________________
ચાતુર્માસ ]
સમ્યકત્વ પરાક્રમ-૨૮ મે બાલ
[ ૧૭
તે આત્મા મુક્ત કેવી રીતે થઈ શકે? આત્મા મુક્ત થાય છે, એટલે આત્મા પહેલાં કર્મબન્ધથી બંધાએલો હોવો જ જોઈએ. આ વાતને સ્પષ્ટ કરવા માટે જ “મુક્ત” શબ્દને પ્રયોગ કરવામાં આવ્યો છે.
આજ પ્રમાણે પરિનિર્વાણને પામવામાં અને સિદ્ધ થવામાં કોઈ પ્રકારનું અત્તર નથી. પરંતુ કેટલાક લેકે નિર્વાણનો અર્થ જુદો કરે છે. બૌદ્ધ લેક નિર્વાણનો અર્થ દીપનિર્વાણ જેવો કરે છે, અર્થાત તેઓ એમ કહે છે કે જે પ્રમાણે દીપક બુઝાઈ ગયા બાદ કાંઈ રહેતું નથી તેવું સિદ્ધનું સ્વરૂપ છે. પરંતુ જેનશાસ્ત્રને આ વાત માન્ય નથી. એટલા માટે બૌદ્ધના આ કથનને અમાન્ય સિદ્ધ કરવા માટે જ શાસ્ત્રકારેએ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત શબ્દની સાથે નિર્વાણ શબ્દનો પ્રયોગ કર્યો છે.
- નિર્વાણ શબ્દની પછી શાસ્ત્રકારોએ બધાં દુઃખને અંત કરવા વિષે કહ્યું છે. સિદ્ધ થવું અને બધાં દુઃખોને અંત કરે એમાં તાત્ત્વિક દૃષ્ટિએ કઈ પ્રકારની ભિન્નતા નથી, પરંતુ બીજા લેકની ખોટી માન્યતાનું નિવારણ કરવા માટે જ બધાં દુઃખોને અંત કરવા વિષે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. જેનશાસ્ત્ર કર્મને જ દુઃખ માને છે. શ્રી ભગવતી સૂત્રમાં ગૌતમ સ્વામી અને ભગવાન વચ્ચે આ વિષે પ્રશ્નોત્તર થયો છે કે –
दुक्खी णं भंते ! दुक्खेण पुढे किं अ दुक्खी दुक्खेण पुढे? અર્થાત–હે ભગવાન! દુઃખી દુઃખથી સ્પર્શીય છે કે અદુઃખી દુઃખથી સ્પર્શય છે?
આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને કહ્યું કે, દુઃખી જ દુઃખથી સ્પર્શાય છે, અદુઃખી દુઃખથી સ્પર્શતો નથી. આ પ્રમાણે દુઃખી જ દુઃખથી સ્પર્શાય છે. અહીં બદ્ધાં દુઃખેને અંત કરવા વિષે જે કહેવામાં આવ્યું છે તેને ફલિતાર્થ પણ કર્મથી રહિત થવાને છે. બધાં કર્મોને નષ્ટ કરી દેવાં એટલે બધાં દુઃખોનો અંત કરવો. અત્રે દુ:ખ શબ્દથી કર્મનો અંત સમજવો જોઈએ. આ જ માટે ઉપર ભગવતી સૂત્રમાં ચોવીસ દંડક વિષે જે પ્રશ્નોત્તર કરવામાં આવ્યા છે તેમાં પણ એમ કહેવામાં આવ્યું છે કે, સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો પણુ દુઃખથી સ્પર્શાય છે, કારણ કે તેઓમાં હજી કર્મો બાકી છે. જેમાં ભાવકર્મો હોય છે તેઓ જ દુઃખથી સ્પર્શાય છે અને જેમાં ભાવકર્મો બાકી રહેતા નથી તેઓ દુઃખથી સ્પર્શતા નૈથી.
' કહેવાનો આશય એ છે કે, સિદ્ધ થવાથી આત્મા કર્મરહિત થઈ જાય છે અને બધાં દુઃખોથી મુક્ત થઈ જાય છે. અત્રે એક પ્રશ્ન એ થાય છે કે, કર્મો આત્માને કેવી રીતે લાગે છે? કર્મો સ્વયં જ આત્માને લાગે છે કે ઈશ્વરની પ્રેરણાથી ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, જે ઈશ્વરની પ્રેરણાથી જ કર્મો આત્માને લાગે છે એમ માનવામાં આવે તે ઇશ્વરના સ્વરૂપમાં અનેક વિકૃતિઓ અને બાધાઓ ઉપસ્થિત થાય છે. દાખલા તરીકે, કોઈ એક માણસ નદીમાં ડૂબી રહ્યો હોય અને ત્યાં બહાર કાઢનાર કોઈ માણસ ઊભો ઊભે જોઈ રહ્યો હોય, તો શું તે માણસને દયાળુ કહી શકાય ? જ્યારે આવા માણસને પણ દયાળું કહી શકાય નહિ, તે પછી જે પરમ દયાળુ કહેવાય છે તે પરમાત્મા જીવોને કર્મબંધનથી બાંધીને સંસારસાગરમાં ડબાવે ખરે? વાસ્તવમાં ઈશ્વર કર્તા નથી તેમ તે કઈ જીવને કર્મબંધનથી બાંધતા નથી. ગીતામાં પણ કહ્યું છે કે –
न कर्तत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः। અર્થાત–પ્રભુ લેકને કર્તા નથી અને કર્મોને પદ પણ કરતો નથી.