________________
૨૨ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ મોરબી હોવાથી તમે તેને વંદન નહિ કરે. વ્યવહારમાં વેશથી જ સાધુ ઓળખી શકાય છે. શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે કે, કશુથી વહી અર્થાત્ જેને કેવલજ્ઞાન તો થયું છે, પણ તે કેવલજ્ઞાન અન્તરંગ છે અને બાહ્ય લિંગ બદલ્યું નથી, અથવા અવસર ન હોવાને કારણે લિંગ બદલી શકાયું નથી, એવા કેવલીને શ્રાવક વંદન કરવા જતા નથી. કારણ કે જે ભાવવાત છે તેને તે શ્રાવક જાણતા નથી. આ પ્રમાણે શાસ્ત્રમાં પણ વ્યવહારની રક્ષા પહેલાં કરવામાં આવી છે. પરંતુ આજકાલ અનેક લેકે નિશ્ચયના નામે વ્યવહારને ઉચ્છેદ કરે છે. તમે લેકે ક્યાંય પત્ર લખો છો ત્યાં સાધુઓ વિષે એમ લખો છો કે, મેરબીમાં દશ ઠાણું બીરાજે છે. પરંતુ તમને શું એ વાતની ખાત્રી છે કે બધા સાધુઓમાં ભાવ સાધુતા છે. તમને એ વાતની ખબર નથી, છતાં વ્યવહાર જોઈને તમે બધાને સાધુ માને જ છે. આ પ્રમાણે જે વ્યવહારમાં સાધુતાનું લિંગ ધારણ કરે છે તેને જ સાધુ માનવામાં આવે છે; અને સાધુતાનાં ગુણ હોવા છતાં જે ગૃહસ્થનો વેશ ધારણ કરે છે તેને ગૃહસ્થ જ માનવામાં આવે છે. કહેવાનો આશય એ છે કે, મુંડ થવાનો અર્થ શિરમુંડન કરવાનું છે. ભગવાન કહે છે કે, જે મુંડ થઈને નિર્ચન્થ-પ્રવચન પ્રતિ નિઃશંક રહે છે તે સુખશયા ઉપર શયન કરે છે.
મુંડ થવા છતાં પણ કેટલાક લેકે નિર્ચન્વ-પ્રવચન પ્રતિ શંકાશીલ રહે છે. ભગવાનના કથનાનુસાર શિરમુંડન કરનાર આ સાધુ પણ દુઃખશયા ઉપર સૂનારે હોય છે. મુંડ થઈને જે સાધુ નિર્ચ-પ્રવચન પ્રતિ સંદેહરહિત રહે છે તે જ સાચે સાધુ છે અને તે જ સુખશયા ઉપર શયન કરનાર છે.
બીજી સુખશયા એ છે કે, મુંડ થઈને સ્વલાભમાં જ આનંદ માનવ અને પરલાભની અપેક્ષા ન રાખવી. જે વ્યક્તિ બીજાના લાભના આધારે આનંદ માને છે તે દુઃખશયા ઉપર સૂનારે છે એમ કહેવાય. આજે તમારા લોકોમાં જે દુઃખ જોવામાં આવે છે તે દુઃખ ક્યાંથી આવ્યું છે તેને વિચાર કરે. મનુસ્મૃતિમાં કહ્યું છે કે સર્વ કામવશે શુદ્ધ અર્થાત–સ્વાધીનતામાં જ સુખ છે. તમે પણ એ કહેવત સાંભળી હશે કે, “પરાધીન સપને હું સુખ નાહીં” અર્થાત પરાધીનને સ્વપ્નમાં પણ સુખ હોતું નથી.
નીતિકારનું આ કથન જાણતાં હોવા છતાં આજે તમે લોકે પરાધીનતાની બેડીમાં જકડાએલા છો. તમે પોતે જ પરાધીનતાને બેલાવી છે અને તેથી આજે વધારે દુઃખ પ્રવર્તતું જોવામાં આવે છે. તમારામાં અત્યારે એટલી બધી પરાધીનતા આવી ગઈ છે કે, તમને સ્વાધીનતાને વિચાર સરખો પણ આવતું નથી. પણ એક વાત હમેશાં ધ્યાનમાં રાખશે કે, સાચું સુખ હમેશાં સ્વાધીનતામાં જ રહેલું છે. પરાધીનતામાં સુખ નહિ પણ દુઃખ જ છે. એટલા જ માટે ભગવાને કહ્યું છે કે, જે માણસ સ્વલાભમાં જ આનંદ માને છે, બીજાના લાભની અપેક્ષા રાખતા નથી, તે જ માણસ સુખશા ઉપર શયન કરનાર છે.
જે માણસ ભોજન તે ખાય છે પરંતુ ભોજન બનાવવાનું જાણતા નથી તે માણસ સુખશયા ઉપર સૂનારે છે કે દુઃખશયા ઉપર સૂનારે છે તેને તમે વિચાર કરે. હું બાળપણમાં કેટલાક ભાઈબંધ સાથે મંગલેશ્વર ગયો હતો. અમે જેટલા જણું ગયા હતા