SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ તમારે ઇન્જકશન કે ઑપરેશન જે કાંઈ કરવું હોય તે કરે પણ મને આ ભયંકર રેગમાંથી મુક્ત કરે. વૈદો ફરીવાર રેગીનું શરીર તપાસી જોયું તો તેમને જણાવ્યું કે, રોગીનું આખું અંગ-શરીર સડી ગયું છે માટે તેના અંગને હવે ચીરવું પડશે. વૈદો રેગીને પોતાનો વિચાર જણાવ્યો. રેગી અંગની શસ્ત્રક્રિયા કરાવવી પડશે એ વાત સાંભળી ખૂબ જ ગભરાય અને વૈદ્યને કહ્યું કે, હું મારા પ્રિય અંગ ઉપર કેવી રીતે શસ્ત્રક્રિયા કરાવી શકું? વૈદ્ય રેગીને અંતિમ ચેતવણી આપતાં કહ્યું કે, અત્યારે તે અંગે ચીરવાથી જ શરીર સારું થઈ શકે એમ છે, પરંતુ પછી તે અંગે ચીરવાથી પણ શરીર સ્વસ્થ થઈ શકશે નહિ. કારણ કે આ રોગ જ એવા ભયંકર છે કે, પછી તે પ્રાણને લીધા વિના શાન્ત થાય એમ નથી. હવે જે તે રોગીએ પિતાનાં પ્રાણોની રક્ષા કરવી હોય તો તેણે પોતાના અંગ ઉપર શસ્ત્રક્રિયા કરાવવી જ જોઈએ. પહેલાં તો કેવળ ઇન્જકશન લગાવવા માત્રથી તેનો રંગ નાશ થઈ શકે એવો હતો પરંતુ ત્યારે તેણે વૈદ્યનું કથન માન્યું નહિ, તો આખરે અંગ ઉપર શસ્ત્રક્રિયા કરાવવાનો વખત આવ્યા અને જે હવે અંગ ઉપર શસ્ત્રક્રિયા ન કરાવે તે પ્રાણનાશ થવાને પણ વખત આવે. આજ પ્રમાણે અત્યારે જે કર્મરૂપી રોગ લાગુ પડે છે, તે કર્મગ ધર્મકરણરૂપી દવાનું નિયમિત સેવન કરવાથી શાન્ત થઈ શકે તેમ છે પરંતુ જે ધર્મકરણીરૂપી દવાનું સેવન કરવામાં વિલંબ કરવામાં આવે અથવા સેવન જ કરવામાં ન આવે તો એ કરેગ કેટલે બધે વધી જશે અને પરિણામે કેવું દુઃખ સહન કરવું પડશે એ કહેવું મુશ્કેલ છે. એટલા માટે કમરગને કેવી રીતે શાન્ત કરવો એ વિષે તમે ઊંડે વિચાર કરે, અને જ્ઞાનીજનોએ તપશ્ચર્યા આદિ આધ્યાત્મિક ઔષધદ્વારા કમરેગને શાન કરવાનો જે અમેઘ ઉપાય બતાવ્યો છે તેને જે તમે બરાબર ઉપયોગમાં લાવશો તો તમારે કમરેગ પણ શાન્ત થઈ જશે અને તમારે વધારે દુઃખ પણ સહન કરવું નહિ પડે. કેટલાક લોકો કહે છે કે, ધર્મકરણી કરવામાં તે કષ્ટ સહન કરવું પડે છે. પરંતુ જ્ઞાનીજને કહે છે કે, કષ્ટ ધર્મ કરવાથી થતું નથી પરંતુ પૂર્વકર્મથી થાય છે. જો ધર્મારાધન કરતી વખતે પેદા થતાં કષ્ટને સહી લેવામાં આવે, તે એ દશામાં કર્મના ઉદયથી પેદા થતાં કષ્ટોથી બચી શકાય છે. એટલા માટે અત્યારે ચેડાં કષ્ટો સહીને પણ જે ભવિષ્યમાં આવનાર ભયાનક દુઃખોથી બચવામાં આવે તે એમાં શું ખોટું છે ! કહેવાનો આશય એ છે કે, જે માનજન્ય કર્મોની નિર્જરા કરવી હોય તો માનને જીતવાનો પ્રયત્ન કરે. માન મોટા-મોટા લોકોને પણ પતિત કરે છે, એટલા માટે અભિમાનને ત્યાગ કરે. અભિમાનનો ત્યાગ કરવા વિષે કઈ કવિએ ઠીક જ કહ્યું છે કે – માન રે માનવ માન બુરે અતિ, માન ગુમાન ન માન ન નીકે, માન મિટે સમ્માન વધે, પરમાન, કરો શુભ વાકય યતિ કે. માન યિા અપમાન લહે, નવિ માન લહે વઢ દેવ પુરી કે; માનવદેહ સમાન નહીં કછુ, ધર્મ સુ માન કે જાતિ ભલી કે.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy