SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ બને મિત્રોએ વનમાં અંજનાની ખૂબ શોધ કરી પણ અંજનાને ક્યાંય પત્તો લાગે નહિ. આખરે હતાશ થઈ પવનકુમાર કહેવા લાગ્યા કે, મિત્ર! અંજના જે આ ઘોર વનમાં આવી હશે તો તે જીવિત રહી શકી નહિ હોય એમ મને લાગે છે. કાં તો સિંહ-વાઘ આદિ હિંસક પશુઓનો તે શિકાર બની ગઈ હશે અથવા ગમે તે કારણે તેણે શરીરનો ત્યાગ કરી દીધો હશેએટલા માટે હવે મારે પણ જીવિત રહેવું વ્યર્થ છે. જ્યારે અંજના જીવિત રહી નથી તે પછી હું કેવી રીતે જીવિત રહી શકું ? તું પિતા પાસે જા અને તેમને કહી દે કે, હવે પવનકુમાર જીવિત નથી. જે પ્રમાણે તમે અંજનાનો મેહ છોડી દીધા તે જ પ્રમાણે પવનકુમારને પણ મેહ છોડી દે. પ્રહતે પવનકુમારનું આ નિરાશાજનક વચન સાંભળીને કહ્યું કે, મિત્ર! તમે આમ કાયર થાઓ નહિ. ધૈર્ય તથા હિંમત રાખો તે બધું સારું થઈ જશે. આપઘાત કરવાથી કાંઈ વળતું નથી. આ સિવાય તમે એમ શા ઉપરથી માની લીધું કે, અંજના મૃત્યુ પામી છે! એ પણ બની શકે કે તે જીવિત હોય અને તમને મળવાની પ્રતીક્ષા કરતી હોય. જે આ વાત સાચી નીકળે તે તમારા આપઘાત બાદ તેની શી દશા થાય! પવનકુમારે કહ્યું કે, તારું કથન તે બરાબર છે પરંતુ આ ઘોર જંગલમાં તે જીવિત રહી શકે એ વિષે મને શંકા છે અને એટલા જ માટે હું આમ કહું છું. પ્રહસ્તે આશ્વાસન આપતાં કહ્યું કે, આ વિષે અત્યારે કાંઈ નિશ્ચયાત્મક કહી શકાય નહિ. એ પણ સંભવિત છે કે, કઈ દેવશક્તિ પ્રગટ થઈ હોય અને તેમની રક્ષા થઈ હોય ! એટલા માટે તમે આપઘાત કરવાનો વિચાર તદ્દન છોડી દે. હું હમણાં જ પિતાની પાસે જઈ બધા સમાચાર આપી આવું છું. પિતા આવીને જે પ્રમાણે આજ્ઞા આપે તે પ્રમાણે તમે કરજે. પવનકુમારને આ પ્રમાણે સમજાવીને પ્રહસ્ત, રાજા પ્રલાદની પાસે ગયો અને રાજાને બધા સમાચાર આપીને કહ્યું કે, પવનકુમાર નિરાશ થઈને આપઘાત કરવા તૈયાર થયા છે. તમે ત્યાં પહોંચે ત્યાં સુધી તેમને આપઘાત કરતાં અટકાવીને આવ્યો છું. હવે આપને જેમ ગ્ય લાગે તેમ કરે. પ્રહસ્તદ્વારા આ દુઃખદ સમાચાર સાંભળી રાજાને તથા કેતુમતી વગેરેને ઘણું દુઃખ થયું. તેઓ કહેવા લાગ્યા કે, અમારી સામાન્ય ભૂલનું કેવું ભયંકર પરિણામ આવી રહ્યું છે! અમે પવનકુમાર આવે ત્યાં સુધી શૈર્ય ન રાખતા અંજનાને ઘર બહાર કાઢી મૂકી એ ભૂલને કારણે જ આજે પશ્ચાત્તાપ કરવાનો અવસર આવ્યો છે. આ પ્રમાણે પશ્ચાત્તાપ કરતાં પ્રહલાદ રાજા પ્રહસ્તની સાથે જ્યાં પવનકુમાર હતા ત્યાં જવા માટે રવાના થયા. અહીં પ્રહસ્તના જવા બાદ પવનકુમારે વિચાર્યું કે, હવે તે મને આપઘાત કરતાં અટકાવનાર મિત્ર પણ નથી એટલા માટે હવે મારે મરણને શરણ થવું જોઈએ. આ પ્રમાણે વિચાર કરી જેવા પવનકુમાર મરવા માટે ઉદ્યત થયા એટલામાં ત્યાં પ્રહલાદ રાજા પહોંચી ગયા. પ્રહલાદ રાજાએ પવનકુમારને મરવા માટે તૈયાર થએલા જોઈ ઉપાલંભ આપતાં કહ્યું કે, આ શું કરે છે? શું સ્ત્રીને માટે આમ મરી જવાતું હશે ! અત્યાર સુધી દુનિયામાં સતી થવાની વાત તો સાંભળવામાં આવી છે પણ તમે તે “સતા’ થવા તૈયાર થયા છો. પિતાનું ઉપાલંભ પૂર્ણ કથન સાંભળી પવનકુમાર ડીવાર ચૂપ રહીને બોલ્યા કે, અંજના સાધારણ સ્ત્રી ન હતી પરંતુ સતી હતી, એટલા માટે તમે જે પ્રમાણે તેનો વિયેગ
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy