SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ વ્યાખ્યાન ઃ સંવત્ ૧૯૯૪ અષાડ વદ ૫ રાવવાર 10801 પ્રાથના [ મારખી શ્રી મુનિસુવ્રત સાહબા, દીનદયાલ દેવ તણા દેવ કે; તરણ તારણ પ્રભુ મા ભણી, ઉજ્જવલ ચિત્ત સમરુ' નિત્યમેવ કે. શ્રી સુનિસુવ્રત સાહબા ॥ ૧ ॥ —વિનયચંદ્રજી ભટ ચાવીશી, શ્રી મુનિસુવ્રતનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. પરમાત્માની પ્રાર્થના આત્માને માટે માર્ગદર્શિકા છે. પરમાત્માની પ્રાર્થના કરવાથી આત્મા, સંસારની ભૂલ ભૂલામણીમાં ન પડતાં મેક્ષના સીધા માર્ગે ચડી શકે છે. સન્માર્ગ મળી જવા એ કાંઇ સામાન્ય વાત નથી. સંસારવ્યવહારમાં પણ દૃષ્ટિપાત કરવાથી સ્પષ્ટ જણાય છે કે, સન્માર્ગ બતાવનાર માર્ગદર્શક મળવા બહુ જ મુશ્કેલ છે. કાઈ નવું મકાન બનાવવા માટે નકશે અનાવવા એ કુશળ કારીગરનું કામ છે. તેથી જો નકશા તૈયાર કરનાર ક્રાઇ મરી જાય તો પછી મકાન બનાવવાનું કામ સરળ થઈ જાય છે. આ જ પ્રમાણે મુક્તિના જે માર્ગમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ છે તે માર્ગને સરળ કરી દેવા એ કાંઈ સાધારણ કામ નથી. પરમાત્માની પ્રાર્થનાથી મુક્તિનેા માર્ગે સરળ થાય છે. એટલા માટે પરમાત્માની પ્રાર્થના કરા કે જેથી મેાક્ષમાં જવાને તમારા માર્ગ સરળ થઇ જાય. શાસ્ત્રકાર મેાક્ષને સીધે। માર્ગ બતાવવા માટે જ સિદ્ધાન્તની વાત કહે છે. સિદ્ધાન્તની આ વાતને હૃદયમાં સ્થાન આપવાથી મેક્ષને સીધે માર્ગ મળી જાય છે. પ્રાર્થના દ્વારા મેક્ષના માર્ગ સીધા થાય છે અને સિદ્ધાન્ત પણ મેક્ષે જવાનું માર્ગસૂચન કરે છે. પરંતુ તે માર્ગે ચાલવું એ તે આપણું જ કામ છે, સિદ્ધાન્તે જે મેક્ષમાર્ગ બતાવ્યા છે તે માર્ગે આપણે ચાલીએ તો જ આપણે યચેષ્ટ સ્થાને પહોંચી શકીએ. કાઇ પણ ધર્મ કે સિદ્ધાન્ત પ્રત્યેક જીવાત્માને કર્મબંધને તાડીને મેક્ષના માર્ગે જવાને જ ઉપદેશ આપે છે. પરંતુ સિદ્ધાન્તના આ ઉપદેશને સક્રિય રૂપ આપવામાં આવે તે જ મેાક્ષના માર્ગે ચડી શકાય. મેાક્ષસ્થાને જવા માટે ભગવાને જે ૭૩ પગથીયાં બતાવ્યાં છે તે પૈકીના.૨૯ મા પગથીયા વિષે હવે વિચાર કરવામાં આવે છેઃ— સમ્યક્ત્વ પરાક્રમ—ખાલ એગણત્રીસમા ૨૮ મા ખેલમાં વ્યવદાન વિષે વિચાર કરવામાં આવ્યા છે. વ્યવદાન અર્થાત્ પૂર્વસંચિત કર્માંના નાશ થવાથી સુખ-સાતા પેદા થાય છે અને સંયમમાં શાન્તિ આવે છે. જો સંયમમાં શાન્તિ ન આવે તે સમજવું જોઇએ કે, વ્યવદાન અર્થાત્ પૂર્વસંચિત કર્માંના
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy