SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] સમ્યક્ત્વ પરાક્રમ–૨૯ મે બેલ નાશ બરાબર થયો નથી. હવે શાસ્ત્રમાં સુખસાતાના બેલ વિષે ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછે છે કે એલ ઓગણત્રીસમો. (२९) सुहसाएणं भंते ! जीवे किं जणयइ १ અર્થાત–હે ભદન્ત ! સુખસાતાથી જીવને શું લાભ થાય છે? આ પ્રશ્ર વિષે વિચાર કરતાં પહેલાં સુખસાતાના અર્થ વિષે વિચાર કરવો આવશ્યક છે. ગુલાઈi-આ પાઠનો એક અર્થ તો સુખસાતા થાય છે અને બીજો અર્થ પ્રાકૃતવ્યાકરણના નિયમાનુસાર ચકારનો લેપ ન કરવાથી સુખશા પણ થાય છે. અત્રે એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે, સુખ–શાન્તિ તે બધા લેકે ચાહે છે, અને સંયમથી પણ જ્યારે સુખ–શાતિની પ્રાપ્તિ થાય છે ત્યારે સંયમને માટે કયા પ્રકારની સુખ–શાન્તિને ત્યાગ કરવો પડે છે અને સંયમમાં કયા પ્રકારની સુખ-સાતા મળે છે? અત્રે કેવા પ્રકારની સુખ-સાતાનું વર્ણન કરવામાં આવ્યું છે એ આપણે જોવાનું છે. આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, ૨૯ મા બેલમાં અર્થાત સુખ–સાતાના બેલમાં કાલક્રમથી પાઠાન્તર થઈ ગયો છે. આ સંબંધમાં ટીકાકાર કહે છે કે, સુખસાતા–સુખસાયા શબ્દમાંથી યકારનો લેપ કરવામાં ન આવે તે સુખશયા શબ્દ બને છે. સુખશયાને અર્થ સુખથી સૂવું એવો થાય છે. સુખશયાના પણ ચાર ભેદ કરવામાં આવેલ છે. શ્રી સ્થાનાંગ સૂત્રનાં ચોથા સ્થાનમાં ભગવાને કહ્યું છે કે, હે ગૌતમ! સુખશયાના મેં ચાર ભેદ કર્યા છે. પહેલો ભેદ મુંડ થઈને નિર્ચન્વ-પ્રવચન પ્રતિ નિઃસંદેહ રહેવાને છે. જે મુંડ થઈને નિર્ચન્વ-પ્રવચન પ્રતિ નિઃસંદિગ્ધ રહે છે તે સુખ–શયા ઉપર શયન કરનારે છે.. કેટલાક લેકે કહે છે કે, સર્વપ્રથમ કષાયનું મુંડન કરવું જોઈએ અને પછી શિરોમુંડન કરવું જોઈએ. જે કષાયનું મુંડન બરાબર કરવામાં આવ્યું હોય તે પછી શિરમુંડન કરવામાં ન આવે તે પણ કાંઈ વાંધો નથી. આ પ્રમાણે કહેનાર લોકોને પૂછવું જોઈએ કે, કષાયનું મુંડન થયું છે કે નહિ તે વાતની ખાત્રી શી રીતે થઈ શકે ? કારણ કે કષાયનું મુંડન થવું એ અન્તરંગ ભાવ–વસ્તુ છે. આ ભાવ વાતને વ્યવહારમાં કેવી રીતે જાણી શકાય ? એટલા માટે અહીં મુંડ થવાનો સંબંધ શિરે મુંડન કરવા સાથે જ છે. સર્વપ્રથમ વ્યવહાર સાધવામાં આવે છે અને ત્યારબાદ નિશ્ચય સાધવામાં આવે છે. તમે લેકે આ વાતને તમારા વ્યાવહારિક- કામમાં તે ભૂલી જતા નથી, પરંતુ ધર્મના કામમાં વ્યવહારને પડતો મૂકી નિશ્ચયને જ પ્રધાનપદ આપો છો. આમ કરવું તે એક રીતે ધર્મનું સ્વરૂપ ભૂલી જવા સમાન છે. છદ્મસ્થને માટે તે વ્યવહાર જ જાણવા યોગ્ય છે. નિશ્ચય તો જ્ઞાની લેકે જ જાણે છે. એટલા માટે એકદમ નિશ્ચયને પકડી બેસે નહિ, પરંતુ પહેલાં વ્યવહારની રક્ષા કરે. માને છે, કોઈ માણસમાં સાધુતાનાં બધાં ગુણે રહેલાં છે પરંતુ તેનું લિંગ સાધુનું નથી. તે શું તમે તે માણસને સાધુ માનીને વંદન કરશે? તે માણસને વેશ સાધુને ન
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy