SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] સમ્યક્ત્વ પરાક્રમ—૨૮ મા મેલ | ૨૫ ચેાથી સુખશય્યા એ છે કે, ગમે તેવી આપત્તિ આવી પડે તે। પણ આપત્તિના સમયે સહિષ્ણુતાપૂર્વક કષ્ટ સહન કરવું અને પ્રસન્નચિત્ત રહેવું. દુઃખ માથે પડે ત્યારે એમ વિચારવું કે, જો હું આ દુઃખાતે પ્રસન્નતાપૂર્વક સહન કરીશ તે તેમને નિર્જરા થશે અને જો દુ:ખપૂર્વક સહન કરીશ તે મને કર્મબંધ થશે. અનેક મહાત્માએ તે કર્મીની ઉદીરણા કરીને દુઃખાને સમતાપૂર્વક સહન કરે છે, તે પછી મારી ઉપર આવી પડેલી આપત્તિથી મારે શા માટે ગભરાઇ જવું જોઇએ ? જે દુ:ખેા આવ્યાં છે તે કર્યાં વિના તે આવ્યાં નથી. મેં દુ:ખાતે જન્મ આપ્યા છે ત્યારે જ આવ્યાં છે. તે હવે જ્યારે આ દુઃખા માથે આવી પડત્યાં છે તે મારે તે દુ:ખાને સમતાપૂર્વક અને ધૈર્યપૂર્વક સહેવ જ જોઈએ. જે કાઈ ધૈર્યપૂર્વક દુઃખાને સહન કરે છે તે સુખશય્યા ઉપર શયન કરનાર છે એમ સમજવું જોઈ એ. સુખસાતાના પાઠાન્તર વિષે અત્રે વિવેચન કરવામાં આવેલ છે. સૂત્રમાં આવેલા ‘સુખસાયા ’શબ્દનાં સુખસાતા અને સુખશય્યા એમ બન્ને અર્થા કરવામાં આવે છે. સુખશય્યાના ચાર ભેદ પાડી જે આગળ વિવેચન કરવામાં આવેલ છે તેને સાર માત્ર એજ છે કે, સુખ બહારનાં પદાર્થોમાં નહિ પણ અંદર જ છે. સુખ સ્વાધીનતામાં છે, પરાધીનતામાં નથી. પરાધીનતા જેટલી વધે છે તેટલું દુઃખ પણ વધવા પામે છે. આથી વિપરીત, જે જેટલે સ્વાધીન હેાય છે તેટલે તે સુખી છે. તમે લેાકેા એમ કહેા તેા છે કે, પરત ત્રતામાં દુઃખ છે અને સ્વતંત્રતામાં સુખ છે; પરંતુ વ્યવહારમાં આ વાતને તમે ભૂલી જા છે. પરતંત્ર રહેવું એ ખાલદશા છે, જે લેાકેા તમારા સાચા હિતૈષી હશે તે લેાકેા તે તમને આ બાલદશામાંથી બહાર કાઢવાને જ પ્રયત્ન કરશે. જો તમે બાલદશાને દૂર કરવા ચાહતા હા તે। સ્વાધીન બનવાના પ્રયત્ન કરેા. તમે લેાકેા મેટરમાં તે એસા છે! પણ મેાટર બનાવતાં કે ચલાવતાં તમે જાણુવા નથી. ડ્રાયવર મોટર ચલાવે છે પણ જો તે કેાઈ વખતે ખાડામાં પાડી દે તે ? આ પ્રમાણે આવી વાર્તાને ધ્યાનમાં રાખી પરાધીનતાને દૂર કરી સ્વતંત્ર અનેા. આખરે સ્વતંત્ર બનવામાં જ સુખ છે. કદાચ તમે એમ કહેા કે, તૈયાર થયેલ ચીજ લેવામાં તેમજ વાપરવામાં પાપ લાગતું નથી. એટલા માટે પેાતાના હાથે કાઈ ચીજ બનાવવા કરતાં તૈયાર કરેલી ચીજ લેવી એ જ ઠીક છે. તે। આ પ્રશ્નના ઉત્તરરૂપે શ્રાવકાનું વર્ણન કરતાં શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કેઃ . धम्मिया धम्मियाणन्दा धम्मोवपसगा धम्मेण च वित्तिं कप्पमाणे विहरह । અર્થાત્—શ્રાવક ધર્મી હોય છે. ધર્મમાં આનંદ માનનાર હાય છે, ધર્મના ઉપદેશ આપનાર હેાય છે અને ધર્મપૂર્વક આજીવિકા કરતા વિચરે છે. હવે અત્રે જરા વિચાર કરી કે, ધર્મપૂર્વક આજીવિકા કરવાને અર્થ શા છે? શું શ્રાવકા ભિક્ષાચરી કરે છે? શ્રાવકા જ્યાંસુધી અગ્યાર પડિમાધારી બનતા નથી ત્યાં સુધી ભિક્ષા કરી શકતા નથી. ભિક્ષાનાં ત્રણ પ્રકાર છે. પહેલી સર્વસંપત્તિકારી ભિક્ષા છે, ખીજી વૃત્તિભિક્ષા છે અને ત્રીજી પૌરુષની ભિક્ષા છે. મહાત્માએ સંયમનું પાલન કરે છે અને કેવળ પૂરતી ભિક્ષા લે છે તે ભિક્ષા સર્વસંપત્તિકારી પહેલી સર્વસંપત્તિકારી ભિક્ષા છે. જે સંયમની રક્ષા અર્થે શરીરને નિર્વાહ કરવા
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy