________________
-
-
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
ચાતુર્માસ ] સમ્યકત્વ પરાક્રમ-૨૮ મે બેલ
[ ૧૯ જે આપણે કર્મરહિત થઈ ગયા હતા તે તે આપણા માટે કોઈ પ્રકારના ઉપદેશની આવશ્યકતા જ રહેત નહિ. પરંતુ આપણે હજી અપૂર્ણ છીએ અને એટલાજ માટે આપણને ઉપદેશ સાંભળવાની-સમજવાની આવશ્યકતા છે. શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે, પૂર્ણતાને પામેલ વ્યક્તિને ઉપદેશ સાંભળવાની આવશ્યકતા હોતી નથી, પરંતુ અપૂર્ણ વ્યક્તિને જ ઉપદેશ સાંભળવાની આવશ્યક્તા રહે છે. આપણે હજી અપૂર્ણ છીએ એટલા માટે આપણે ઉપદેશ સાંભળીને શું કરવું જોઈએ, તેને ઊંડે વિચાર કરવો આવશ્યક છે. જ્ઞાની અને અજ્ઞાનીની રીતિ-નીતિમાં ઘણેજ ભેદ હોય છે. આ વાત સામાન્ય ઉદાહરણ દ્વારા સમજાવું છું. માનો કે, કોઈ વૃક્ષ ઉપર એક બાજુ વાંદરે બેઠે છે અને બીજી બાજુ એક પક્ષી બેઠેલ છે. એટલામાં ખૂબ પવન ચાલવાથી તે વૃક્ષ તૂટીને નીચે પડી ગયું. આવી દશામાં દુઃખ કોને થશે ? વાંદરાને દુઃખ થશે કે પક્ષીને ? પક્ષી તો પોતાની પાંખોના બળ વડે ઊંચે ઉડી જશે, પરંતુ વાંદરો તો તેજ વૃક્ષ નીચે કચડાઈ જશે. આ જ વાત જ્ઞાની અને અજ્ઞાની લોકોને લાગુ પડે છે. આ સંસારરૂપી વૃક્ષ ઉપર તો જ્ઞાની અજ્ઞાની બન્ને પ્રકારનાં લેકે બેઠેલા છે. પરંતુ સંસારવૃક્ષ નીચે પડશે ત્યારે જ્ઞાની લેકે તો પક્ષીની માફક ઊર્ધ્વગતિ કરશે અને અજ્ઞાની લો કે તે જ સંસારવૃક્ષની નીચે દબાઈને દુઃખ પામશે.
આ વાત ઉપરથી આપણે શરીરમાં રહેવા છતાં કેવી રીતે નિર્લેપ રહી શકીએ એ જ સાર લેવાનો છે. આ શરીર તો એક દિવસે છૂટવાનું જ છે. મરવાનું તો બધાંયને છે. પરંતુ પક્ષીની માફક ઊર્ધ્વગતિ કરવી એ ઠીક છે, કે વાંદરાની માફક પતિત થઈ જવું એ ઠીક છે, એ વાતનો વિચાર કરે ! તમે કહેશો કે, આવા સમયમાં પક્ષીની માફક ઊર્ધ્વગતિ કરવી એ જ યોગ્ય છે. પરંતુ પક્ષીઓને પાંખો તે જ વખતે આવતી નથી પણ પહેલેથી જ તેને પાંખ હોય છે અને તેથી જ આવશ્યક્તાના સમયે ઊડી શકે છે. આ જ પ્રમાણે તમે પણુ આવા સમયે આત્માને ઊર્ધ્વગામી કરી શકે તે બાબતનો ઉપાય પહેલેથી વિચારી રાખો. કહેવત પણ છે કે, આગ લાગે ત્યારે કુવો ખોદવો શા કામને ? આ જ પ્રમાણે આત્માને ઊર્ધ્વગામી બનાવવા માટે પહેલેથી જ અભ્યાસ કરે. શાસ્ત્રકારે આપણને મોક્ષનો માર્ગ એટલા જ માટે બતાવે છે કે, આપણે મેક્ષના માર્ગે જવાને અભ્યાસ પહેલેથી કરી શકીએ. શાસ્ત્રમાં કહેલી વાતને હૃદયમાં ઊતારી અને તે પ્રમાણે આચરણ કરવાથી જ આત્માનું કલ્યાણ થઈ શકે છે. આત્મા જ કર્મરહિત થઈ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ ૫રમાત્મા બની શકે છે. કેટલાક લેકે આત્માને જુદે અને પરમાત્માને જુદો માને છે. પરંતુ જ્ઞાનીએની તાત્ત્વિક દૃષ્ટિએ આત્મા અને પરમાત્મા સમાન જ છે. કર્મબન્ધનથી રહિત થવાથી આ આત્મા જ પરમાત્મા બની જાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, આઠ કર્મોનાં બંધનથી જે બંધાયેલા છે તે જીવાત્મા છે, અને આઠ કર્મોના પાશથી જે મુક્ત થઈ ગયા છે તે પરમાત્મા છે. શાસ્ત્રના આ કથનાનુસાર આપણે આત્મા પણ આઠ કર્મોથી મુક્ત થઇ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ શકે છે. જે આપણે આત્માનું કલ્યાણ કરવા ચાહિએ છીએ તે કર્મબંધનમાંથી મુક્ત થવાને આપણે પ્રયત્ન કરવો જોઈએ. કર્મબંધનમાં આત્માની પરતંત્રતા અને કર્મમુક્તિમાં આત્માની સ્વતંત્રતા રહેલી છે. એટલા માટે કર્મબંધનમાંથી આત્માને મુક્ત કરી સ્વતંત્ર બનાવવાનો પુરુષાર્થ કરવો જોઈએ. આ જ સમ્યક્ પુરૂષાર્થ છે. . .. .