________________
૧૮] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ મોરબી અત્રે એક બીજો પ્રશ્ન પણ ઉપસ્થિત થાય છે કે, જે પરમાત્મા (ઈશ્વર) કર્મોને પ્રેરણા કરતું નથી તે પછી આત્માને કર્મો કેવી રીતે લાગે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં હું એક ઉદાહરણ આપી સમજાવું છું. માનો કે, એક ઘડો તેલથી ભીંજાએલે છે, બીજો ઘડો પાણીથી ભીંજાએલે છે, અને ત્રીજે ઘડે તદ્દન કરે છે. રજને એ જ્ઞાન હેતું નથી કે હું કેને કેવી રીતે ચુંટું? પરંતુ જે ઘડો તેલથી ભીંજાએલ હશે તે ઘડાને રજ વધારે ચૂંટશે. જે ઘડો પાણીથી ભીંજાએલે છે તે ઘડાને રજ ચૂંટશે તે ખરી, પણ તેલના ઘડા જેટલી વધારે ચુંટશે નહિ. અને કેરા ઘડા ઉપર પણ રજ પડશે, પરંતુ જે પ્રમાણે પવનદ્વારા રજ પડશે તે જ પ્રમાણે પવનદ્વારા રજ ઉડી જશે. આ જ પ્રમાણે કર્મરાજ ચૌદ રાજુલકમાં વ્યાપ્ત છે; પરંતુ ભાવકર્મમાં જેટલી ચીકાશ હોય છે તેટલી ચીકાશથી કર્મો આત્માને ચુંટે છે. જે ભાવકર્મમાં વધારે ચીકાશ હશે તે કર્મો વધારે ચુંટશે અને જે ઓછી ચીકાશ હશે તે કર્મવર્ગણ ઓછી ચૂંટશે. જે આત્મા કેરા ઘડાની માફક ભાવકર્મની ચીકાશથી રહિત હશે અર્થાત્ તેનામાં રાગદ્વેષ નહિ હોય તો કર્મો પણ ચૂંટશે નહિ.
હવે અત્રે પ્રશ્ન એ થાય છે કે, જ્યારે કર્મની વ્યવસ્થા આ પ્રમાણે છે તો પછી કર્મને ઉદયમાં આવવાનું અને સુખ તથા દુઃખ રૂપે પરિણત થવાનું જ્ઞાન કેવી રીતે થઈ શકે ? અર્થાત કર્મો જડરૂપ હોવાથી સુખદુઃખરૂપે કેવી રીતે પરિણત થઈ શકે? આ પ્રશ્નને ઉત્તર એ છે કે શું દવાને એવું જ્ઞાન હોય છે કે, હું પેટમાં જઈને આ પ્રમાણે શરીરમાં ફેરફાર કરીશ? અથવા દૂધને એવું જ્ઞાન હોય છે કે, હું પેટમાં જઈને આ પ્રમાણે રસભાગ અને ખલભાગમાં પરિણત થઈ જઈશ ? આમ છતાં પેટમાં ગયા બાદ દવા કે દૂધ પિતાને ગુણ બતાવે છે કે નહિ ? કોઈ ભૂખ્યા માણસને દૂધ પીવડાવવામાં આવે તે દૂધ પીતાંજ તેની આંખમાં કેવું તેજ આવી જાય છે ! દૂધ કે દવાને તે આ વાતનું ભાન કે જ્ઞાન હતું નથી પરંતુ તેનામાં શક્તિ અવશ્ય છે. આ જ પ્રમાણે કર્મને એવું જ્ઞાન હોતું નથી કે, મારામાં કેવી શક્તિ છે. પરંતુ જ્યારે કર્મો આત્માને લાગે છે ત્યારે કર્મો પિતાનાં ગુણે તે બતાવે જ છે. આત્માને લાગેલાં કર્મોની ચીકાશ પ્રમાણે કર્મો ઉદયમાં આવીને સુખ કે દુઃખ આપે છે.
કહેવાનો આશય એ છે કે, દુઃખી જ દુઃખથી સ્પર્શાય છે. કેટલાક લેકે કહે છે કે, આત્માને કર્મબન્ધ થતું નથી, પરંતુ જેનશાસ્ત્રને આ વાત માન્ય નથી. એટલા જ માટે આ પ્રકારના કથનનું ખંડન કરવા માટે સિદ્ધ, બુદ્ધ, મુક્ત તથા પરિનિર્વાણ થવાની સાથે જ બધાં દુઃખોનો અંત કરવાનું કહેવામાં આવ્યું છે.
કેટલાક લેકે દુ:ખનો અંત કરવાનો અર્થ, બેડી કાપવાની સાથે જ પગને કાપી નાંખવે એવા ભાવાર્યમાં કરે છે; અર્થાત તે લેકેનું એવું કહેવું છે કે, દુઃખ નષ્ટ થવાની સાથે જ આત્મા પણ નષ્ટ થઈ જાય છે. પરંતુ આ વાત ખોટી છે. આત્મા તો દુઃખને અંત કરી સુખનિધાન બની જાય છે, પરંતુ નષ્ટ થતો નથી.
ભગવાને એમ કહ્યું છે કે, વ્યવદાનથી આત્મા અક્રિયા-અવસ્થાને પામે છે અને પરિણામે સિદ્ધ, બુદ્ધ, મુક્ત થઈ પરિનિર્વાણને પામે છે અને બધાં દુઃખનો અંત કરે છે, ભગવાનના આ કથનને હૃદયમાં ઊતારીને આપણે આપણી સ્થિતિને વિચાર કરવો જોઈએ