________________
ચાતુર્માસ ] સમ્યકત્વ પરાક્રમ–૨૯ મે બેલ * પરીકમ-૨૯ મા બોલ
[ ૨૩ તેટલામાં કેવળ એકજ માણસ રસોઈ બનાવવાનું જાણતો હતો. બીજા કોઈ રસાઈ બનાવવાનું જાણતા ન હતા. તે જાણકાર માણસે રસોઈ બનાવી અને અમે બધાએ ખાધી. પાછા ફરતી વખતે અમારામાંના એક છોકરાએ તેની માતાને કહ્યું કે, હવે આપણે જ્યારે બહાર જવાનું થાય ત્યારે તે રસોઈ બનાવનાર માણસને સાથે લઈ જવો જોઈએ. આ સાંભળી માતાએ જવાબ આપ્યો કે, તે રસોઈ કરનાર માણસ કાંઈ તારા બાપનો નાકર નથી કે તારી સાથે આવશે ? આ પ્રમાણે જે માણસ પરાધીન રહે છે તે માણસને કષ્ટ સહેવાં પડે છે અને આવાં કટુ વચનો પણ સાંભળવાં પડે છે. એટલા જ માટે ભગવાને જગજજીવોને સંબોધીને કહ્યું છે કે, પરાધીનતામાં દુઃખ છે અને સ્વાધીનતામાં સુખ છે, સુખશા ઉપર સૂવું એ સારું છે અને દુઃખશયા ઉપર સૂવું એ દુઃખદાયક છે. - તમે લેકે જે ચીજોને ઉપયોગ કરે છે અને જે ચીજને કારણે તમે અભિમાન કરે છે તે ચીજોમાંની કોઈ ચીજને તમે બનાવી શકે છે ? જે બનાવી શકતા નથી તે એ તમારી સ્વાધીનતા છે કે પરાધીનતા તેને વિચાર કરે. સિદ્ધાન્તમાં કહ્યું છે કે, રાજકુમાર હોય કે શેઠકુમાર હોય પણ પ્રત્યેક કુમારે ૭૨ કળા શીખવી આવશ્યક છે. ૭૨ કળામાં જીવનસંબંધી બધી આવશ્યકતાઓને પૂરી પાડનાર ચીજો બનાવવાની અને તે ચીજોને ઉપગ કરવાની કળાને સમાવેશ થઈ જાય છે. આ ૭૨ કળા શીખી લેવાથી જીવન પરાધીન નહિ પણ સ્વાધીન–સ્વતંત્ર બની જાય છે. આજે લેકે પરાવલંબી–પરાધીન હોવા છતાં અભિમાન કરે છે એ જ આશ્ચર્યને અને દુઃખને વિષય છે. જીવનને સ્વતંત્ર બનાવવા માટે કલાનું સંપાદન કરવું આવશ્યક છે.
શ્રી જ્ઞાતાસૂત્રમાં મેઘકુમારના અધ્યયનમાં ૭૨ કલાનું વર્ણન કરવામાં આવ્યું છે. તે ૭૨ કલામાં એક કલા અન્નવિધિની છે. આ અન્નવિધિ કલામાં અન્ન કેવી રીતે પેદા કરવું, કેવી રીતે અને સુરક્ષિત રાખવું અને કેવી રીતે અન્નને પકાવીને ખાવું વગેરેનું કલાશિક્ષણ આવી જાય છે, અર્થાત્ કૃષિકર્મની સાથે જ કૃષિદ્વારા ઉત્પન્ન થએલ વસ્તુની રક્ષા અને તેના ઉપયોગની વિધિ પણ માલુમ પડે છે. આ કલાનાં પણ શાસ્ત્રમાં ત્રણ ભેદ પાડવામાં આવ્યાં છે. સર્વપ્રથમ કલાને સૂત્રથી જાણવી જોઈએ, પછી જાણેલી કળાને અર્થથી સમજવી જોઈએ, અને અતે જાણેલી અને સમજેલી કળાને કર્મથી કાર્યમાં પરિણત કરવી જોઈએ.
જે માણસ, કોઈ કળાને સૂત્રથી તો જાણે છે પરંતુ અર્થથી તેને સમજતો નથી અને કર્મથી તેને આચરણમાં ઉતારતો નથી તો તે માણસ કલાસંપાદનમાં હજી અપૂર્ણ છે એમ સમજવું જોઈએ. પૂર્ણ કળાકુશળ માણસ તે તેજ કહી શકાય કે જે માણસ સૂત્રથી, અર્થથી અને કર્મથી કળાનું સંપાદન કરતો હોય. અન્નવિધિની માફક વસ્ત્રવિધિ, ગૃહવિધિ વગેરેની પણ કળા છે. જે માણસ આ ૭૨ કળાઓનું સંપાદન કરતો હતો તે જ માણસ પહેલાં “કળાકુશળ' કહેવાતો હતો. આજે તો કળા પ્રાયઃ નષ્ટ થવા પામી છે. આજે લોકો તૈયાર ચીજ લઈને પરાધીન બની રહ્યા છે. છતાં તૈયાર ચીજ લેવામાં પોતાને સ્વાધીન અને નિષ્પાપ માને છે; પરંતુ સિદ્ધાન્ત તે કહે છે કે, પરાવલંબી–પરાધીન રહેનાર દુઃખશયા ઉપર સૂનારે છે અને સ્વાલંબી-સ્વાધીન રહેનાર સુખશયા ઉપર સૂનારે છે. તમે લકે સુંદર મકાનમાં રહે છે, મિષ્ટ ભજન કરે છે અને પિતાને સુખી માને છે. પરંતુ તમે