SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ મોરબી લેકે તે ચીજોના પરાધીન હોવાથી શાસ્ત્રકારે તે તમને દુઃખશયા ઉપર સૂનારા જ કહે છે, કાઈક જ એવો ભીલ હશે કે જે પિતાને રહેવાની ઝુંપડી બનાવવાનું જાણતા ન હોય ? પરંતુ તમે લેકે જે મકાનમાં રહે છે તે મકાન તમે બનાવી શકે છે? નહિ. તે તમે સ્વાધીન છો કે પરાધીન ? વાસ્તવમાં સ્વાધીન માણસ જ સુખી છે અને પરાધીન માણસ જ દુઃખી છે. આ વાતને દષ્ટિમાં રાખીને જ યુધિષ્ઠિરના મહેલ કરતાં વ્યાસની ઝુંપડી શ્રેષ્ઠ ગણવામાં આવેલ છે. કહેવાનો આશય એ છે કે, સ્વલાભમાં આનંદ માનવ અને પરલાભની આશા ન કરવી એ જ સાધુને માટે સુખશયા છે. સુખશયા ઉપર શયન કરવાથી મન અવ્યાકુલ બને છે. જે માણસ પરાધીન–પરતંત્ર હોતે. નથી તે જ માણસનું મન અવ્યાકુલ હોય છે. પરંતુ તમે લેકે પરતંત્ર છે અને તમારું મન પણ વ્યાકુલ રહે છે છતાં પોતાને સુખી માની રહ્યા છે એ આશ્ચર્યકારક બીના છે. મન વ્યાકુલ બનાવવા ન દેવું એમાં જ સાચું સુખ છે. બાહ્ય પદાર્થોમાં સુખ નથી. આ કથનને સાર એ જ છે કે, મનની અવ્યાકુલતા જ સુખશયા છે અને મનની વ્યાકુલતા જ દુઃખથયા છે. સુંદર મહેલમાં રહેવા છતાં અને મિષ્ટ ભજન ખાવા છતાં મન વ્યાકુલ હોવાને કારણે દુઃખ પેદા થાય છે. આથી વિપરીત ઘાસની ઝુંપડીમાં રહેવા છતાં અને લૂખું સૂકું ભોજન ખાવા છતાં મન અવ્યાકુલ રહેવાને કારણે સુખ પેદા થાય છે. મનની વ્યાકુલતાથી દુઃખ પેદા થાય છે અને મનની અવ્યાકુલતાથી સુખ પેદા થાય છે. આ વાતનું સમર્થન કરતાં સિદ્ધાન્તમાં કહેવામાં આવ્યું છે કે – तं संथारं निसन्नो मुणिवरो नट्ठ रागविम्मोहो । पावइ जं मुत्तिसुहं कुतो तं चक्कवट्टिओ ॥ અર્થાત–ઘાસની પથારી ઉપર શયન કરનાર, રાગદ્વેષ મહાદિને નષ્ટ કરનાર મુનિવર જે આનંદ સુખ ભોગવે છે તે આનંદસુખ ચક્રવર્તીને પણ કયાંથી હોય ! બાહ્ય વૈભવ ગમે તે હોય પણ જે મને વ્યાકુલ રહેતું હોય તે દુઃખ છે એમ સમજવું જોઈએ. અને બાહ્ય વૈભવ ઓછો હોય અથવા ન હોય પણ જે મન અવ્યાકુલ હોય તો સુખ જ છે એમ સમજવું જોઈએ. આ કથનાનુસાર જે સાધુ પરાધીન છે અને જેનું મન વ્યાકુલ રહે છે એ દુઃખી છે અને જે સાધુ સ્વાધીન છે, જે પોતાનું કામ પિતાની મેળે કરી લે છે અને જેનું મન અવ્યાકુલ રહે છે તે સુખશા ઉપર શયન કરનાર છે અર્થાત સુખી છે. પહેલાંના લેકે એવા હતા કે, તેઓ પ્રાણ આપવાને તે સ્વીકાર કરી લેતા હતા પરંતુ પરતંત્રતાને સ્વીકાર કદાપિ કરતા નહિ. પણ સંસાર પરિવર્તનશીલ છે એટલા માટે હવે એ ક્રમ બદલાઈ ગયેલું જોવામાં આવે છે અને લેકે પરતંત્રતામાં જ જાણે આનંદ માનતા હોય એમ જણાય છે. ત્રીજી સુખશયા બતાવતાં ભગવાન કહે છે કે, વિષયોનું ધ્યાન પણ ન કરવું. વિષયને આનંદને માટે ભોગ કરવો એ વાત તો દૂર રહી પરંતુ વિષયનું ધ્યાન પણ ન ધરવું એ ત્રીજા પ્રકારની સુખશયા છે.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy