SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ રાજા મનમાં અભિમાનવશ એમ વિચારવા લાગ્યો કે, ઇન્ડે મારી સંપદાને તુચ્છ બતાવી છે અને આ પ્રમાણે તેમણે મને પરાજિત કર્યો છે. આવી અવસ્થામાં મારે શું કરવું જોઈએ ઇન્દ્રની પ્રતિસ્પર્ધા પણ હું કરી શકું એમ નથી, કારણ કે, ઇન્દ્ર તે પિતાની ઈચ્છાનુસાર વૈક્રિયલબ્ધિ દ્વારા સંપદાને પ્રકટ કરી શકે છે. એટલા માટે ઇન્દ્રને જીતવા માટે મારે શું કરવું જોઈએ ? જે કે મેં જે અભિમાન કર્યું હતું તે અનુચિત જ હતું પરંતુ હવે લીધેલી વાતને કેવી રીતે સિદ્ધ કરવી જોઈએ ? હું ઇન્દ્રને બીજા કોઈ પણ ઉપાયે છતી શકું એમ નથી, તેમને કેવલ હું ત્યાગદ્વારા જ જીતી શકે એમ છું. આ પ્રમાણે વિચાર કરી દશાર્ણભદ્ર રાજાએ સંયમને સ્વીકાર કર્યો. હવે ઇન્દ્ર શું કરે? તેણે વિચાર કર્યો કે, સર્વપ્રથમ તો હું દીક્ષા લઈ જ શકું નહિ, આવો ત્યાગ હું કરી જ ન શકું. અને કદાચ દીક્ષા લઉં તે પણ મારે આ મુનિના લઘુ શિષ્ય જ બનવું પડે. એટલા માટે સૌથી શ્રેષ્ઠ વાત તે એ જ છે કે, આ મુનિની ક્ષમા માંગી પવિત્ર થઈ જવું. આ પ્રમાણે વિચાર કરી ઈન્ડે તે મુનિને નમસ્કાર કરી કહ્યું કે, વાસ્તવમાં આપના જેવી કેઈએ પણ ભગવાનને વંદના કરવા જવા માટે આવી તૈયારી કરેલી નથી. અને હવે આપને ત્યાગ પણ અપૂર્વ છે. આપના ત્યાગથી હું પ્રભાવિત થયો છું. આ પ્રમાણે ઈન્દ્ર રાજાના ત્યાગની પ્રશંસા કરી મુનિની ક્ષમા માંગી સ્વસ્થાને ગયે. ત્યાગ કરવાની શક્તિ મનુષ્યમાં જ હોય છે. દેવમાં મનુષ્ય જેટલી ત્યાગશક્તિ હોતી નથી અને એટલા જ માટે દેવભવની અપેક્ષા મનુષ્યભવને વધારે અમૂલ્ય ગણવામાં આવેલ છે. જે મનુષ્ય અભિમાન ન કરે તો દેવેન્દ્રને પણ જીતી શકે છે. શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યું પણ છે કે देवा वि तं नमस्सन्ति जस्स धम्मे सया मणो। द० १-१ અર્થાત–જેમનું મન ધર્મમાં સદા અનુરક્ત છે તેમને દેવો પણ નમસ્કાર કરે છે. ધર્મનું આચરણ કરવા માટે મનુષ્યને જેવી સામગ્રી પ્રાપ્ત થએલ છે તેવી સામગ્રી દેવને પણ પ્રાપ્ત થોલ નથી. જો દેવોને પણ જીતવા હોય તે માને છે. માન કરવાથી દશાર્ણભદ્ર રાજ પણ ઈન્દ્રને જીતી શક્યું ન હતું પણ ત્યાગ દ્વારા રાજાએ ઈન્દ્રને પણ જીતી લીધે. મુનિ-વંદન કરતી વખતે અત્યારે પણ તેમનું નામ-સ્મરણ કરવામાં આવે છે કે – દશાનભદ્ર રાજા વીર વંદ્યા ધર માન, ઈન્દ્ર હરાય દિયો છ:કાયાને અભયદાન. આ વાતને દૃષ્ટિ સમક્ષ રાખી તમે પણ અભિમાનને ત્યાગ કરે. ઈન્દ્ર પણ એક રાજાના ચરણે પડે તે ધર્મને જ પ્રતાપ છે. રાજાએ અભિમાનને ત્યાગ કર્યો તે ઇન્દ્રને પણુ ચરણવંદન કરવું પડયું, એટલા માટે તમે અભિમાનનો ત્યાગ કરી આત્માનું ઉત્થાન કરે તો તેમાં કલ્યાણ જ છે. જે વ્યક્તિ અભિમાનનો ત્યાગ કરે છે તે આત્માનું ઉત્થાન કરી શકે છે અને જે અભિમાન રાખે છે તે આત્માનું પતન કરે છે. વૃક્ષમાં પણ જે વૃક્ષ નમ્રતા રાખે છે તે વૃક્ષ સારું માનવામાં આવે છે અને જે વૃક્ષ અભિમાન કરે છે અને અક્કડ ઊભું રહે છે તે વૃક્ષ કંઠ કહેવાય છે. જે વૃક્ષ નમ્ર હોય
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy