________________
ચાતુર્માસ ]
સતી અંજના ચરિત્ર–૧૯
| [ ૩૭૯
છે તેનામાં ફળ પણ રસીલાં અને મીઠાં આવે છે અને જે વૃક્ષ અક્કડ હોય છે તેનાં ફળ પણ કડવાં અથવા ખરાબ આવે છે. દષ્ટાંત તરીકે આબે અને એરંડાને જુએ. આંબે નમ્ર હોય છે તે તેનાં ફળ પણ મિષ્ટ અને સુંદર હોય છે અને એરંડે અક્કડ હોય છે તે તેનાં ફળ પણ કડવાં હોય છે. આ પ્રમાણે જ્યાં નમ્રતા હોય છે ત્યાં બીજાં ગુણ પણ હોય છે. કહેવત પણ છે કે, “જે નમે તે પરમાત્માને ગમે.” આ કહેવતને ભાવાર્થ પણ એ જ છે કે જે નમ્રતા ગુણને ધારણ કરે છે તે પરમાત્માને પણ પ્રિય બની શકે છે. એટલા માટે તમે જીવનમાં નમ્રતાને સ્થાન આપે. નમ્રતાને સ્વાર્થની પૂત્તિ કરવા માટે પણ ધારણ કરવામાં આવે છે. પણ સ્વાર્થની પૂર્તિ કરવા માટે ધારણ કરવામાં આવેલી નમ્રતામાં તથા અભિમાનને ત્યાગ કરવાથી આવેલી નમ્રતામાં ઘણું જ અંતર છે. અહીં નમ્રતા વિષે જે વાત ચાલી રહી છે તે નમ્રતા અભિમાનને ત્યાગ કરીને પેદા કરવાની છે. અભિમાન કરવાથી સ્વમાનની રક્ષા પણ થઈ શકતી નથી. સ્વમાનની રક્ષા તે અભિમાનને ત્યાગ કરવાથી જ થાય છે. આ સિવાય અભિમાનને ત્યાગ કરવાથી તથા જીવનમાં નિરભિમાનતા તથા નમ્રતાને સ્થાન આપવાથી માનજન્ય કર્મો પણ બંધાતાં નથી અને પહેલાં માનને કારણે જે કર્મો બંધાયાં છે તે કર્મોની નિર્જરા પણ થાય છે એટલા માટે અભિમાનને ત્યાગ કરવા માટે પ્રયત્ન કરો અને નમ્રતાને ધારણ કરે તો તેમાં તમારા મનુષ્યજન્મની સાર્થકતા તથા સફળતા રહેલી છે. હવે મનુષ્યજન્મ સાર્થક કેવી રીતે થઈ શકે એ બતાવવા માટે સતી અંજનાની ચરિત્રકથા કહું છું – સતી અંજના ચરિત્ર-૧૯
અંજનાની ચરિત્રકથામાં પણ અભિમાનને જીતવાની જ વાત કહેવામાં આવી છે. જે પવનકુમારમાં અભિમાન હોત તો તેઓ પિતાની ભૂલને સ્વીકાર ન કરત. પરંતુ તેઓ પિતાની ભૂલને સ્વીકાર કરી એમજ કહેતા હતા કે, મારા જ અજ્ઞાનને કારણે આજે મારે પણ આ દુ:ખ ભોગવવું પડે છે અને તે સતીને પણ દુઃખ સહન કરવું પડયું છે.
પિતાના મિત્ર પ્રહસ્તની સાથે પવનકુમારે જંગલમાં ગયા. પવનકુમારે જંગલમાં અંજનાની શોધખોળ કર્યા બાદ પ્રહસ્તને કહ્યું કે મિત્ર! આ ઘોર જંગલમાં પુરુષ પણ રહી શકે નહિ તો પછી સ્ત્રીઓ તો આ ઘોર જંગલમાં રહી જ કેવી રીતે શકે? મિત્રે કહ્યું કે, આમ તમે ધીરજ હારી ન જાઓ. આપણે પુરુષ છીએ તો આપણે અંજનાની શોધ કરવામાં સાહસપૂર્વક પુરુષાર્થ કરવો જ જોઈએ. પ્રહસ્તનાં પ્રેરક વચનો સાંભળી પવનકુમારને ઘણો હર્ષ થયો અને તેણે કહ્યું કે, મિત્ર ! તું મને ઘણું જ સહાયતા આપી રહ્યો છે અને મારી સાથે કષ્ટોને સહી રહ્યો છે એટલા માટે હું તારો ઋણી છું. મિત્ર છે તો આવો જ હોવો જોઈએ. પવનકુમારનાં પ્રશંસાત્મક વચનો સાંભળી પ્રહસ્તને અભિમાન થઈ શકે એમ હતું પરંતુ તેમણે જરા પણ અભિમાન ન કરતાં સરળતાપૂર્વક પવનકુમારને એજ ઉત્તર આપ્યો કે, જ્યારે વસંતમાલા એક સામાન્ય સ્ત્રી હોવા છતાં અંજનાની અપૂર્વ સેવા કરી રહી છે તો પછી હું પુરુષ થઈને તમારી યત્કિંચિત્ સેવા કરું તો એમાં શું થઈ ગયું! આ તે હું મારા કર્તવ્યનું પાલન જ કરી રહ્યો છું, એટલા માટે આ સંબંધમાં તમારે મારો ઉપકાર માનવાની જરૂર નથી.