SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] સમ્યક્ત્વ પરાક્રમ—૬૮ મા મેલ [ ૩૭૫ કર્મો ભોગવવાં તેા પડે છે, પરતુ એક તેા કર્માંને તપઆદિ દ્વારા ઉદીરણા કરીને ભાગવવામાં આવે છે, અને ખીજાં કર્યાં સ્વાભાવિક રીતે ઉદયમાં આવે ત્યારે ભાગવવામાં આવે છે. જેમકે, રાગીએ રાગનું દુઃખ તે ભાગવવું પડે જ છે પરંતુ દવા આપવાથી રોગની પ્રબળતા ઓછી થઈ જાય છે અને સાથે સાથે તે રાગ જલ્દી અને સરળતાથી ભાગવી શકાય છે. આ જ પ્રમાણે ભગવાન કહે છે કે, કર્મો ભોગવવાં તે પડે જ છે પરંતુ જે કર્માં સ્વાભાવિકપણે ઉદયમાં આવે છે તે કર્માં લાંબા સમયે કટપૂર્વક ભાગવવાં પડે છે. પરંતુ જે કર્માંની તપશ્ચર્યા આદિ દ્વારા ઉદીરણા કરવામાં આવે છે તે કર્માં જલ્દી તેમજ સરળતાપૂર્વક ભાગવી લેવાય છે. કર્માંને પ્રદેશથી ભાગવવાં કે વિપાકથી કર્મીને ભાગવવાં એ બન્ને એક જ વાત છે. અર્થાત્ કર્માં પ્રદેશથી તેમજ વિપાકથી–એ બન્ને રીતે ભોગવવામાં આવે છે. પરંતુ જેએ નાની છે તે તેા ક્રોધ, માન, માયા તથા લાભ આદિને જીતીને તથા તપશ્ચર્યાં આદિ દ્વારા કર્મોની નિરા કરી આત્માને ઉજ્જવલ બનાવે છે. જો આ પ્રમાણે ધર્મક્રિયા રૂપી આગમાં કર્માંકુરાને દગ્ધ કરવામાં ન આવે તે વિપાકથી જ્યારે કર્યાં ભાગવવાં પડે છે ત્યારે મહા કષ્ટ થાય છે. જ્યારે કમેનેિ સરળતાપૂર્વક ભાગવી શકાય છે તેા પછી મહાષ્ટપૂર્વક કર્મોને શા માટે ભેગવવાં ? આ પ્રમાણે વિચાર કરીને, જ્ઞાનીજને કર્મની નિર્જરા કરવાના પ્રયત્ન કરે છે. જ્યારે થોડા જ પ્રયત્નથી ક`વિપાકના મહાદુ:ખથી બચી શકાય છે, તે। પછી પહેલેથી થેડું દુઃખ ન સહેતાં વિપાક સમયે મહાદુ:ખને સહેવું એમાં શી બુદ્ધિમત્તા છે ? ક–વિપાકના મહાકષ્ટમાંથી બચવા માટે જ ભગવાને કહ્યું છે કે, માનને જીતેા. કારણ કે માનને જીતવાથી જીવનમાં નમ્રતા આવશે અને તે નમ્રતાથી કર્મોની નિર્જરા થશે. આ શાસ્ત્રીય વિષયને વિશેષ સ્પષ્ટ કરવા માટે એક ઉદાહરણ દ્વારા સમજાવું છુંઃ— કાઈ એક રાગીને ભયંકર રોગ થયા હતા. વૈદ્યને શરીર બતાવતાં વૈદો તે રાગીને કહ્યું કે, જો તમને ઈન્જેકશન ( સૂઈ ભોંકવી) આપવામાં આવે તે તમે રાગની ભયંકરતામાંથી બચી શકે. એટલા માટે તમે એએક ઇન્જકશન દેવડાવેા. આ સાંભળી તે રાગીએ વૈદ્યને કહ્યું કે, મારું શરીર બહુ જ કામળ છે એટલે ઈન્જેકશન કેવી રીતે લઈ શકું ? તમે તે। કાઇ પીવાની દવા આપેા. વૈદ્યે કહ્યું કે, જેવી તમારી ઈચ્છા. મેં તેા તમને રોગમુક્ત થવાને માર્ગો બતાવ્યે છે. રાગીએ ઇન્જેકશન લીધું નહિ અને પરિણામે તેને રાગ ભયંકર રીતે વધી ગયા. આખરે જ્યારે રાગથી તે બહુ જ કંટાળી ગયા ત્યારે તેણે વૈદ્યની પાસે જને કહ્યું કે, તમારે ઇન્જેકશન આપવું હાય તે। ઇન્જેકશન આપે! પણ મારા આ ભયંકર રાગને શાન્ત કરે. વૈદો રાગીનું ફરી શરીર તપાસ્યું તે તેમને જણાયું કે, હવે આ રાગ ઈન્જેકશનથી મટી શકે એમ નથી. રાગ બહુ વધી ગયા છે એટલે હવે તે આપરેશન કરવું પડશે. વૈધે પાતાના વિચાર રાગીને જણાવ્યા કે, પહેલાં જો ઇન્જકશન તમે દેવડાવ્યું ન્હાત તે તમારા રોગ શાન્ત થઈ ગયા હેાત, પણ હવે રાગ બહુ વધી ગયા છે એટલે હવે તેા તમારે આપરેશન કરાવવું પડશે. આપરેશન કરવાની વાત સાંભળી તે રાગી ગભરાયા અને વૈદ્યને કહ્યું કે, આપરેશન કરાવવા માટે મારું દિલ માનતું નથી. વૈદ્યે કહ્યું કે જેવી તમારી ઈચ્છા. રાગીને રાગ તે દિવસે દિવસે વધતે ગયા. હવે રાગી તે। આ ભયંકર રોગથી ખૂબ જ કંટાળી ગયા. આખરે તે રાગી પાહે વૈદ્યની પાસે આવ્યા અને કહ્યું કે, વૈદ્યરાજ !
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy