાહે છે પરંતુ આમ હોવા છતાં લેકે સુખના નામે દુઃખશયાને અપનાવી રહ્યા છે અને દુઃખશયાને નામે સુખશયા છોડી રહ્યા છે. પરંતુ ભગવાને કહ્યું છે કે જે સ્વાધીન છે અને જેનું મન નિરાકુલ છે તે જ સુખશયા ઉપર સૂઈ શકે છે. મનને નિરાકુલ બનાવી દેવાથી વ્યાવહારિક લાભ પણ થાય છે અને આધ્યાત્મિક લાભ પણ થાય છે. પરાધીન માણસનું મન હમેશાં વ્યાકુલ રહે છે અને એટલા જ માટે પરાધીન માણસ દુ:ખશયા ઉપર સૂનારે હોય છે. સ્વતંત્રતાને માર્ગ છોડી દઈ