SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] સમ્યક્ત્વ પરાક્રમ—૬૮ મા ખેલ [ ૩૭૭ આ કવિતને ભાવા એ છે કે, હે પુરુષ ! માન–અભિમાન કરવું એ બહુ જ ખરાબ છે. જે વ્યક્તિ અભિમાન કરે છે તેને અપમાનનું દુઃખ પણ ભાગવવું પડે છે પરંતુ જે વ્યકિત અભિમાનને ત્યાગ કરી દે છે તે વ્યકિતને બદલામાં સન્માન જ મળે છે. આવા નિરભિમાની વ્યક્તિને ઇન્દ્ર પણ નમન કરે છે. આ વાતને સિદ્ધ કરવા માટે શાસ્ત્રકારાએ શ્રીઉત્તરાધ્યયન સૂત્રમાં એક ઐતિહાસિક દાખલા ટાંકયેા છે કેઃ— दसण्णरजं मुदियं चइत्ताणं मुणी चरे । दसण्णभद्दो निक्खन्तो सक्खं सक्केण चोइओ ॥ उ०१८-४४ દશાણુ રાજ્યને છોડી અપનાવ્યે એ વિષે અર્થાત્—શક્રેન્દ્રની પ્રેરણા થવાથી પ્રસન્ન અને પર્યાપ્ત એવા દશા ભદ્રે ત્યાગમાને આદર્યાં. દશા`ભદ્ર રાજાએ અભિમાનને ત્યાગ કરી ત્યાગમાર્ગને કેવી રીતે પ્રચલિત કથા નીચે પ્રમાણે છે:— આજકાલ જેને મદસાર કહેવામાં આવે છે તેનું પ્રાચીન નામ દશા પુર હતું. આ દશાપુરા રાજા દશાર્ણભદ્ર હતા. રાજા ધાર્મિક તથા ભાવનાશીલ હતા એટલે તેણે વિચાર્યું કે, મને જે ઋદ્ધિ-સિદ્ધિ મળી છે તેના ઉપયેાગ ભગવાનની એવી સેવામાં કરવેા જોઇએ કે તેવી સેવા અત્યારસુધી કાઈપણ રાજાએ કરી ન હેાય ! રાજાના આ ભાવને કારૂપમાં પરિત કરવાને શુભ અવસર પણ તેને પ્રાપ્ત થયા. રાજાએ સાંભળ્યું કે, ભગવાન મહાવીર આ બાજુ પદાર્પણ કરી રહ્યા છે. આ સમાચાર સાંભળતાં જ રાજા ધણા જ પ્રસન્ન થયા. અને ઉત્સાહપૂર્વક તેણે પ્રજાજનેને એવી આજ્ઞા આપી કે, ભગવાનને વંદન કરવા જવા માટે એવી તૈયારી કરવામાં આવે કે આવી તૈયારી અત્યાર સુધી કાઇએ પણ કરી ન હાય ! જ્યારે રાજાને આવા ઉત્સાહ હાય તેા પ્રજાજનેને તથા તેના ટેકરા વગેરેને પણ ઉત્સાહ હાય એ સ્વાભાવિક છે. ભગવાનને વંદન કરવા માટે રાજા દશાર્ણભદ્રે અપૂર્વ તૈયારી કરી પ્રસ્થાન કર્યું. પોતાની ઋદ્ધિ જોઈ રાજાને એવું અભિમાન થયુ` કે, મારા જેવી આટલી બધી તૈયારી કરી ભગવાનને વંદન કરવા કાણુ ગયું હશે ? લેકાને નવાં કપડાં કે નવાં જોડાં આદિ મળી જવાથી જ જ્યારે અભિમાન પેદા થઈ જાય છે, તેા રાજાને પેાતાની ઋદ્ધિ જોઈ અભિમાન પેદા થાય તે એમાં આશ્રય શું છે ? પણ લેાકાએ જાણવું જોઇએ કે, આવા રાજાનું પણ અભિમાન ન રહ્યું તે ખીજાનું અભિમાન તે કેવી રીતે રહી શકે ! રાજા દશાર્ણભદ્ર બધાંને દાન-માનસન્માન આદિથી સંતુષ્ટ કરતા પેાતાની ઋદ્ધિ સંપદાની સાથે ભગવાનને-વંદન કરવા માટે નીકળ્યેા. આ બાજુ અહીં ઈન્દ્ર પણ ભગવાનને વંદન કરવા માટે આવેલ હતા. ઇન્દ્રે રાજાને ઋદ્ધિ સહિત વંદન કરવા માટે આવતા જોયા પણ તેણે દશાર્ણભદ્રના હૃદયમાં રહેલું અભિમાન પણ જાણી લીધું. જ્ઞાની ઇન્દ્રે વિચાર કર્યાં કૅ, રાજાનું આ અભિમાન દૂર કરવું જોઇએ અને તેમને સત્યને માર્ગ બતાવવા જોઇએ. આ પ્રમાણે વિચાર કરી ઇન્દ્રે પેાતાની વૈક્રિય લબ્ધિથી એક એવા હાથી વૈક્રિય કરી ઊતાર્યાં કે જેની સામે રાજાની બધી સપદા ઝાંખી દેખાવા લાગી. ૪૮
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy